
સાબરકાંઠા જિલ્લામાં આ વર્ષે મોટા પ્રમાણમાં મેઘમહેર થઈ છે જેને લઈને હિમતનગરના ખાપરેટા પાસે જંગલ વિસ્તારમાં ઝરણાઓ વહેવા લાગતા પાણીનો ધોધ સક્રિય થઈ ગયો હતો, વરસાદ બાદ લીલાછમ જંગલમા વહેતું ઝરણું નયનરમ્ય લાગી રહ્યું હતું. ખાપરેટાના જંગલ માર્ગ પર ઠેર ઠેર નાના નયન રમ્ય ઝરણા ડુંગરા પરથી વહી રહ્યા છે જેને લઈને જંગલનો નજારો જ કઈંક અલગ થઈ ગયો છે. આ માર્ગ પરથી પસાર થતા લોકો ચુકતા નથી વહેતા ઝરણાનો નજારો જોવા માટે.
Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો