RAJKOT : શહેરના વોર્ડ નંબર 17માં દૂષિત પાણી મુદ્દે મ્યુનિસિપલ કમિશનરે તપાસના આદેશ આપ્યા

|

Dec 01, 2021 | 5:16 PM

સ્થાનિકોનું કહેવું છે કે ગટરનું પાણી પાવાના પાણીના બોરમાં ભળી જતા પીવાનું પાણી દૂષિત આવી રહ્યું છે. સ્થાનિકોનો આક્ષેપ છે કે અનેકવાર રજૂઆત કરવા છતાં તંત્ર હજુ નિંદ્રાધીન છે

RAJKOT : રાજકોટ શહેરના વોર્ડ નંબર 17માં દૂષિત પાણી મુદ્દે તપાસના આદેશ આપવામાં આવ્યા છે. મ્યુનિસિપલ કમિશનરે તપાસના આદેશ આપ્યા છે. રાજકોટના વોર્ડ નંબર 12માં હજી સુધી દૂષિત પાણીની સમસ્યાનું નિવારણ આવ્યું નથી.. ત્યાં હવે વોર્ડ નંબર 17માં પણ દૂષિત પાણીનો પ્રશ્ન સામે આવતા તંત્રની કામગીરી સામે સવાલ ઉઠવા લાગ્યા છે.સ્થાનિકોનો આક્ષેપ છે કે છેલ્લા 6 મહિનાથી દૂષિત પાણીનો પ્રશ્ન ઉકેલાતો નથી.છેલ્લા ત્રણ દિવસથી એટલું દુર્ગંધયુક્ત પાણી આવે છે કે સાબુથી હાથ ધોવા છતાં તેની દુર્ગંધ જતી નથી.

સ્થાનિકોનું કહેવું છે કે ગટરનું પાણી પાવાના પાણીના બોરમાં ભળી જતા પીવાનું પાણી દૂષિત આવી રહ્યું છે. સ્થાનિકોનો આક્ષેપ છે કે અનેકવાર રજૂઆત કરવા છતાં તંત્ર હજુ નિંદ્રાધીન છે..ગટર શાખાની બેદરકારીના કારણે લોકોને હાલાકી ભોગવવાનો વારો આવ્યો છે. સ્થાનિકોની માગણી છે કે સમસ્યાનો તાત્કાલિક ઉકેલ લાવવામાં આવે.

ઉલ્લેખનીય છે કે આ પહેલા શહેરના વોર્ડ નંબર 12માં દૂષિત પાણીનો મુદ્દો ઉઠ્યો હતો. રાજકોટના વોર્ડ નંબર-12માં આવેલા પુનિતનગરમાં ઘણા દિવસોથી દૂષિત પાણી આવતું હોવાની ફરિયાદ નાગરીકોએ કરી હતી. પુનિતનગરના રહીશોનો આરોપ હતો કે દૂષિત પાણીને પગલે ઝાડા, ઉલ્ટીના કેસો વધ્યા છે. અને ઘરે ઘરે બિમારીના ખાટલા પથરાયા છે.

સ્થાનિકોએ આક્ષેપ કર્યો હતો કે પીવાના પાણીની પાઈપલાઈનમાં ગટરનું પાણી ભળી જતા આ સ્થિતિ સર્જાઇ છે. હાલ તો દૂષિત પાણીનો પ્રશ્ન પેચિદો બની રહ્યો છે. પરંતુ પાણીના નમૂના નોર્મલ આવતા અનેક ચર્ચાઓ થઇ રહી છે. જો કે અવસર બિલ્ડિંગમાંથી લેવાયેલા નમૂનાનો રિપોર્ટ નોર્મલ આવ્યો હતો. મેયરે દાવો કર્યો હતો કે મહાનગરપાલિકા દ્વારા અપાતું પાણી પીવાલાયક છે. પીવાના પાણીની પાઈપલાઈનમાં ગટરનું પાણી ન ભળ્યું હોવાનું રિપોર્ટમાં સામે આવ્યું હતું.

આ પણ વાંચો : Vibrant Gujarat 2022 : વાયબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટ 2022 માટે આ મહિને જાપાન અને દક્ષિણ કોરિયામાં રોડશો યોજાશે

આ પણ વાંચો : માત્ર 14 દિવસમાં ચુકાદો : સાંતેજ દુષ્કર્મ અને હત્યા કેસમાં આરોપીને જીવનના છેલ્લા શ્વાસ સુધીની કેદની સજા

 

Next Video