હિંમતનગરમાં પરશુરામ ભગવાનની રાજ્યની સૌથી ઉંચી પ્રતિમાનુ નિર્માણ કરાશે, સીઆર પાટીલે કર્યુ ખાતમુર્હત

|

Oct 04, 2022 | 10:48 PM

ભાજપ પ્રદેશ અધ્યક્ષ સીઆર પાટીલે (CR Patil) ખાતમુર્હત કરતા પરશુરામ ભગવાનની પ્રતિમાના નિર્માણ કાર્ય માટે 11 લાખ રુપિયાનુ દાન જાહેર કર્યુ હતુ. તેમની એક અપિલ પર ત્રણ મિનિટમાં 65 લાખ રુપિયાનુ દાન જાહેર થઈ ગયુ હતુ.

હિંમતનગરમાં પરશુરામ ભગવાનની રાજ્યની સૌથી ઉંચી પ્રતિમાનુ નિર્માણ કરાશે, સીઆર પાટીલે કર્યુ ખાતમુર્હત
CR Patil એ ખાતમૂર્હત કરી 11 લાખ દાન આપ્યુ

Follow us on

સાબરકાંઠા જિલ્લાના હિંમતનગર શહેરની મધ્યમાં પરશુરામ ભગવાન (Lord Parashuram) ની વિશાળ પ્રતિમાનુ નિર્માણ કરવામાં આવશે. સ્થાનિક બ્રહ્મસમાજ દ્વારા વિશાળ પ્રતિમા નિર્માણ કરવા માટેનુ આયોજન કરવામાં આવ્યુ હતુ. જેનુ ખાતમુર્હત ભારતીય જનતા પાર્ટી (Bharatiya Janata Party) ના પ્રદેશ અધ્યક્ષ સીઆર પાટીલ (CR Patil) ના હસ્તે કરવામાં આવ્યુ હતુ. આ દરમિયાન ટાવર ચોક વિસ્તારમાં આવેલા બગીચા અને ટાવરચોકથી જૂની જિલ્લા પંચાયત થઈને છાપરીયા ચાર રસ્તા સુધીના માર્ગનુ નામ ભગવાન પરશુરામ પાર્ક અને માર્ગ તરીકેનુ નામકરણ સીઆર પાટીલના હસ્તે કરવામાં આવ્યુ હતુ.

હિંમતનગરમાં ગુજરાતની સૌથી ઊંચી ભગવાન પરશુરામની પ્રતિમા નું નિર્માણ કરવામાં આવનાર છે. 25 ફૂટ જેટલી ઊંચાઇ ધરાવતી આ પ્રતિમાનું નિર્માણ કરવા માટે બ્રહ્મ સમાજ દ્વારા આયોજન હાથ ધરવામાં આવ્યુ છે. પ્રદેશ ભાજપ અઘ્યક્ષે ખાતમુર્હત અને નામકરણ કાર્યક્રમમાં હાજરી આપવા સાથે લોકોને દાન માટે અપીલ કરી હતી. જેથી ખૂબજ સુંદર પ્રતિમા તૈયાર કરવામાં આવે. આ માટે પ્રથમ તબક્કામાં 65 લાખ રુપિયાની દાન માત્ર મિનિટોમાં જ એકઠુ કરી લેવામાં આવ્યુ હતુ.

ત્રણ મિનિટમાં 65 લાખ રુપિયા

સીઆર પાટીલે સ્થાનિક આગેવાનો રાજકીય નેતાઓ અને બ્રહ્મ સમાજના અગ્રણીઓ અપીલ કરી હતી. જે માટે શરુઆત પોતાના નામથી કરી હતી. જેમાં માત્ર ત્રણ થી ચાર મિનિટમાં જ 65 લાખ રૂપિયાનુ દાન મેળવવામાં આવ્યુ હતુ. જેમાં સાબરકાંઠાના સાંસદ દીપસિંહ રાઠોડે અઢી લાખ, અન્ન અને નાગરીક પૂરવઠા પ્રધાન ગજેન્દ્રસિંહ પરમારે 5.51 લાખ, બાબુભાઈ પુરોહિત અને પ્રફુલ વ્યાસે 5-5 લાખ રુપિયા, ગુજરાત પ્રદેશ ભાજપ સોશિયલ મીડિયા કન્વીનર સિદ્ધાર્થ પ્રફુલભાઈ પટેલે 2.51 લાખ રુપિયા અને પ્રદેશ મીડિયા કન્વીનર યજ્ઞેશ દવેએ 2.51 લાખ રુપિયા. સાબરડેરીના ચેરમેન શામળભાઈ પટેલે 5.51 લાખ રુપિયા, ભાજપ જિલ્લા પ્રમુખ જેડી પટેલે 1.51 લાખ રુપિયા, ગોપાલસિંહ રાઠોડે 2.51 લાખ રુપિયા, મોડાસાના ભીખુસિંહ પરમારે અતુલ દિક્ષીત, અશ્વિન ભટ્ટ અને જિગ્નેશ જોષીએ એક એક લાખ રુપિયાનુ દાન જાહેર કર્યુ હતુ.

આજનું રાશિફળ તારીખ : 04-05-2024
મુકેશ અંબાણીનું Jio 28 દિવસ આપશે ફ્રી કોલિંગ સાથે એકસ્ટ્રા ડેટા, આ છે પ્લાન
કથાકાર જયા કિશોરીએ જણાવી ડાર્ક સર્કલ ઘટાડવાની સરળ રીત, તમે પણ જાણી લો
IPL 2024માં ચમકી ક્રિકેટર પૃથ્વી શૉની ગ્લેમરસ ગર્લફ્રેન્ડ, જુઓ તસવીર
રાજધાની..શતાબ્દી જ નહીં, જ્યારે આ ટ્રેન પાટા પર દોડે છે ત્યારે વંદે ભારત પણ અટકી જાય છે
આ કોમેડિયન માત્ર હસાવવા માટે લે છે 5 કરોડ રુપિયા

પાટીલે 11 લાખ રુપિયા દાન આપ્યુ

સીઆર પાટીલે પોતે પણ 11 લાખ રૂપિયા પરશુરામની પ્રતિમા બનાવવા માટે આપ્યા હતા. સીઆર પાર્ટીલે બ્રહ્મ સમાજને લઈ કેટલીક વાતો પણ વાગોળી હતી બ્રહ્મ સમાજનું સમાજમાં મહત્વ અંગે પણ વાતો કરી હતી. તેઓએ પોતાની કુળદેવી માતા રેણુંકા માતાની વાત પણ અહીં કરી હતી. તેઓએ પરશુરામ ભગવાનની પ્રતિમા નિર્માણ પામી રહી હોઈ અન્ય કાર્યક્રમોને પણ પાછળ કરી દીધા હોવાનુ જણાવ્યુ હતુ. રાજકારણમાં પણ બ્રાહ્મણોનુ સ્થાન અંગે પણ વાતો કરી હતી. તેઓએ કહ્યુ હતુ કે આ સમાજે અન્ય સમાજ સાથે સંબંધો વડે પોતાના સમાજમાંથી વિધાનસભામાં જનપ્રતિનિધીઓને મોકલ્યા હોવાનુ કહ્યુ હતુ.

 

 

Published On - 8:04 pm, Tue, 4 October 22

Next Article