USA ગેરકાયદેસર જવાની ઘેલછામાં પાસપોર્ટ એજન્ટને આપ્યા બાદ પોલીસને ગેરમાર્ગે દોરતા 4 સામે ફરિયાદ

|

Aug 13, 2023 | 11:50 AM

હિંમતનગર પોલીસે શહેરના રામબાગ સોસાયટીમાં રહેતા ચાર શખ્શો સામે ફરિયાદ નોંધીને તપાસ શરુ કરી છે. એક જ પરિવારના ચારેય લોકોએ ખોટી વિગતો અને ખોટા દસ્તાવેજ અને સોગંદનામા રજૂ કરીને પોલીસને પાસપોર્ટ ગૂમ થયા હોવા અંગે ખોટી માહિતી આપી હતી.

USA ગેરકાયદેસર જવાની ઘેલછામાં પાસપોર્ટ એજન્ટને આપ્યા બાદ પોલીસને ગેરમાર્ગે દોરતા 4 સામે ફરિયાદ
હિંમતનગર પોલીસે 4 સામે ફરિયાદ નોંધી

Follow us on

વિદેશ જવાની ઘેલછામાં લોકો કંઈ પણ કરવા માટે તૈયાર હોય છે. પોતાના જીવને જોખમમાં મુક્યા કિસ્સા પણ અનેકવાર સામે આવ્યા છે, તો જેલના સળીયા ગણવાનો સમય પણ અનેક લોકોએ જોવા પડ્યો છે. આવો જ એક કિસ્સો હવે હિંમતનગરમાં નોંધાયો છે. જ્યાં હવે એક પરિવારના ચાર સભ્યોને વિદેશનુ સપનુ પુરુ થાય એ પહેલા હવે જેલ યાત્રા કરવી પડી શકે છે. હિંમતનગર શહેરના એ ડિવિઝન પોલીસ સ્ટેશનમાં નોંધાયેલી એક ફરિયાદ મુજબ એક જ પરિવારના 6 સભ્યોના પાસપાર્ટ ગુમ થયા હોવાની ખોટી વિગતો પોલીસ સમક્ષ રજૂ કર્યાનુ સામે આવ્યુ છે.

હિંમતનગર પોલીસે હવે શહેરના રામબાગ સોસાયટીમાં રહેતા ચાર શખ્શો સામે ફરિયાદ નોંધીને તપાસ શરુ કરી છે. એક જ પરિવારના ચારેય લોકોએ ખોટી વિગતો અને ખોટા દસ્તાવેજ અને સોગંદનામા રજૂ કરીને પોલીસને ખોટી માહિતી આપી હતી. આ માટે પોલીસે ગૂમ પાસપોર્ટની તપાસ શરુ કરીને આરોપીઓની ધરપકડ કરવા માટે કાર્યવાહી શરુ કરી છે.

ઘર સાફ કર્યુને એક જ સપ્તાહમાં ફરિયાદ

ગત જૂન માસની શરુઆતે પોલીસને નરેશ ઘનશ્યામભાઈ પટેલે એક અરજી આપી હતી. આ અરજીમાં જણાવ્યુ હતુ કે તેમના પરિવારના 6 પાસપોર્ટ ગૂમ થયા છે. તેમના ઘરમાં સાફ સફાઈનુ કામ કરવામાં આવ્યુ હતુ. આ દરમિયાન તેમના પાસપોર્ટ ક્યાંક મુકાઈ ગયા કે ખોવાઈ ગયા હોવાને લઈ તે મળી શક્યા નહોતા. આ પાસપોર્ટ એક પર્સમાં રાખેલ હતા અને તે તમામ પાસપોર્ટ ભરેલ પર્સ જ ખોવાઈ ગયુ હતુ.

'કાચા બદામ ગર્લ' અંજલિ અરોરા માટે દિવાળી હતી પીડાદાયક, ખુદ જણાવી ઘટના
IPL Mega Auction : આ ટીમ રૂપિયા ખર્ચવામાં નંબર-1
IPL 2025 Auction : જાણો ક્યાં મફતમાં ઓક્શન લાઈવ જોઈ શકાશે
કાજોલે આ કારણથી શાહરૂખ ખાનની ફિલ્મ કરી હતી રિજેક્ટ, બાદમાં એશ્વર્યાને મળ્યો રોલ
સૌથી સસ્તી Tata Car ની કાર કેટલાની આવે ? જાણો તેની કિંમત
Green onion : લીલી ડુંગળીમાં કયું વિટામિન હોય છે, તેને ખાવાથી શું ફાયદા થાય છે?

એક સપ્તાહ અગાઉ જ ઘરમાં સાફ સફાઈ કરાઈ હતી અને એ દરમિયાન જ પાસપોર્ટ ગૂમ થયાની ફરિયાદ કરવા માટે નરેશ પટેલ પહોંચ્યા હતા. આમ તો પોલીસને આ વાત પરથી જ શરુઆતમાં શંકા ગઈ હતી. પરંતુ પોલીસે તેમની ફરિયાદ આધારે તપાસની શરુઆત કરી હતી અને તમામ પોલીસ મથકોને પણ પાસપોર્ટ નંબર અને તેની વિગતો સાથે માહિતી મોકલવામાં આવી હતી.

અમેરિકા જવા પાસપોર્ટ આપ્યા હતા

ઘરમાં સાફ સફાઈ કર્યાના અઠવાડીયામાં જ પાસપોર્ટ ગૂમ થયાની ફરિયાદ કરવાની ઉતાવળ દર્શાવતા આ અંગેની શંકા રાખીને પોલીસે તપાસ શરુ કરી હતી. આ દરમિયાન જ પોલીસને એ વાત જાણમાં આવી હતી કે, પાસપોર્ટ હકિકતમાં અમેરિકા જવા માટે થઈને ગાંધીનગરના એજન્ટ રાજન પટેલને આપ્યા હતા. ગેરકાયદેસર વીઝા મેળવીને અમેરિકા જવા માટે થઈને આ પાસપોર્ટ 8 માસ અગાઉ આપેલ હોવાનુ પોલીસ તપાસમાં સામે આવ્યુ હતુ.

કોની સામે નોંધાઈ ફરિયાદ

  1. નરેશ ઘનશ્યામભાઈ પટેલ
  2. કિંજલ ઘનશ્યામભાઈ પટેલ
  3. નીતિન ઘનશ્યામભાઈ પટેલ
  4. ભુમી નીતિનભાઈ પટેલ

તમામ રહે B/39 રામબાગ સોસાયટી, સહકારી જીન રોડ, હિંમતનગર. જિ. સાબરકાંઠા

 

આ પણ વાંચોઃ  Aravalli: અમદાવાદના નરોડાથી ધનસુરા સ્ટેટ હાઈવે ફોર લાઈન થશે, CM ભૂપેન્દ્ર પટેલે કહ્યુ-શામળાજી યાત્રાળુઓને મોટો ફાયદો થશે

સાબરકાંઠા સહિત ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

Published On - 11:49 am, Sun, 13 August 23

Next Article