સાાબરકાંઠા ના હિંમતનગર નજીક આાવેલી સાબરડેરી દ્વારા વધુ એક વાર અમૂલ ઘીના ભાવમાં વધારો કરવામાં આવ્યો છે. વર્ષ 2023માં બીજી વાર ભાવ વધારો કરવાં આવ્યો છે. આ પહેલા ફેબ્રુઆરીની શરુઆત ભાવ વઘારો કરવામાં આવ્યો હતો. આ પહેલા અગાઉના વર્ષમાં 8 વખત શુદ્ધ ઘીના ભાવમાં વધારો થયો હતો. આમ નવા વર્ષમાં ઘીના ભાવમાં વઘારો સાબરડેરી દ્વારા કરવામાં આવ્યો છે. સતત વધતા ભાવો વચ્ચે હવે 15 કિલોગ્રામનુ ટીન 10 હજારને પાર કરી ચુક્યુ છે. જ્યારે પ્રતિકિલોનો ભાવ હવે 700ની નજીક પહોંચવા તરફ છે.
હાલમાં પશુપાલનની નિભાવણી કરવીએ ખૂબ જ ખર્ચાળ થઈ રહી છે. સાથે જ ગરમીના પ્રમાણમાં વધારો જેમ જેમ ઉનાળાની શરુઆતે થઈ રહી છે, એમ દૂધની આવકોમાં ઘટાડો થશે. આવી સ્થિતીમાં દૂધની બનાવટો ખર્ચાળ બનતી જતી હોય છે. આમ હજુ ઉનાળા દરમિયાન કોઈ જ રાહત ઘી કે દૂધની બનાવટોમાં મળી શકે એમ લાગી રહ્યુ નથી.
#AMUL hikes prices of ghee by Rs.28 per kg & Rs. 420 per tin #pricehike #Gujarat #TV9News pic.twitter.com/Ksw9vLKGHO
— Tv9 Gujarati (@tv9gujarati) March 1, 2023
આ પહેલા પણ ફેબ્રુઆરી માસમાં સાબરડેરી દ્વારા ભાવ વધારો કરવામાં આવ્યો હતો. ગત 4 ફેબ્રુઆરીએ સાબરડેરીએ ભાવ વધારો કર્યો હતો, ત્યાર બાદ માત્ર 25 દિવસના સમયગાળામાં ફરી એકવાર ભાવ વધારો કર્યો છે. જે વખતે અગાઉ 15 કિલોનો ભાવ 9615 રુપિયા થયો હતો. જ્યારે પ્રતિકિલોનો ભાવ 641 રુપિયા ભાવ વધારો કર્યો હતો. આમ હવે નવા ભાવવધારાને લઈ પ્રતિકિલો દીઠ શુદ્ધ ઘીનો ભાવ સાડા છસ્સોથી વધીને 700 તરફ આગળ વધ્યો છે.
નવા ભાવપ્રમાણે શુદ્ધ ઘીનો 15 કિલોનો ટીન 10035 રુપિયાના ભાવે મળશે. જ્યારે પ્રતિ કિલોનો ભાવ 669 રુપિયા રહેશે. નવા ભાવ પ્રમાણે મૂળ કિંમત 8809 રુપિયા પર જીએસટી 1057 રુપિયા અને તેમાં મંડળી માર્જીન 168 રુપિયા ઉમેરી ગ્રાહકને માટે પ્રતિ 15 કિલોના ટીનની કિંમત નક્કી કરવામાં આવતી હોય છે. જે હવે ટેક્ષ અને માર્જીન સાથે 15 કિલોગ્રામનો ડબ્બો 10035 રુપિયાના ભાવે મંડળીઓને આપવામાં આવશે.
અગાઉ ના વર્ષ દરમિયાન સાબરડેરી દ્વારા અમુલ ઘીના છૂટક ઘીના ભાવમાં વધારો 8 વાર કરવામાં આવ્યો હતો. સતત વધતા દૂધના ભાવો વચ્ચે હવે ઘીના ભાવમાં વધારો કરવામાં આવ્યો છે. પશુપાલકોને પશુઓને માટે માવજત કરવી ખર્ચાળ થઈ રહી છે અને જેને લઈ હવે દૂધનુ ઉત્પાદન મોંઘુ થઈ રહ્યુ છે. સાબરકાંઠા અને અરવલ્લી જિલ્લાની દૂધ મંડળીઓ દ્વારા સાબરડેરી દુધનુ સંપાદન કરે છે.
Published On - 10:28 am, Wed, 1 March 23