Ahmedabad: નવી શરૂ થનારી કોવિડ હોસ્પિટલ માટે ભરતી પ્રક્રિયા શરૂ, 3થી 6 માસ માટે કરાર આધારિત નર્સિંગ સ્ટાફ અને મેડિકલ સ્ટાફની ભરતી

|

Apr 20, 2021 | 4:06 PM

કોરોના કાળના એક વર્ષમાં કોરોના વોરિયર્સની અછત સર્જાઈ છે. જુદા-જુદા સ્થળો પર ભરતી પ્રક્રિયા હાથ ધરવામાં આવી રહી છે. અમદાવાદમાં નવી શરૂ થઈ રહેલી કોવિડ હોસ્પિટલ માટે ભરતી પ્રક્રિયા હાથ ધરવામાં આવી છે.

કોરોના કાળના એક વર્ષમાં કોરોના વોરિયર્સની અછત સર્જાઈ છે. જુદા-જુદા સ્થળો પર ભરતી પ્રક્રિયા હાથ ધરવામાં આવી રહી છે. ઘણા સ્થળોએ તો મેડિકલ સ્ટાફ શોધ્યે નથી મળતો. તેવામાં હવે અમદાવાદમાં નવી શરૂ થઈ રહેલી કોવિડ હોસ્પિટલ માટે ભરતી પ્રક્રિયા હાથ ધરવામાં આવી છે.

ગુજરાત યુનિવર્સિટીના કન્વેન્શન સેન્ટર ખાતે શરૂ થનારી હોસ્પિટલ માટે ભરતી પ્રક્રિયા શરૂ કરવામાં આવી છે. જેમાં 3થી 6 માસ માટે કરાર આધારિત નર્સિંગ સ્ટાફ અને મેડિકલ સ્ટાફ લેવાનો છે. જુદા-જુદા પદ માટે માસિક 25 હજારથી લઈને 2 લાખ રૂપિયા સુધીનો ફિક્સ પગાર આપવામાં આવશે. જે પદોની ભરતી ચાલી રહી છે, તેમાં 200 નર્સિંગ સ્ટાફ, 20 ફિઝિશિયન આસિસ્ટન્ટ, 6 પલ્મોનરી ડૉક્ટર, 9 એનેસ્થેસીયા ડૉક્ટર, 20 મેડિકલ ઓફિસર, 2 બાયોમેડીકલ એન્જિનિયર અને 2 હોસ્પિટલ એડમિનિસ્ટ્રેટરનો સમાવેશ થાય છે.

 

આ પણ વાંચો: Vadodara: ગોરવાની એ. કે ઇન્ડસ્ટ્રીઝમાં નકલી સેનેટાઇઝર બનાવવામાં આવતું હોવાની માહિતીના આધારે પીસીબીએ પાડ્યા દરોડા

Next Video