ભરૂચમાં કઈ હોસ્પિટલમા કેટલા બેડ ખાલી છે તેની REAL TIME માહિતી ઉપલબ્ધ થશે , સિવિલ હોસ્પિટલમાં ડિજિટલ ડિસ્પ્લે મુકાયું

|

Apr 21, 2021 | 1:14 PM

ભરૂચ જિલ્લામાં વકરી રહેલાં કોરોના મહામારીના સમયમાં વહિવટી તંત્ર દ્વારા કોવિડની સારવાર માટે હોસ્પિટલોમાં બેડની વધઘટ અંગે સર્જાયેલા પ્રશ્નનું  નિરાકરણ આપ્યું છે.

ભરૂચમાં કઈ હોસ્પિટલમા કેટલા બેડ ખાલી છે તેની REAL TIME માહિતી ઉપલબ્ધ થશે , સિવિલ હોસ્પિટલમાં ડિજિટલ ડિસ્પ્લે મુકાયું
ડિજિટલ ડિસ્પ્લે દ્વારા ખાલી બેડ અને અન્ય ઉપલબ્ધ સુવિધાઓની માહિતી મેળવતો વ્યક્તિ નજરે પડે છે.

Follow us on

ભરૂચ જિલ્લામાં વકરી રહેલાં કોરોના મહામારીના સમયમાં વહિવટી તંત્ર દ્વારા કોવિડની સારવાર માટે હોસ્પિટલોમાં બેડની વધઘટ અંગે સર્જાયેલા પ્રશ્નનું  નિરાકરણ આપ્યું છે.  આ માટે જિલ્લા વહિવટી તંત્ર દ્વારા ભરૂચ સિવિલ હોસ્પિટલમાં જ તમામ કોવીડ  હોસ્પિટલોમાં બેડની સુવિધાનું અપડેટ આપતી અનલાઇન સ્ક્રિન શરૂ કરવામાં આવી છે સાથે જ શહેરમાં કોવિડ સારવાર આપતી 24 હોસ્પિટલની માહિતી અને હેલ્પલાઇન નબરના બેનરો 50 થી વધુ સ્થળોએ જાહેરમાં લગાવાયા છે.

ભરૂચ શહેર જિલ્લામાં કોરોનાનું સંક્રમણ ભયાનક રીતે વધી ગયું છે. ત્યારે સંક્રમિતો પૈકી ગરીબ પરિવારના લોકો સામાન્યત: સિવિલ સહિતની હોસ્પિટલો પર સારવાર માટેે નિર્ભર છે. ત્યારે હાલની આપાતકાલિન સ્થિતીને લઇને ભરૂચ જિલ્લાના વહિવટી તંત્રએ જિલ્લાની હોસ્પિટલોમાં કોરોનાની સારવાર માટેના એમઓયુ કરવામાં આવ્યાં છે.

જેમાં ભરૂચમાં સિવિલ હોસ્પિટલ સહિત સેવાશ્રમ, પટેલ વેલફેર તેમજ અંક્લેશ્વરમાં જયાબેન મોદી અને ઇએસઆઇસી હોસ્પિટલ સહિત આમોદ અને જંબુસરમાં આવેલી અલ મહેમુદ હોસ્પિટલનો સમાવેશ કરાયો છે. ત્યારે આ હોસ્પિટલોમાં ઓક્સિઝન, આઇસીયુ, બાયપેપ તેમજ વેન્ટિલેટરની કેટલાં બેડ ખાલી છે તેની સત્વરે માહિતી મળી શકે તેવું આયોજન કરવામાં આવ્યું છે. જેના ભાગરૂપે સિવિલ હોસ્પિટલમાં ઓનલાઇન સ્ક્રિન પર તમામ હોસ્પિટલોમાં બેડની સુવિધા, તેમાં ઓક્સિઝન, આઇસીયુ, બાયપેપ તેમજ વેન્ટિલેટરવાળા બેડની સંખ્યા સાથે ખાલી બેડનું અપડેટ આપવામાં આવી રહ્યું છે. જેથી  પરિવારજનો તેના આધારે સ્વજનને જેે તે હોસ્પિટલમાં સારવાર માટે લઇ જઇ શકે.

આજે જ જાણી લો, ક્યારેય રિઝ્યુમમાં આ ભૂલો ન કરો, મળતી નોકરી પણ જતી રહેશે
Vastu Tips : તુલસી પાસે આ વસ્તુઓ ન રાખવી, તુલસીજી થશે નારાજ
'ફ્લોપ' ફિલ્મો આપી છતાં દુનિયાની સૌથી અમીર છે આ અભિનેત્રી, જુઓ ફોટો
યુરિક એસિડ વધવા પર પેશાબમાં દેખાવા લાગે છે આ સંકેત ! આટલું જાણી લેજો
Jioનો 200 દિવસનો રિચાર્જ પ્લાન ! રોજ 2.5GB ડેટાની સાથે અનલિમિટેડ 5G ડેટા, જાણો કિંમત
Health Tips : શિયાળામાં શક્કરિયાનું સેવન કરવાથી મળશે અગણિત લાભ

જિલ્લામાં 43 ખાનગી અને 7 સરકારી મળી કુલ 58 હોસ્પિટલોમાં 2374 બેડની સવલત ઉપલબ્ધ કરાઈ છે. જિલ્લામાં ખાનગી તેમજ સરકારી હોસ્પિટલોમાં બેડ ઉપલબ્ધ કરાવવાની કામગીરી વેગવંતી બનાવવામાં આવી છે.

જિલ્લામાં DCH ડેઝીગનેટેડ કોવિડ હોસ્પિટલ ( MOU ) હોસ્પિટલમા 431 બેડ , 369 ઓક્સિજન બેડ , 24 વેન્ટિલેટર છે . DCH ( એમપેનલ ) હોસ્પિટલ 39 છે. જેમાં 1253 બેડ , 926 ઓક્સિજન બેડ , 70 વેન્ટિલેટર છે. કોવિડ હેલ્થ સેન્ટર ( CHC ) 7 હોસ્પિટલમાં 256 બેડ , 67 ઓક્સિજન બેડ , 9 વેન્ટિલેટર છે . કોવિડ કેર સેન્ટર ( CCC ) 6 હોસ્પિટલ છે અને 424 બેડ , 50 ઓક્સિજન બેડની વ્યવસ્થા ઉપલબ્ધ કરાઈ છે.

Next Article