સતત બે દિવસ પેટ્રોલ-ડિઝલના ભાવમાં વધારો, જુઓ નવો ભાવ

|

Feb 06, 2021 | 6:38 PM

પેટ્રોલ-ડિઝલના ભાવ પહેલેથી જ આસમાને છે. ત્યારે સરકારી ઓઇલ કંપનીઓએ સામાન્ય પ્રજા પર બોજો વધારવાનું શરૂ કરી દીધું છે

સતત બે દિવસ પેટ્રોલ-ડિઝલના ભાવમાં વધારો, જુઓ નવો ભાવ

Follow us on

પેટ્રોલ-ડિઝલના ભાવ પહેલેથી જ આસમાને છે તેવામાં હવે સરકારી ઓઇલ કંપનીઓએ ફરી એકવાર સામાન્ય પ્રજા પર બોજો વધારવાનું શરૂ કરી દીધું છે. શુક્રવારે સતત બીજા દિવસે પેટ્રોલની કિંમતમાં 26થી 30 પૈસા વધારવાની સાથે જ આજે પેટ્રોલમાં પ્રતિલિટર 7 પૈસાનો વધારો ઝીંકવામાં આવ્યો છે. તો ડીઝલમાં છેલ્લા 3 દિવસમાં 38 થી 39 પૈસાનો ભાવ વધારો ઝીંકાયો છે. અમદાવાદમાં પેટ્રોલના ભાવ 36 પૈસા વધીને રૂપિયા 84.30 પ્રતિ લિટર પહોંચ્યા છે. જ્યારે ડીઝલના ભાવ 39 પૈસા વધીને 83.12 પૈસા વધ્યા છે. વધતા ભાવને લઇને RBIએ કેન્દ્ર અને રાજ્યોને પેટ્રોલ-ડીઝલના ભાવ અંકુશમાં રાખવા કહ્યું છે, RBIએ કહ્યું કે, ઉંચા ઇનડાયરેક્ટ ટેક્સના કારણે ઇંધણોની કિંમતો નવી ટોચે પહોંચી છે. મહત્વનું છે કે, આંતરરાષ્ટ્રીય બજારોમાં ક્રૂડ ઓઇલની કિંમતોમાં ગઇકાલે ઉછાળો જોવા મળ્યો હતો.

Published On - 6:36 pm, Sat, 6 February 21

Next Article