સાબરકાંઠા જિલ્લાના હિંમતનગર શહેરમાં અમદાવાદના રિવર ફ્રન્ટની જેમ જ સુંદર કેનાલફ્રન્ટ તૈયાર કરવામાં આવેલો છે. ડ્રીમ પ્રોજેક્ટ મુજબ તત્કાલિન ગૃહ રાજ્ય પ્રધાન પ્રફુલ પટેલે કેનાલ ફ્રન્ટ તૈયાર કર્યો હતો. જેનુ લોકાપર્ણ નરેન્દ્ર મોદીએ કર્યુ હતુ. સુંદર રિવરફ્રન્ટને તૈયાર કર્યાના 9 વર્ષ વિતી ચુક્યા બાદ હવે તેને વધુ સુંદર બનાવવાની યોજના ચાલી રહી છે. આ માટે થઈને સ્થાનિક ધારાસભ્ય વિડી ઝાલાની વિનંતીને લઈ દિવ-દમણ અને લક્ષદ્વીપના પ્રશાસક પ્રફુલ પટેલે મુલાકાત લીધી હતી. રિવરફ્રન્ટને તેમના ડ્રીમ પ્રોજેક્ટ મુજબ આગળ વધારવા માટે નિરીક્ષણ કરવામાં આવ્યુ હતુ.
પ્રફુલ પટેલે પોતાના પાંચ વર્ષના ધારાસભ્ય કાળ દરમિયાન હિંમતનગરની કાયાપલટ કરતા વિકાસ કાર્યો હાથ ધર્યા હતા. આ માટે તત્કાલીન મુખ્યપ્રધાન નરેન્દ્ર મોદીએ વિકાસ માટે હિંમતનગરને વિકાસની ભેટ સતત ધરી હતી. આ પૈકીનો એક કેનાલ ફ્રન્ટ તૈયાર કરવામાં આવ્યો હતો. જેને દેશના નગરપાલિકાના મોડલ પ્રોજેક્ટ તરીકે એવોર્ડ પણ આપવામાં આવ્યો હતો.
કેનાલ ફ્રન્ટને સુંદર રીતે તૈયાર કરવામાં આવ્યો હતો. દેશના નવા સંસદ ભવની ડિઝાઈન કરનારા આર્કિટેક દ્વારા કેનાલફ્રન્ટ ડિઝાઈન કરવામાં આવ્યો હતો. હાથમતી નદીના સ્થળે પહેલા ગંદકીના ઢગ ખડકાયેલા હતા. જેને દૂર કરીને કેનાલ ફ્રન્ટ તૈયાર કરીને ખાણી પિણી ઉપરાંત બાગ બગીચા તૈયાર કરવામાં આવ્યા હતા. પરંતુ લોકાર્પણ બાદ કેનાલ ફ્રન્ટના વિકાસની ગાડી અટકી ગઈ હતી અને તેની સુંદર લાઈટો તુટી અને બંધ પડવા લાગવા ઉપરાંત ફરી ગંદકીના ઢગ ઉભરાવવા લાગ્યા હતા. જેને લઈ શહેરીજનોમાં રોષ વ્યાપ્યો હતો.
હિંમતનગર વિકાસની રાહે આગળ વધી રહ્યું છે, આ અંતર્ગત અહીં બનાવવામાં આવેલ કેનાલ ફ્રન્ટની મુલાકાત લીધી. સાથે જ અહીંના ધારાસભ્ય શ્રી વી. ડી. ઝાલાજીની ઓફિસમાં, તેમની જોડે શુભેચ્છા ભેટ કરી. pic.twitter.com/5fmJGQVJSj
— Praful K Patel (@prafulkpatel) June 5, 2023
વિડી ઝાલાએ આ સુંદરતાને ફરીથી ડ્રિમ પ્રોજેક્ટ મુજબ બનાવવા માટે પ્રયાસ શરુ કર્યા હતા. આ માટે પોતાનુ કાર્યાલય પણ કેનાલ ફ્રન્ટ પર જ શરુ કર્યુ હતુ. આ ઉપરાંત પ્રફુલ પટેલ પાસેથી માર્ગદર્શન મેળવીને શહેરની સુંદરતાને ફરી ઝગમગાટ કરવાનો પ્રયાસ કર્યો હતો. આ માટે જ તેઓએ પ્રફુલ પટેલને રુબરુ આવવા માટે નિમંત્રણ આપ્યુ હતુ અને જેને લઈ નિરીક્ષણ કરીને ફરીથી સુંદર સ્થળને વધુ સુંદર બનાવવા માટે સૂચનો કર્યા હતા. આમ આવનારા દિવસોમાં વધુ સુંદરતા સાથે વિસ્તાર લોકોને માટે ઉપયોગી બનશે. આ ઉપરાંત શહેરમાં આવા જ સુંદર વિકાસ કાર્યો અન્ય સ્થળે પણ રાજ્ય સરકાર દ્વારા હાથ ધરાશે, એ માટેની વાત પણ કરી હતી. ધારાસભ્ય દ્વારા વિકાસની નવી યોજનાઓ અને રાજ્ય સરકારની ભેટને લાગુ કરવામાં આવશે.
Published On - 10:34 pm, Mon, 5 June 23