GANDHINAGAR : આજે 17 સપ્ટેમ્બરે વડાપ્રધાન નરેન્દ્ર મોદીના 71માં જન્મદિવસે રાજ્ય સહીત દેશભરમાં મેગા રસીકરણ અભિયાન ચલાવવામાં આવ્યું હતું. આજના રસીકરણ અભિયાનમાં રાજ્યમાં રેકોર્ડબ્રેક રસીકરણ કરવામાં આવ્યું છે. આજે સાત વાગ્માંયા સુધીમાં રાજ્યમાં કુલ 18 લાખથી વધુ લોકોનું રસીકરણ થયું છે, જે ગુજરાતના રસીકરણના ઈતિહાસમાં સૌથી મોટો આંકડો છે. રાજ્ય સરકારની આ ઝુંબેશને નાગરિકોના અદમ્ય ઉત્સાહથી સારો પ્રતિસાદ સાંપડ્યો છે. આ મેગા ડ્રાઈવ આજે રાત્રીના 10.00 કલાક સુધી ચાલશે.
વેક્સિનેશન મેગા ડ્રાઈવના અસરકારક અમલીકરણ માટે આરોગ્ય વિભાગ દ્વારા સતત પરિસ્થિતિની સમીક્ષા કરીને મોનીટરીગ કરવામા આવી રહ્યું છે. હજુ વધુ ને વધુ લોકો વેક્સિનેશન માટે આગળ આવે એ માટે અંગે સમગ્ર વહીવટી તંત્ર અને આરોગ્ય તંત્રના સૌ કર્મયોગીઓ પ્રયત્નશીલ છે.
રાજ્યમાં આજે મહત્તમ રસીકરણના ઉદ્દેશ સાથે વેક્સિનેશનની મેગા ડ્રાઈવનું આયોજન કરવામાં આવ્યું હતું, જે અંતર્ગત આજે બપોર સુધીમાં 10 લાખ લોકોનું રસીકરણ પૂર્ણ થઇ ચુક્યું હતું. રાજ્યના વિવિધ 14 હજારથી વધુ બૂથ પર નાગરિકોને કોરોના રસી આપવામાં આવી હતી. રાજ્ય સરકારની આ રસીકરણ મહાઅભિયાન ઝૂંબેશને લોકોએ ખૂબ સારો આવકાર આપ્યો છે. રાજ્યના મુખ્ય સચિવે મેગા ડ્રાઈવની સતત સમીક્ષા કરી હતી.
Published On - 7:16 pm, Fri, 17 September 21