કેન્દ્ર સરકારના સહયોગથી રાજ્યના 5 જિલ્લામાં નવી મેડીકલ કોલેજ શરૂ થશે..પ્રથમ આ 3 જિલ્લાની પસંદગી કરાઈ

કેન્દ્ર સરકારના સહયોગથી રાજ્યના 5 જિલ્લામાં નવી મેડીકલ કોલેજ શરૂ થશે. જેમાં પ્રાથમિક તબક્કે 3 જિલ્લાની પસંદગી કરાઈ છે. તો નવસારી, રાજપીપળા, પોરબંદરને મેડિકલ કોલેજ પ્રાપ્ત થશે. આશરે ભારત સરકારના અંદાજા મુજબ 325 કરોડ રૂપિયાનો ખર્ચ એક મેડિકલ કોલેજ માટે થતો હોય છે. જેમાં કેન્દ્ર સરકાર 60 ટકા નાણા આપશે જ્યારે રાજય સરકારે 40 ટકા […]

કેન્દ્ર સરકારના સહયોગથી રાજ્યના 5 જિલ્લામાં નવી મેડીકલ કોલેજ શરૂ થશે..પ્રથમ આ 3 જિલ્લાની પસંદગી કરાઈ
| Updated on: Oct 11, 2019 | 12:25 PM

કેન્દ્ર સરકારના સહયોગથી રાજ્યના 5 જિલ્લામાં નવી મેડીકલ કોલેજ શરૂ થશે. જેમાં પ્રાથમિક તબક્કે 3 જિલ્લાની પસંદગી કરાઈ છે. તો નવસારી, રાજપીપળા, પોરબંદરને મેડિકલ કોલેજ પ્રાપ્ત થશે. આશરે ભારત સરકારના અંદાજા મુજબ 325 કરોડ રૂપિયાનો ખર્ચ એક મેડિકલ કોલેજ માટે થતો હોય છે. જેમાં કેન્દ્ર સરકાર 60 ટકા નાણા આપશે જ્યારે રાજય સરકારે 40 ટકા નાણાની જોગવાઈ કરવાની રહેશે. નીતિન પટેલે બજેટમાં પણ આ અંગે જાહેરાત કરી હતી ત્યારે આજે દિલ્લીમાં યોજાયેલી બેઠકમાં નવી મેડીકલ કોલેજ અંગે આરોગ્ય વિભાગ સાથે વિસ્તૃત ચર્ચા કરવામાં આવી.

આ પણ વાંચોઃ રાધનપુરમાં પ્રચાર બાદ Honestમાં જમવા પહોંચેલા રેશમા પટેલના ભોજનમાં હતું જીવડું

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

 

રાજ્ય સરકારના કર્મચારીઓને સરકાર દિવાળી ભેટ આપશે. સરકાર દ્વારા કર્મચારીઓને દિવાળી પહેલા પગાર મળી શકે છે. સામાન્ય રીતે મહિનો પુરો થાય ત્યારબાદ પગારની ચુકવણી કરવામાં આવે છે. જો કે ઓક્ટોબરના અંતિમ દિવસોમાં દિવાળી હોવાથી કર્મચારીઓને પગાર વહેલો મળશે. આ અંગે સચિવાયલ સ્ટાફ એસોસિએશને નાયબ મુખ્યપ્રધાન નીતિન પટેલને રજૂઆત કરી હતી. જેને પગલે નીતિન પટેલે નાણા વિભાગના અધિક મુખ્યસચિવને પત્ર લખી યોગ્ય વ્યવસ્થા કરવા કહ્યું છે.


તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

 

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો