INS વિરાટની વિદાઈ: ભારતનું ઐતિહાસિક યુદ્ધ જહાજ INS વિરાટ પહોંચ્યું ભાવનગર, અલંગ શીપબ્રેકિંગ યાર્ડ ખાતે તોડવામાં આવશે

ભારતનું ઐતિહાસિક યુદ્ધ જહાજ INS વિરાટ અંતિમ સફર માટે અલંગ શિપ બ્રેકિંગ યાર્ડ આવી પહોંચ્યું છે. તમને આ ઐતિહાસિક જહાજના દર્શન કરાવવા માટે ટીવીનાઈને દરિયાની સફર ખેડી છે. ટીવીનાઈનની ટીમ દરિયામાં બે કિલોમીટર અંદર પહોંચી છે.   અલંગમાં યુદ્ધ જહાજ INS વિરાટને ભાંગવામાં આવશે. અલંગના પ્લોટ નંબર 9 પર શ્રીરામ ગ્રીન શિપ રિસાયક્લિંગ ઈન્ડસ્ટ્રીઝમાં INS […]

INS વિરાટની વિદાઈ: ભારતનું ઐતિહાસિક યુદ્ધ જહાજ INS વિરાટ પહોંચ્યું ભાવનગર, અલંગ શીપબ્રેકિંગ યાર્ડ ખાતે તોડવામાં આવશે
| Updated on: Sep 22, 2020 | 10:00 AM

ભારતનું ઐતિહાસિક યુદ્ધ જહાજ INS વિરાટ અંતિમ સફર માટે અલંગ શિપ બ્રેકિંગ યાર્ડ આવી પહોંચ્યું છે. તમને આ ઐતિહાસિક જહાજના દર્શન કરાવવા માટે ટીવીનાઈને દરિયાની સફર ખેડી છે. ટીવીનાઈનની ટીમ દરિયામાં બે કિલોમીટર અંદર પહોંચી છે.

 

અલંગમાં યુદ્ધ જહાજ INS વિરાટને ભાંગવામાં આવશે. અલંગના પ્લોટ નંબર 9 પર શ્રીરામ ગ્રીન શિપ રિસાયક્લિંગ ઈન્ડસ્ટ્રીઝમાં INS વિરાટને કાટમાળમાં ફેરવવાની તૈયારીઓ પૂર્ણ થઈ ગઈ છે. INS વિરાટને 38.54 કરોડમાં શ્રીરામ ગ્રુપના ચેરમેન ખરીદ્યું છે. INS વિરાટ બંધ હાલતમાં હોવાથી ટગ દ્વારા ટોઈંગ કરીને લાવવામાં આવી રહ્યું છે. અલંગ એન્કરેજ પર કસ્ટમ, જીપીસીબી, જીએમબી, એઇઆરબી સહિતના સરકારી વિભાગોની હાજરીમાં આ સંબંધિત પ્રક્રિયા પૂર્ણ કરવામાં આવશે.

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો