કોરોના સહાયના નામે કાગળીયા મેળવી લોનથી ટ્રેકટરો ખરીદી બારોબાર વેચી દેવાયા, પોલીસે ઝડપ્યો આરોપી

|

Nov 19, 2022 | 5:40 PM

સાબરકાંઠા એસપી દ્વારા એક એસઆઈટીની રચના કરવામાં આવી છે. જે ટીમ દ્વારા ટ્રેક્ટર કૌભાંડની તપાસ હાથ ધરવામાં આવી છે. પોલીસ આ દરમિયાન વધુ આરોપીઓને ઝડપી લેવા કાર્યવાહી શરુ કરાઈ છે.

કોરોના સહાયના નામે કાગળીયા મેળવી લોનથી ટ્રેકટરો ખરીદી બારોબાર વેચી દેવાયા, પોલીસે ઝડપ્યો આરોપી
એસપી દ્વારા એસઆઈટીની રચના કરવામાં આવી છે

Follow us on

સાબરકાંઠા જિલ્લાના ઇડર વિસ્તારમાં ટ્રેકટરની લોન લઈ ટ્રેકટરની વેચી દેવાનું કૌભાંડ સામે આવ્યું છે. ઇડર પોલીસે પાંચ શખ્સો સામે ફરિયાદ નોધી તપાસ હાથ ધરી છે. ખેડૂતોને ટ્રેકટર ની ખરીદી પર સરકાર દ્વારા સહાય અને રાહત મળતી હોય છે. જેમાં કૌભાંડ આચરવામાં આવતા હોય છે. અને તેના કિસ્સા અવર નવાર સામે આવતા હોય છે. પરંતુ સાબરકાંઠામાં તેવો એક કિસ્સો સામે આવ્યો છે કે જેમાં રાહત નહિ પરંતુ નવા ટ્રેકટરની ખરીદી બોગસ લોન વડે કરીને લોન ની રકમ જ ચાઉ કરી લેવાની છેતરપિંડી આચરવામાં આવી છે.

લોનથી મેળવેલ નવા ટ્રેકટરને અન્ય જિલ્લામાં બરોબર વેચી દઈ તે રકમ પણ મેળવી લેવામાં આવતી આમ છેતરપિંડી પર છેતરપિંડી ટ્રેકટર નું વેચાણ કરનારા શો રૂમમાં જ આચર્યાનું સામે આવ્યું છે. જોકે સૌથી ચોંકાવનારી વાત છે કે આ લોન મોટા ભાગના લોકોને કોરોના અંગેની સહાય ના ફોર્મ હોવાના બહાને કાગળિયા મેળવી ખેડૂતો ના નામે કૌભાંડ આચર્યું છે.

DySP એ શુ કહ્યુ

આ અંગે ઈડર ડીવાયએસપી સ્મીત ગોહિલએ Tv9 સાથે વાતચીત દરમિયાન કહ્યુ હતુ કે, આ અંગેની ફરીયાદ નોંધીને તપાસ હાથ ધરવામાં આવી છે. આ માટે SP વિશાલકુમાર વાઘેલા દ્વારા એક SIT નુ ગઠન કરવામાં આવ્યુ છે. જેમાં એક પીઆઈને જેના ઈન્ચાર્જ બનાવીને તપાસ શરુ કરવામાં આવી છે. ફરીયાદમાં દર્શાવેલ સિવાય વધુ કેટલા આરોપીઓ સંડોવાયેલા છે તેની પણ તપાસ શુ કરવામાં આવી છે. દરમિયાન એક આરોપીને ઝડપી લેવામાં આવ્યો છે.

મુકેશ અંબાણીએ એક જ દિવસમાં 43,000 કરોડ રૂપિયા ગુમાવ્યા, આ છે મોટું કારણ
20 વર્ષમાં 15% થી વધુ રિટર્ન આપનારા 10 Mutual Fund
ઉનાળામાં ચા પીધા પહેલા કે પછી પાણી પીવાથી શું થાય છે? જાણી લો
SBI આપી રહી છે સૌથી સસ્તી કાર લોન, જાણો 8 લાખની લોન પર કેટલી EMI આવશે?
ઉનાળાની કાળઝાળ ગરમીમાં છોડને હીટસ્ટ્રોકથી બચાવવા અપનાવો આ ટીપ્સ
Home Loan લીધા વગર ખરીદી શકશો 60 લાખનો ફ્લેટ, કરો આટલા હજારની SIP

તપાસ માટે SIT ની રચના કરી

ઇડર પોલીસે ઘટના અંગે ઇડર અને હિંમતનગરના ખાનગી કંપનીના ટ્રેકટર હાઉસ ના જવાબદાર માણસ સામે ફરિયાદ નોધી છે. જેમાં શો રૂમ દ્વારા અપૂરતા દસ્તાવેજ વડે ખાનગી ફાઇનાન્સ કંપની ની પાસેથી લોન મેળવી લેવાઈ હતી. પરંતુ ફાઇનાન્સ કંપનીની આરસી બુક જેવા દસ્તાવેજો ટ્રેકટર પાર્સિંગ થયા બાદ પણ નહિ મળતાં શંકા ગઈ હતી. તો બીજી તરફ લોનની રકમના હપ્તા પણ જમા નોતા થઈ રહ્યા હતા. જેને લઇ ફાઇનાન્સ કંપનીએ પ્રાથમિક તપાસ શરૂ કરી હતી જેમાં લોનથી ટ્રેકટર ખરીદી મૂળ ખેડૂતને અજાણ રાખી અન્ય જિલ્લામાં બરોબર 177 ટ્રેકટર વેચી દેવા હોવાનું સામે આવ્યું હતું. આમ ૮.૨૦ કરોડ રૂપિયાની અંદાજિત રકમ નો કૌભાંડ આચર્યું હતું.

જિલ્લા પોલીસ દ્વારા આ અંગે એક તપાસ ટીમનું ઘટના કરવામાં આવ્યું છે. ટીમ માં એક પીઆઈ ઉપરાંત 2 પીએસાઈને પણ સામેલ કરવામાં આવ્યા છે. ટીમ દ્વારા પાર્થ ચૌધરી નામ એક શખ્સ ધરપકડ કરી લેવામાં આવી છે. જેની પૂછપરછ દ્વારા અન્ય કેટલા શખ્સો આ કૌભાંડ માં સામેલ છે તેની કડીઓ મેળવામાં આવી રહી છે.

 

 

 

Published On - 5:30 pm, Sat, 19 November 22

Next Article