Ukraine LIVE: ટિકીટ છે પરંતુ ફલાઇટ રદ્દ થઇ છે, ધડાકાના અવાજ ગુંજી રહ્યા છે, વિદ્યાર્થીએ વર્ણવી યુક્રેનની સ્થિતિ

|

Feb 24, 2022 | 4:18 PM

મૂળ રાજકોટના હર્ષ સોનીએ કહ્યું હતું કે યુદ્ધ જેવી સ્થિતિનું નિર્માણ થતા રાત્રીના સાડા ત્રણ લાગ્યાથી અહીં બોમ્બમારો શરૂ થયો છે અને તેના અવાજથી અહીનું વાતાવરણ ગુંજી ઉઠ્યું છે.

Ukraine LIVE: ટિકીટ છે પરંતુ ફલાઇટ રદ્દ થઇ છે, ધડાકાના અવાજ ગુંજી રહ્યા છે, વિદ્યાર્થીએ વર્ણવી યુક્રેનની સ્થિતિ
યુક્રેનમાં ફસાયેલા રાજકોટના વિદ્યાર્થીએ ત્યાંની સ્થિતિ વર્ણવી

Follow us on

ગુજરાત અને ભારત દેશના અનેક વિદ્યાર્થી (student) ઓ યુક્રેન (Ukraine) માં મેડિકલનો અભ્યાસ કરે છે અને યુધ્ધની સ્થિતિમાં તેઓ ફસાયેલા છે. મૂળ રાજકોટના હર્ષ સોની નામના વ્યક્તિએ TV9 સાથે યુક્રેનની સ્થિતિ અંગે વાતચીત કરી હતી.

હર્ષ સોનીએ કહ્યું હતું કે અમે અહીં એમબીબીએસના છેલ્લા વર્ષમાં છીએ યુદ્ધ જેવી સ્થિતિનું નિર્માણ થતા રાત્રીના સાડા ત્રણ લાગ્યાથી અહીં બોમ્બમારો શરૂ થયો છે અને તેના અવાજથી અહીનું વાતાવરણ ગુંજી ઉઠ્યું છે.જે સ્થળે સૌથી વધારે અસર છે ત્યાંથી હર્ષ સોની અન્ય વિદ્યાર્થીઓ સાથે 400 કિલોમીટર જેટલું અંતર છે પરંતુ ત્યાં પણ અસર વર્તાઇ રહી છે.હર્ષે કહ્યું હતું કે અમારી પાસે ભારતમાં આવવા માટેની ટિકીટ (Ticket) છે પરંતુ ફલાઇટ (flight)  કેન્સર થવાને કારણે તેઓ ત્યાં ફસાયા છે.

બજારોમાં ખરીદી કરવા માટે પડાપડી

હર્ષે કહ્યું હતું કે યુદ્ધની સ્થિતિને કારણે લોકોમાં એક ભયનો માહોલ જોવા મળી રહ્યો છે.હાલમાં યુક્રેનના શોપિંગ મોલમાં લોકો ખરીદી કરવા માટે પડાપડી કરી રહ્યા છે.લોકો જીવન જરૂરિયાતની ચીજવસ્તુઓ ખરીદી કરી રહ્યા છે અને સ્ટોર કરી રહ્યા છે.લોકોમાં એટલો ભય છે કે ક્યારે શું થશે જેને લઇને લોકો ખરીદી કરવા માટે ઉમટી પડ્યા છે.

IPL Mega Auction : આ ટીમ રૂપિયા ખર્ચવામાં નંબર-1
IPL 2025 Auction : જાણો ક્યાં મફતમાં ઓક્શન લાઈવ જોઈ શકાશે
કાજોલે આ કારણથી શાહરૂખ ખાનની ફિલ્મ કરી હતી રિજેક્ટ, બાદમાં એશ્વર્યાને મળ્યો રોલ
સૌથી સસ્તી Tata Car ની કાર કેટલાની આવે ? જાણો તેની કિંમત
Green onion : લીલી ડુંગળીમાં કયું વિટામિન હોય છે, તેને ખાવાથી શું ફાયદા થાય છે?
શિયાળામાં સ્ટાર ફ્રુટ ખાવાથી થાય છે અઢળક લાભ

કેન્દ્ર સરકારને વિનંતી છે અમને અહીંથી બચાવો-હર્ષ સોની

હર્ષ સોનીએ કહ્યું હતું કે રશિયા અને યુક્રેનમાં યુધ્ધની સ્થિતિ ઉભી થવાને કારણે અહીં ભયનો માહોલ ઉભો થયો છે.અનેક ભારતીય વિદ્યાર્થીઓ પાસે ટિકીટ છે પરંતુ ફલાઇટ રદ્દ થઇ છે અને ભારત જવા માટે બીજો કોઇ વિકલ્પ નથી જેથી ભારે ચિંતામાં મુકાયા છીએ.કેન્દ્ર સરકાર અમારા માટે કંઇ સ્ટેન્ડ લે અને વિદ્યાર્થીઓને અહીંથી બહાર કાઢીને બચાવે તેવી વિનંતી કરીએ છીએ.અમને આશા છે કે કેન્દ્ર સરકાર આ અંગે યોગ્ય કાર્યવાહી કરશે.

2500 થી 3000 વિદ્યાર્થીઓ ફસાયેલા છેઃ વાઘાણી

રાજ્ય સરકારના પ્રવક્તા જીતુ વાઘાણીએ કહ્યું હતું કે યુક્રેનમાં અંદાજિત 2500 થી 3000 વિદ્યાર્થીઓ ફસાયેલા હોવાની વિગતો સામે આવી છે. તેમણે જણાવ્યું કે રાજ્ય સરકારના મુખ્ય સચિવ પંકજકુમાર કેન્દ્ર સરકાર અને વિદેશ મંત્રાલયના સંપર્કમાં છે. રાજ્ય સરકાર દ્વારા ગુજરાતના નાગરિકોને સુરક્ષિત સ્થળે રાખવાની પ્રાથમિકતા છે અને ત્યારબાદ તેઓના સ્થળાંતર અંગેની કાર્યવાહી હાથ ધરાશે.

આ પણ વાંચોઃ યુક્રેનમાં 2500-3000 વિદ્યાર્થીઓ ફસાયેલા છે, રાજ્ય સરકાર વિદેશ મંત્રાલયના સંપર્કમાં: જીતુ વાઘાણી

આ પણ વાંચોઃ Kutch: મુન્દ્રા પોર્ટ પરથી ચંદનની હેરફેરનો પર્દાફાશ, MICT માંથી કરોડોનું ચંદન પકડાયુ

Next Article