CBI કોર્ટે અમિત જેઠવા હત્યાકાંડ કેસમાં ચુકાદો આપતા તમામ 7 આરોપીઓને દોષિત જાહેર કર્યા, જુઓ VIDEO

RTI એક્ટિવિસ્ટ અમિત જેઠવા હત્યા કેસમાં આજે CBI કોર્ટ ચુકાદો આપ્યો છે. વર્ષ 2010માં 20 જૂલાઈએ ખાંભાના RTI એક્ટિવિસ્ટ અને ખનીજ માફિયા સામે જંગે ચડેલા અમિત જેઠવાની હત્યા થઈ હતી. Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો   અમદાવાદ હાઈકોર્ટ સામે 20 જૂલાઈના રોજ પોઇન્ટ બ્લેન્ક ગોળી મારી […]

CBI કોર્ટે અમિત જેઠવા હત્યાકાંડ કેસમાં ચુકાદો આપતા તમામ 7 આરોપીઓને દોષિત જાહેર કર્યા, જુઓ VIDEO
| Updated on: Jul 06, 2019 | 8:15 AM

RTI એક્ટિવિસ્ટ અમિત જેઠવા હત્યા કેસમાં આજે CBI કોર્ટ ચુકાદો આપ્યો છે. વર્ષ 2010માં 20 જૂલાઈએ ખાંભાના RTI એક્ટિવિસ્ટ અને ખનીજ માફિયા સામે જંગે ચડેલા અમિત જેઠવાની હત્યા થઈ હતી.

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

 

અમદાવાદ હાઈકોર્ટ સામે 20 જૂલાઈના રોજ પોઇન્ટ બ્લેન્ક ગોળી મારી હત્યા કરવામાં આવી હતી. જેનો આક્ષેપ પૂર્વ સાંસદ દિનુ બોઘા અને તેના ભત્રીજા શિવા સોલંકી પર હતો. જેને લઇને સીબીઆઈ તપાસ કરવામાં આવી અને ૬ સપ્ટેમ્બર, 2010ના રોજ હત્યા માટે સોપારી આપવા બદલ શિવા સોલંકીની ધરપક થઈ હતી.


તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

 

 

નવેમ્બર 2013માં સીબીઆઈ દ્વારા દીનુ સોલંકી પણ સીબીઆઈના હાથે ઝડપાઈ ગયો હતો. ભાજપના પૂર્વ સાંસદ દીનુ બોઘા સોલંકી સહિતના 7 આરોપીઓની આ હત્યા કેસમાં ધરપકડ થઇ છે.

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

 

જેમાં આરોપી તરીકે શૈલેષ પંડ્યા, ઉદાજી ઠાકોર, શિવા પચાણ, શિવા સોલંકી, પોલીસ કોન્સ્ટેબલ બહાદુરસિંહ વાઢેર, સંજય ચૌહાણનો સમાવેશ થાય છે. કોર્ટે તમામ 7 આરોપીને દોષિત જાહેર કર્યા છે અને સજાનું એલાન 11મી તારીખના રોજ કરવામાં આવશે.

[yop_poll id=”1″]

 

આ પણ વાંચો: VIDEO: ઓઢવ લઠ્ઠાકાંડ કેસમાં સેશન્સ કોર્ટે આપ્યો ચૂકાદો, 6 આરોપીઓને કોર્ટે દોષિત જાહેર કર્યા

Published On - 8:14 am, Sat, 6 July 19