Dharoi Dam: ધરોઈ ડેમમાં નવી આવક નોંધાઈ, ભયજનક સપાટીથી જાણો કેટલી દૂર છે વર્તમાન જળ સપાટી

|

Jul 19, 2023 | 9:22 AM

North Gujarat Dam Water Level: સાબરકાંઠા અને ઉપરવાસ વિસ્તારને પગલે સાબરમતી અને તેની ઉપનદીઓમાં પાણીની નવી આવકો નોંધાઈ હતી. જેને લઈ ધરોઈ ડેમમાં પાણીની નવી આવક નોંધાઈ છે.

Dharoi Dam: ધરોઈ ડેમમાં નવી આવક નોંધાઈ, ભયજનક સપાટીથી જાણો કેટલી દૂર છે વર્તમાન જળ સપાટી
Dharoi Dam Water Level

Follow us on

ઉત્તર ગુજરાતમાં મંગળવારે વરસાદી માહોલ જામ્યો છે. વિસ્તારમાં હળવા થી ભારે વરસાદી ઝાપટા વરસ્યા છે. ઉત્તર ગુજરાતના જિલ્લાઓમાં સાબરકાંઠા જિલ્લામાં સૌથી વધારે વરસાદ મંગળવારે નોંધાયો હતો. જ્યારે પાટણ અને બનાસકાંઠા વિસ્તાર કોરા રહ્યા હતા. સાબરકાંઠા અને ઉપરવાસ વિસ્તારને પગલે સાબરમતી અને તેની ઉપનદીઓમાં પાણીની નવી આવકો નોંધાઈ હતી. જેને લઈ ધરોઈ ડેમમાં પાણીની નવી આવક નોંધાઈ છે.

ધરોઈ ડેમની સપાટી હવે ધીરે ધીરે રુલ લેવલ તરફ આગળ વધી રહી છે. સંપૂર્ણ છલોછલ ડેમ ભરાયેલો રહે એ માટે ખેડૂતો દરેક ચોમાસે પ્રાર્થના કરતા હોય છે. આ વર્ષે ફરી એક વાર ધરોઈ ડેમ છલકાઈ જશે એવી આશા ખેડૂતોના મનમાં રહેલી છે. ધરોઈ ડેમમાં જૂન માસથી આવકમાં સતત વધારો થઈ રહ્યો છે. જેને લઈ ધરોઈ ડેમનો જળસંગ્રહ રાહત ભર્યો છે.

ધરોઈ ડેમમાં વહેલી સવારથી આવક શરુ

સાબરમતી નદીમાં સવારથી જ આવક નોંધપાત્ર આવક શરુ થઈ હતી. સાબરકાંઠા અને ઉપરવાસ રાજસ્થાન વિસ્તારમાં વરસાદને લઈ સાબરમતી નદી અને તેની ઉપનદીઓમાં પાણીની આવક થઈ હતી. સેઈ અને પનારી નદી ઉપરાંત હરણાવ નદીમાં પણ પાણીની આવક થઈ હતી. આ નદીઓના પાણી સાબરમતી નદીમાં ભળતા હોવાને લઈ ધરોઈ ડેમમાં નવી આવકમાં વધારો થયો હતો.

Neeraj Chopra Marriage : ઓલિમ્પિક ચેમ્પિયને આ છોકરી સાથે લીધા 7 ફેરા
અજય દેવગનની કો-સ્ટારે આ 7 બિકીની ફોટાથી મચાવી ધમાલ
Pitra Dosh Mantra : પિતૃદોષ દૂર કરવા માટે કયા મંત્રનો જાપ કરવો જોઈએ?
Jio લાવ્યું 31 દિવસનો સસ્તો પ્લાન ! રોજ મળશે 1.5GB ડેટા, કિંમત માત્ર આટલી
Money Plant Vastu Tips : મની પ્લાન્ટ પાસે ભૂલથી પણ આ વસ્તુ ન રાખો, નહીતર આવશે ગરીબી !
Iskcon Temple : ઇસ્કોન મંદિરનો રંગ હંમેશા સફેદ કેમ હોય છે?

વહેલી પરોઢે ધરોઈ ડેમની પાણીની આવક માત્ર 1342 ક્યુસેક હતી. જે સવારે પાંચ કલાકે વધીને 4305 ક્યુસેક થઈ હતી. ત્યાર બાદ સવારે છ કલાકે આ આંકડો વધીને 6811 ક્યુસેક નોંધાયો હતો. સવારે 8 કલાક સુધી સતત આ આવક નોંધાઈ રહી હતી. જેને લઈ સાબરમતીના જળસંગ્રહમાં આંશીક વધારો થયો હતો. મંગળવારે સવારે 5 કલાકે ધરોઈનો સંગ્રહ 70.80 ટકા નોંધાયો હતો. જે બુઘવારે સવારે 5 કલાકે 71.35 ટકા નોંધાયો હતો.

રુલ લેવલથી આટલે દૂર હાલની જળસપાટી

રાહતની વાત છે કે, ધરોઈ ડેમની સપાટી હવે રુલ લેવલ તરફ આગળ વધી રહી છે. રુલ લેવલ 618.04 ફુટ છે અને હાલની જળ સપાટી 614.23 ફુટ થઈ ચુકી છે. આમ ધરોઈ ડેમની જળ સપાટી હવે રુલ લેવલથી થોડેક દૂર હોવાથી જો રાજસ્થાન અને ઉત્તર ગુજરાતમાં એક સારો રાઉન્ડ વરસાદનો આવતા જ સાબરમતી નદીમાં પાણી છોડવાની સ્થિતી સંભવી શકે છે. રુલ લેવલ પર જળ સપાટી પહોંતચા જ ડેમના દરવાજા ખોલવા અંગે નિર્ણય લેવામાં આવતો હોય છે. જોકે ડેમની મહત્તમ સપાટી 622.04 ફુટ છે. જ્યાં સુધી પહોંચતા ઉત્તર અને મધ્ય ગુજરાતના ખેડૂતો અને પીવાના પાણીની સમસ્યામાં મોટી રાહત સર્જાઈ શકે છે.

ધરોઈ ડેમની વર્તમાન સ્થિતી

  • હાલની સપાટી-614.23
  • રુલ લેવલ-618.04
  • મહત્તમ સપાટી-622.04
  • હાલની જળસંગ્રહ સ્થિતી-71.67

નોંધાયેલ નવી આવક

  • સવારે 5.00 કલાકે 4305 ક્યુસેક
  • સવારે 6.00 કલાકે 8611 ક્યુસેક
  • સવારે 7.00 કલાકે 8611 ક્યુસેક
  • સવારે 8.00 કલાકે 8611 ક્યુસેક
  • સવારે 9.00 કલાકે 8611 ક્યુસેક

દાંતીવાડા ડેમની વર્તમાન સ્થિતી

બનાસકાંઠા જિલ્લામાં આવેલ દાંતીવાડા ડેમમાં 1234 ક્યુસેક આવક નોંધાઈ રહી છે. બનાસકાંઠા જિલ્લામાં મંગળવારે વરસાદ નોંધાયો નહોતો. રાજસ્થાન વિસ્તારમાં વરસાદને લઈ આંશિક આવક બનાસ નદીમાં થઈ રહી છે. જેને લઈ હાલમાં મર્યાદીત આવક દાંતીવાડા ડેમમાં મંગળવાર સવારે 10 વાગ્યાથી જળવાઈ રહી છે. મંગળવારે બપોરે 12 કલાક થી રાત્રીના 10 કલાક સુધી 1906 ક્યુસેક આવક નોંધાઈ હતી. દાંતીવાડા ડેમની વર્તમાન જળ સપાટી રુલ લેવલની અત્યંત નજીક છે. હાલની જળસપાટી 182.23 મીટર છે અને રુલ લેવલ 182.50 મીટર છે. જ્યારે મહત્તમ સપાટી 184.10 મીટર છે. વર્તમાન જળજથ્થો 83.39 ટકા બુધવારે સવારે 8 કલાકે નોંધાયો છે.

આ પણ વાંચો : Gujarat Video: હિંમતનગરમાં ડોક્ટર ગર્ભ પરિક્ષણ કરતા ઝડપાયો, 572 કિમી દૂરથી આવેલી ટીમે છટકુ સફળ કર્યુ

 સાબરકાંઠા સહિત ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

Published On - 8:30 am, Wed, 19 July 23

Next Article