Sabarkantha: દિવસે ભૂંડ પકડતી ગેંગ રાત્રે બંધ ઘરને નિશાન બનાવતી, LCB એ ટોળકી ઝડપતા લાખોની ચોરીના ભેદ ઉકેલાયા

|

Aug 06, 2023 | 10:25 PM

ખેડબ્રહ્મામાં ગત સપ્તાહે 15 લાખ અને મહેસાણા જિલ્લાના વિજાપુરમાં 13 લાખ રુપિયાની મત્તાની ચોરી થઈ હતી. સાબરકાંઠા LCB એ 6 જેટલી ચોરીના ભેદ ઉકેલવામાં સફળતા મેળવી છે. ગેંગને સાબરકાંઠા લોકલ ક્રાઈમ બ્રાન્ચની ટીમે ઈડર અંબાજી સ્ટેટ હાઈવે પરથી ઝડપી લીધી હતી.

Sabarkantha:  દિવસે ભૂંડ પકડતી ગેંગ રાત્રે બંધ ઘરને નિશાન બનાવતી, LCB એ ટોળકી ઝડપતા લાખોની ચોરીના ભેદ ઉકેલાયા
LCB એ ટોળકી ઝડપી

Follow us on

સાબરકાંઠા જિલ્લા LCBએ ઘરફોડ ચોરીઓ આચરતી ટોળકીને ઝડપી લીધી છે. ચીકલીગર ગેંગથી ઓળખાતી ગેંગને સાબરકાંઠા લોકલ ક્રાઈમ બ્રાન્ચની ટીમે ઈડર અંબાજી સ્ટેટ હાઈવે પરથી ઝડપી લીધી હતી. તેમની પાસેથી ચોરી કરવા માટેના હથિયાર સહિતની ચિજો મળી આવી છે. પોલીસે આરોપીઓ પાસેથી પ્રાથમિક પૂછરપરછમાં 6 ઘરફોડ ચોરીઓના ભેદ ઉકેલ્યા છે. જેમાં બે મોટી ચોરીના ભેદ ઉકેલાયા છે. દિવસે ભૂંડ પકડવાના બહાને આવી બંધ મકાનની રેકી કરીને ચોરીની ઘટનાનો આરોપીઓ અંજામ આપતા હતા.

દિવસ દરમિયાન ભૂંડ પકડવા માટે રહેણાંક વિસ્તારમાં ચીકલીગર ગેંગના સભ્યો પહોંચતા અને આ સાથે જ તેઓ બંધ ઘર હોવાનો અને તેને નિશાન બનાવવાનો પ્લાન બનાવીને આવતા અને રાત્રે ઘરફોડ ચોરી આચરતા હતા. તસ્કર ટોળકીના હાથમાં ભલે ભૂંડનુ ગળુ હોય પરંતુ નજર બંધ ઘર પર જ રહેતી હતી.

ખેડબ્રહ્માની 15 લાખની ચોરીનો ભેદ ઉકેલાયો

ગત 29 જુલાઈએ ખેડબ્રહ્મામાં એક વેપારીના બંધ ઘરમાંથી 15 લાખ રુપિયાની મત્તાની ચોરી થઈ હતી. પોલીસે ઘટના અંગે તપાસ શરુ કરી હતી. એસપી દ્વારા મોટી ચોરી હોઈ LCB ટીમને પણ ચોરીનો ભેદ ઉકેલવા માટે સામેલ કરી હતી. આમ ટેકનીકલ સર્વેલન્સ અને હ્યમન સોર્સ દ્વારા ચોરીનો ભેદ ઉકેલવા માટે કડીઓ મેળવવા માટે LCBની ટીમે પ્રયાસ શરુ કર્યા હતા.

કોણ છે એ છોકરી જેના કારણે કોહલી-ગંભીર સાથે જોવા મળ્યા?
લગ્ન પહેલા પુરુષોએ આ મેડિકલ ટેસ્ટ જરૂર કરાવવા જોઈએ, જુઓ List
Phoneને ઝડપી ચાર્જ કરવા માટે શું કરવું? જાણો અહીં સરળ ટ્રિક
આ છે ઢોલીવૂડનું સેલિબ્રિટી કપલ, જુઓ ફોટો
રબરનો છોડ ઘરે ઉગાડવાથી થાય છે અનેક ફાયદા
આજનું રાશિફળ તારીખ : 19-09-2024

આ દરમિયાન ઈડર-અંબાજી સ્ટેટ હાઈવે પર રસ્તો બ્લોક કરીને LCBએ એક ગ્રે રંગની કાર રોકીને તલાશી લેતા તેમાંથી ચાર શખ્શો મળી આવ્યા હતા. જેમની પાસે ચોરી કરવા માટેના હથીયારો હતા. LCB પોલીસની ટીમે પૂછપરછ હાથ ધરતા જ આરોપીઓએ ખેડબ્રહ્માંની 15 લાખ રુપિયાની મોટી ચોરીનો ભેદ ઉકેલાયો હતો. આ ઉપરાંત વિજાપુરમાં 13 લાખ રુપિયાની ચોરી થઈ હોવાનો ભેદ પણ ઉકેલાયો હતો. આમ 6 જેટલી ચોરીઓના ભેદ આરોપીઓએ ઉકેલ્યા હતા. જેમાં એક ચોરી મહારાષ્ટ્રના અકોલામાં અને અન્ય પાંચમાંથી મહેસાણાના વિજાપુર વિસ્તારમાં 3 તેમજ બે ખેડબ્રહ્મા વિસ્તારમાં ચોરીઓ કરી હોવાનુ કબૂલ કર્યુ હતુ. પોલીસે આરોપી ગેંગને ઝડપી લઈને કોર્ટમાં રજૂ કરીને 5 દિવસના રિમાન્ડ મેળવ્યા છે. આમ પોલીસને હજુ વધુ ગુનાનો ભેદ ઉકેલાય એવી આશા છે.

ગેંગ પાસેથી ચોરીના 20 લાખના દાગીના મળ્યા

SP વિજય પટેલે મીડિયાને વિગતો આપતા બતાવ્યુ હતુ કે,  આરોપીઓની મોડસ ઓપરેન્ડી એવી હતી કે, દિવસના સમયે આરોપીઓ ભૂંડ પકડવાના બહાને વિસ્તારમાં આવતા હતા. જે દરમિયાન રેકી કરી લઈને બંધ મકાનને નિશાન બનાવવાનો પ્લાન બનાવતા હતા. પોલીસે આરોપીઓએ કબૂલાત કર્યા મુજબ તેમના ઘરે જઈ તલાશી લેતા ઘરમાં સંતાડી રાખેલ 20.23 લાખ રુપિયાના સોના અને ચાંદીના દાગીના હાથ લાગ્યા હતા. આમ મોટા પ્રમાણમાં દાગીના રિકવર કરવામાં સફળતા મળી હતી. જ્યારે 2 લાખ રુપિયા રોકડ પણ મળી આવી હતી.

આરોપીએ પોતાની પત્નિના બેંક ખાતામાં 7 લાખ રુપિયા જમા કર્યા હતા. એ રકમને લઈ પોલીસે હવે બેંક એકાઉન્ટને હાલમાં સ્ટોપ કરાવેલ છે. આમ પોલીસને મોટા પ્રમાણમાં ચોરીની રકમ અને ઘરેણા પરત મેળવવામાં સફળતા મળી છે. LCBની ટીમે હજુ ગેંગના વધુ 2 આરોપીને ઝડપી લેવા માટે તપાસ શરુ કરી છે. ઝડપાયેલા ચાર પૈકીના ત્રણ જણા સામે અગાઉ 41 ગુનાઓ નોંધાયેલા છે. તેઓએ અમદાવાદ, વડોદરા, જામનગર, પાટણ અને મહારાષ્ટ્રમાં ચોરી આચરી હતી અને જેમાં તેઓ અગાઉ પોલીસે ઝડપ્યા હતા. આમ PI એજી રાઠોડ અને PSI એસજે ચાવડા તથા એલપી રાણાની ટીમે નામચીન ગેંગને ઝડપી લેવામાં સફળતા મેળવી હતી.

ઝડપાયેલા આરોપી

  1. લખનસિંગ કિરપાલસિંગ સરદાર. રહે. બાલાજી સોસાયટી મકાન નંબર 32, વાવ સતલાસણા જિ. મહેસાણા
  2. સતનામસિંગ પ્રતાપસિંગ બાવરી. રહે. સેદલાણા તા. મેરખ જિ. બુઢલાણા, મહારાષ્ટ્ર ( હાલ રહે લખનસિંહના ઘરે)
  3. સતપાલસિંગ કિરપાલસિંગ સરદાર રહે. બાલાજી સોસાયટી મકાન નંબર 32, વાવ સતલાસણા જિ. મહેસાણા
  4. મલિન્દરસિંગ કિરપાલસિંગ સરદાર રહે. બાલાજી સોસાયટી મકાન નંબર 32-33, વાવ સતલાસણા જિ. મહેસાણા

પકડવાના બાકી આરોપી

  1. સોનીયાકૌર લખનસિંગ સરદાર રહે. બાલાજી સોસાયટી મકાન નંબર 32, વાવ સતલાસણા જિ. મહેસાણા
  2. કિરણકૌર સતપાલસિંગ સરદાર રહે. બાલાજી સોસાયટી મકાન નંબર 33, વાવ સતલાસણા જિ. મહેસાણા

આ પણ વાંચોઃ  IND vs WI: ભારતે પ્રથમ બેટિંગ કરતા વેસ્ટ ઈન્ડિઝ સામે 153 રનનુ લક્ષ્ય રાખ્યુ, તિલક વર્માની શાનદાર અડધી સદી

સાબરકાંઠા સહિત  ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

Published On - 10:21 pm, Sun, 6 August 23

Next Article