રાજ્યના તમામ મહાનગરોમાં દિવાળીનો માહોલ, અમદાવાદના ફટાકડા બજારમાં ઓછી ભીડ તો વડોદરાના મંગળબજારમાં લોકોનું ઘોડાપૂર

રોશનીના મહાપર્વ દિવાળીને હવે ગણતરીના કલાકો બાકી છે ત્યારે મહાપર્વ અગાઉ રાજ્યના તમામ મહાનગરોમાં દિવાળીનો માહોલ જોવા મળ્યો. ક્યાંક ચીજવસ્તુઓની ખરીદી માટે નાગરિકોએ ભીડ જમાવી તો ક્યાંક મીઠાઇ અને ફટાકડાની ખરીદીમાં નાગરિકો વ્યસ્ત જોવા મળ્યા. અમદાવાદના વિવિધ ફટાકડા બજારોમાં ગત વર્ષની સરખામણીએ ગ્રાહકોની ઓછી ભીડ જોવા મળી તો વડોદરાના પ્રખ્યાત મંગળબજારમાં નાગરિકોનું ઘોડાપૂર જોવા મળ્યું. […]

રાજ્યના તમામ મહાનગરોમાં દિવાળીનો માહોલ, અમદાવાદના ફટાકડા બજારમાં ઓછી ભીડ તો વડોદરાના મંગળબજારમાં લોકોનું ઘોડાપૂર
| Updated on: Nov 12, 2020 | 5:16 PM

રોશનીના મહાપર્વ દિવાળીને હવે ગણતરીના કલાકો બાકી છે ત્યારે મહાપર્વ અગાઉ રાજ્યના તમામ મહાનગરોમાં દિવાળીનો માહોલ જોવા મળ્યો. ક્યાંક ચીજવસ્તુઓની ખરીદી માટે નાગરિકોએ ભીડ જમાવી તો ક્યાંક મીઠાઇ અને ફટાકડાની ખરીદીમાં નાગરિકો વ્યસ્ત જોવા મળ્યા. અમદાવાદના વિવિધ ફટાકડા બજારોમાં ગત વર્ષની સરખામણીએ ગ્રાહકોની ઓછી ભીડ જોવા મળી તો વડોદરાના પ્રખ્યાત મંગળબજારમાં નાગરિકોનું ઘોડાપૂર જોવા મળ્યું. આ તરફ રાજકોટની બજારોમાં માનવ મહેરામણ ઉમટ્યું હોય તેવા દ્રશ્યો સર્જાયા તો સુરતી લાલાઓ મીઠાઇની ખરીદીમાં વ્યસ્ત જોવા મળ્યા આમ દિવાળી અગાઉ બજારોમાં નાગરિકોની ખાસ ચહેલપહેલ જોવા મળી.

 

 

 

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

 


તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

 

 

Follow Us