રાજકોટના વિંછિયામાં મોટી સિંચાઈના પાનેલીયા ડેમના દરવાજાની સાંકળ તોડી અજાણ્યા શખ્સોએ છોડ્યુ બે થી અઢી ફુટ પાણી

|

Nov 13, 2023 | 11:24 PM

રાજકોટ: વિંછિયા તાલુકાના મોટી સિંચાઈના પાનેલીયા ડેમના દરવાજાની સાંકળ તોડી અજાણ્યા શખ્સોએ ડેમના દરવાજા ખોલી નાખ્યા અને ડેમમાંથી બે થી અઢી ફુટ જેટલુ પાણી છોડી મુક્યુ. પાનેલિયા ડેમમાંથી ખેડૂતોને સિંચાઈનું પાણી મળે તે પહેલા અજાણ્યા શખ્સોએ ડેમના દરવાજા ખોલી નાખ્યા.

રાજકોટ: વિંછિયા તાલુકામાં આવેલા મોટી સિંચાઈના પાનેલીયા ડેમના દરવાજાની સાંકળ તોડીને અજાણ્યા શખ્સોએ ડેમના દરવાજા ખોલી નાખ્યા. પાનેલિયા ડેમમાંથી ખેડૂતોને પિયત માટે સિંચાઈનું પાણી આપવાનુ હોય છે. જો કે ખેડૂતોને સિંચાઈનું પાણી મળે એ પહેલા જ દિવાળીના તહેવારનો લાભ ઉઠાવીને અજાણ્યા શખ્સો ડેમના દરવાજા ખોલી નાખ્યા હતા. ખેડૂતોને આ અંગે દજાણ થતા જ અધિકારીનો સંપર્ક કર્યો હતો. જો કે અધિકારીનો સંપર્ક ન થઈ શકતા ખેડૂતોએ સિંચાઈ વિભાગના અધિકારીઓને ગેરકાયદે ડેમના દરવાજા ખોલનારા તત્વો સામે કાયદેસરની કાર્યવાહી કરવાની માગ કરી છે.

રાત્રિના સમયે ડેમના દરવાજા તોડી અઢી ફુટ પાણી છોડી દેવાયુ

સિંચાઈ વિભાગના પાનેલિયા તળાવમાંથી કેટલાક શખ્સોએ રાત્રિના દરવાજા તોડી બે થી અઢી ફુટ જેટલુ પાણી છોડી મુક્યુ હોવાનુ સ્થાનિક ખેડૂત જણાવી રહ્યા છે. તેમની માગ છે તે આ પ્રકારે ગેરકાયદે રીતે પાણી છોડનારા તત્વો વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી કરવી જોઈએ.

આ પણ વાંચો:  અમરેલી: બાબરાના 4 ગામના ખેડૂતોએ કર્યો વિરોધ, શિયાળુ પાક માટે સિંચાઈનું પાણી આપવા માગ- વીડિયો

એક મેચમાં કોમેન્ટ્રી કરી લાખો કમાય છે આ પૂર્વ ક્રિકેટરો અને કોમેન્ટેટરો
ભારતમાં આ રાજ્યની છોકરીઓ હોય છે સૌથી વધુ સુંદર
ગુજરાતી મ્યુઝિક ડાયરેક્ટર મેહુલ સુરતી વિશે જાણો
આ લોકોએ ભૂલથી પણ ના ખાવી જોઈએ અળસી, જાણો કેમ?
Sargva : ક્યા લોકોએ સરગવાનું શાક ન ખાવું જોઈએ?
નવરાત્રિમાં ગુજરાતી સિંગર ઓસમાણ મીરના ગીતોની રમઝટ બોલે છે

પાનેલિયા તળાવમાંથી ખેડૂતોને સિંચાઈ માટે પાણી આપવામાં આવે છે. હાલ ખેડૂતોએ શિયાળુ પાકનું વાવેતર કર્યુ છે, ત્યારે દિવાળી બાદ ખેડૂતોને સિંચાઈ માટે પાણી આપવાનુ હતુ. જો કે ખેડૂતોને પાણી મળે તે પહેલા જ ડેમમાંથી પાણી છોડી દેવામાં આવ્યુ છે. તહેવારોનો લાભ લઈ કેટલાક તત્વોએ આ પ્રકારનું કૃત્યુ કર્યુ છે ત્યારે ખેડૂતોની માગ છે કે તાત્કાલિક પાણી છોડનારા તત્વોની સામે કાર્યવાહી કરવામા આવે.

Input Credit- Rajesh Limbachia- Vinchiya

રાજકોટ સહિત ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો 

 

 

Published On - 6:03 pm, Mon, 13 November 23

Next Article