Sabarkantha : માર્કેટ યાર્ડમાં હવે ઘઉંની આવક શરૂ, પોષક ભાવ મળતા ખેડૂતો ખુશ-ખુશાલ

|

Mar 20, 2021 | 10:55 AM

ચાલુ વર્ષે ઘઉંનુ વાવેતર સારા પ્રમાણમાં થયુ હતુ, જેથી ઉત્પાદન પણ વિપુલ પ્રમાણમાં થયુ છે. માર્કેટ યાર્ડમાં હવે ઘઉંની આવક શરૂ થઇ ચુકી છે. સાબરકાંઠા અને અરવલ્લીના ગંજ બજારોમાં મોટાપાયે ખેડૂતો ઘઉં વેચવા પહોંચી રહ્યા છે.

Sabarkantha : ચાલુ વર્ષે ઘઉંનુ વાવેતર સારા પ્રમાણમાં થયુ હતુ, જેથી ઉત્પાદન પણ વિપુલ પ્રમાણમાં થયુ છે. માર્કેટ યાર્ડમાં હવે ઘઉંની આવક શરૂ થઇ ચુકી છે. સાબરકાંઠા અને અરવલ્લીના ગંજ બજારોમાં મોટાપાયે ખેડૂતો ઘઉં વેચવા પહોંચી રહ્યા છે. ઉંચા ભાવ મળવાને લઇને ખેડૂતોના ચહેરા પર ખુશી વર્તાઇ રહી છે. હિંમતનગરના માર્કેટયાર્ડમાં પ્રતિદીન સાડા છ હજાર બોરી ઘઉંની આવક થઇ રહી છે, તો ટેકાના ભાવ કરતા પણ ધાર્યા કરતા વધુ મળી રહ્યા છે. જેથી ખેડૂતોનો આનંદ બેવડાઈ ગયો છે.

ચાલુ વર્ષે સરકારે ઘઉંના પાક માટે 395 રૂપિયા નક્કી થયા છે. ખેડૂતો પણ વહેલી સવારથી કતાર લગાવી રહ્યા છે. હાલમાં જે પ્રમાણે ભાવો મળી રહ્યા છે તેનાથી ખેડૂતોને પણ સંતોષ છે. એક તરફ ખેડૂતો બટાકાની ખેતી કરીને પસ્તાઇ રહ્યા છે, તો બીજી તરફ ઘઉંનુ વાવેતર કરનારા ખેડૂતોને પોષણક્ષમ ભાવો મળી રહ્યા છે. અગાઉ ખુલ્લી હરાજીમાં મગફળીના ભાવો પણ ખૂબ ઉંચા રહ્યા હતા અને જેને લઇને ખેડૂતોએ ટેકાના ભાવે વેચાણ કરવા નિરસતા દર્શાવી હતી. આવી જ સ્થિતી હાલની સિઝનમાં ઘઉની આવકોમાં પણ જોવા મળી રહી છે.

Next Video