રાજયમાં કોરોનાના કુલ 1,191 કેસ નોંધાયા, કુલ 11 દર્દીઓના મોત

પાછલા 24 કલાકમાં રાજ્યમાં 1,191 પોઝિટિવ કેસ સાથે 11 દર્દીઓના કોરોનાથી મોત નિપજ્યા. રાજ્યમાં કુલ સંક્રમિતોની સંખ્યા 1 લાખ 57 હજાર 474ને પાર પહોંચી છે. તો કોરોનાથી કુલ મૃત્યુઆંક 3,620 પર પહોંચ્યો છે. સુરતમાં સૌથી વધુ 268 પોઝિટિવ કેસ સાથે 3 દર્દીઓએ જીવ ગુમાવ્યો છે. જ્યારે અમદાવાદમાં 3 દર્દીઓના મોત સાથે 189 પોઝિટિવ કેસ નોંધાયા. […]

રાજયમાં કોરોનાના કુલ 1,191 કેસ નોંધાયા, કુલ 11 દર્દીઓના મોત
| Updated on: Oct 16, 2020 | 9:38 PM

પાછલા 24 કલાકમાં રાજ્યમાં 1,191 પોઝિટિવ કેસ સાથે 11 દર્દીઓના કોરોનાથી મોત નિપજ્યા. રાજ્યમાં કુલ સંક્રમિતોની સંખ્યા 1 લાખ 57 હજાર 474ને પાર પહોંચી છે. તો કોરોનાથી કુલ મૃત્યુઆંક 3,620 પર પહોંચ્યો છે. સુરતમાં સૌથી વધુ 268 પોઝિટિવ કેસ સાથે 3 દર્દીઓએ જીવ ગુમાવ્યો છે. જ્યારે અમદાવાદમાં 3 દર્દીઓના મોત સાથે 189 પોઝિટિવ કેસ નોંધાયા. તો વડોદરામાં 125 કેસ સાથે 1 દર્દીનું મોત નિપજ્યું. જ્યારે રાજકોટમાં 111 કેસ સાથે એક દર્દીનું મોત નિપજ્યું. તો ગાંધીનગર, બનાસકાંઠા, પંચમહાલમાં પણ એક-એક દર્દીએ જીવ ગુમાવ્યો. અમદાવાદ શહેરમાં 175 પોઝિટિવ કેસ નોંધાવાની સાથે 163 દર્દીઓ સાજા થયા. તો અમદાવાદ જિલ્લામાં 14 દર્દીઓ સંક્રમિત થવાની સાથે 14 દર્દીઓએ કોરોનાને મ્હાત આપી.

 

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

 

 


તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો