રાજકોટમાં છે ઐતિહાસિક કાંટા વગરની બોરડી, જ્યાં સ્વયં ભગવાન સ્વામિનારાયણએ કર્યો હતો વસવાટ, જુઓ VIDEO

|

Mar 25, 2023 | 12:20 PM

સામાન્ય રીતે બોરડીમાં કાંટા હોય છે અને તેના લીધે જ તેમાં બોર આવે છે,પરંતુ સ્વામિનારાયણ મંદિરમાં આવેલી આ બોરડીમાં કાંટા નથી, જી હા આ બોરડી કાંટા વગરની છે અને તેની પાછળ એક ઐતિહાસિક પ્રસંગ જોડાયેલો છે.

રાજકોટમાં છે ઐતિહાસિક કાંટા વગરની બોરડી, જ્યાં સ્વયં ભગવાન સ્વામિનારાયણએ કર્યો હતો વસવાટ, જુઓ VIDEO

Follow us on

Rajkot : રાજકોટના ભૂપેન્દ્ર રોડ પર આવેલા સ્વામિનારાયણ મુખ્ય મંદિરમાં પ્રવેશદ્વારમાં જમણી બાજુ એક ઐતિહાસિક અને ખાસ બોરડી આવેલી છે. સામાન્ય રીતે બોરડીમાં કાંટા હોય છે અને તેના લીધે જ તેમાં બોર આવે છે.પરંતુ સ્વામિનારાયણ મંદિરમાં આવેલી આ બોરડીની વાત જ અલગ છે આ બોરડીમાં કાંટા નથી, જી હા આ બોરડી કાંટા વગરની છે અને તેની પાછળ એક ઐતિહાસિક પ્રસંગ જોડાયેલો છે.

મંદિરમાં આવેલી આ બોરડી 200 વર્ષ જેટલી જૂની

સ્વામિનારાયણ મંદિરમાં આવેલી આ બોરડી 200 વર્ષ જેટલી જૂની છે. અત્યારે જ્યાં આ સ્વામિનારાયણ મંદિર આવેલું છે તે જગ્યાએ વાડી હતી અને આ જગ્યા શહેરની બહાર ગણાતી હતી.તે સમયના અંગ્રેજ ગવર્નર સર માલ્કમના અતિઆગ્રહના કારણે ભગવાન સ્વામિનારાયણ,નિત્યાનંદ સ્વામી,મુક્તાનંદ સ્વામી, ગોપાળાનંદ સ્વામી,અને ગુણાતિતાનંદ સ્વામી ઉપરાંત આચાર્યો રઘુવીરજી મહારાજ અને અયોધ્યાપ્રસાદ પધાર્યા હતા અને આ બોરડી નીચે વસવાટ કર્યો હતો. આ બોરડી નીચે ભગવાન સ્વામિનારાયણે ગવર્નર સર માલકમને હિતોપદેશ કહ્યા અને શિક્ષાપત્રી આપી હતી.

ગરમીમાંથી ઘરે પરત ફર્યા પછી ના કરતા આવી ભૂલો, સ્વાસ્થ્ય પર થશે ગંભીર અસર
તમે પણ ઘરે બેઠા ધોનીના ફાર્મથી મંગાવી શકો છો આ વસ્તુ, જુઓ
જામનગર બાદ અહીં થશે અનંત રાધિકાનું બીજું પ્રી વેડિંગ સેલિબ્રેશન, જુઓ તસવીર
Nita Ambani luxury car : સીટ પર લખેલું છે નામ... સૌથી અનોખો રંગ! નીતા અંબાણીની લક્ઝરી કાર છે ખાસ
શું ફોન સ્વીચ ઓફ હોય તો ઝડપથી ચાર્જ થાય? જાણો સાચો જવાબ
નીતા અંબાણી સવાર થી સાંજ સુધી આખો દિવસ શું કરે છે? જાણો તેમનું શેડ્યૂલ

અને બોરડીએ પોતાના તમામ કાંટા ખેરવી નાખ્યા !

ગવર્નર સર માલ્કમને શિક્ષાપત્રી અને હિતોપદેશ આપ્યા બાદ ભગવાન વિદાય લઈ રહ્યા હતા ત્યારે ગોપાળાનંદ સ્વામીની પાઘડીમાં બોરડીનો કાંટો ભરાયો અને તેઓ બોરડી સામે જોઈ બોલ્યા કે તારી નીચે સ્વયં ભગવાન સ્વામિનારાયણ પધાર્યા તેમ છતાં તે તારો સ્વભાવ ન છોડ્યો ? અને એ જ ક્ષણે બોરડીએ પોતાના તમામ કાંટાઓ ખેરવી નાખ્યા.

લોકો આ બોરડીની કરે છે માનતા

Tv9 સાથે વાત કરતા સ્વામિનારાયણ મંદિરના કોઠારી રાધારમણ સ્વામી જણાવે છે કે આજે 200 વર્ષ જેટલો સમય થયો છતાં આ બોરડીના કાંટા આવતા નથી.પરંતુ જો આ બોરડીના બોરના ઠળિયા વાવવામાં આવે તો કાંટા વાળી બોરડી ઉગે છે. ભગવાનને મળેલો જીવ આ બોરડીની અંદર હોવાથી લોકોની આસ્થા આ બોરડી સાથે જોડાયેલી છે.લોકોને પોતાની આધિ,વ્યાધિ,ઉપાધિ કે કઈ દુઃખ હોય તો લોકો આ બોરડીની પ્રદક્ષિણાની માનતા કરે છે અને તેમના દુઃખ દૂર થાય છે તેવી શ્રદ્ધા છે.

Published On - 11:40 am, Sat, 25 March 23

Next Article