Virpur : જલારામ બાપા દ્વારા સદાવ્રત શરૂ કર્યાને ૨૦૧ વર્ષ, દાન સ્વીકાર્યા વગર ચલાવતા સદાવ્રતને આજે 21 વર્ષ પૂર્ણ

|

Feb 13, 2021 | 4:04 PM

Virpur વિરપુર જલારામ મંદિરના ગાદીપતિ જયસુખરામબાપા દ્વારા મંદિરમાં કોઈ પણ પ્રકારનું દાન કે ભેંટ સોગાત સ્વીકાર્યા વગર ચલાવતા સદાવ્રતને આજે એકવીસ તેમજ જલારામબાપા દ્વારા સદાવ્રત શરૂ કર્યાને ૨૦૧ વર્ષ પૂર્ણ થયા હતા.

Virpur વિરપુર જલારામ મંદિરના ગાદીપતિ જયસુખરામબાપા દ્વારા મંદિરમાં કોઈપણ પ્રકારનું દાન કે ભેંટ સોગાત સ્વીકાર્યા વગર ચલાવતા સદાવ્રતને આજે એકવીસ તેમજ જલારામબાપા દ્વારા સદાવ્રત શરૂ કર્યાને ૨૦૧ વર્ષ પૂર્ણ થયા હતા.

તારીખ ૧૩-૨-૨૦૦૦ શનિવાર અને મહાસુદ બીજનો સુવર્ણ દિવસે વીરપુર જલારામ મંદિરના ગાદીપતિ જયસુખરામ બાપા દ્વારા એક અભૂતપૂર્વ નિર્ણય  લેવામાં આવ્યો હતો કે મંદિર દ્વારા એક પણ રૂપિયાનું દાન કે ભેટ સોગાત સ્વીકારવામાં નહિ આવે.  આવો “ન ભૂતો ન ભવિષ્યતિ” કહી શકાય તેવા નિર્ણયને એકવીસ વર્ષ પૂર્ણ થઈ ગયા. આ ૨૧ વર્ષ દરમિયાન લાખો શ્રદ્ધાળુઓએ પૂજ્ય બાપાની જગ્યામાં પ્રસાદીનો લાભ લીધો હશે. છતાંય હજુ વિરપુરમાં મંદિર દ્વારા પહેલાની જેમ જ સદાવ્રત ચાલી રહ્યું છે.

વિશ્વભરમા અલગ-અલગ સંપ્રદાયો દ્વારા ચલાવતા સદાવ્રતો માટે આ એક અજબની મિસાલ છે. પૂજ્ય બાપાની જગ્યામાં દાન સ્વીકારવાનું બંધ કરવાથી બાપાના દુનિયાભરમાં ફેલાયેલ અસંખ્ય ભક્તોએ પોત પોતાના સ્થળોએ બાપાની યાદમાં અન્નક્ષેત્રોની સફળતાપૂર્વક સ્થાપના કરી અને બાપાના પ્રિય કાર્યને આગળ વધાર્યું છે. સાથે આજે પૂજ્ય જલારામ બાપાએ શરૂ કરેલા સદાવ્રતને પણ ૨૦૧ વર્ષ પૂર્ણ થયા છે.

Published On - 4:04 pm, Sat, 13 February 21

Next Video