RAJKOT : ખાતરમાં ભાવ ઘટાડાના સરકારના દાવા પોકળ, NPKની એક બોરીના રૂ.1450

|

Nov 04, 2021 | 2:18 PM

જેતપુરના પીઠડીયામાં હાલ NPK ખાતરની બોરી 1450 રૂપિયામાં વેચાઈ રહી છે, આ જ બોરીના જુના ભાવ 1185 હતા.. તેમાં 265 રૂપિયાનો વધારો યથાવત રહ્યો છે,

RAJKOT :સરકારની ખાતરના ભાવ ઘટાડાની જાહેરાત પોકળ સાબિત થઇ રહી હોય તેવુ લાગી રહ્યું છે. ખાતરમાં ભાવ વધારો થતા ખેડૂતોમાં રોષ ફાટી નિકળ્યો હતો.. અને જેના લીધે સરકારે ખાતર પર સબસિડી આપવાની જાહેરાત કરી હતી. પરંતુ હાલ માર્કેટમાં ખાતર પર સબસિડી કે ભાવનો ઘટાડો ન થતા ખેડૂતોમાં રોષ ભભૂક્યો છે… હાલ રવિ સીઝન શરુ થઇ ગઈ છે અને ખેડૂતોને નવા પાકનું વાવેતર કરવાનો સમય છે ત્યારે ખાતરના ભાવને લઈ ખેડૂતોમાં અસમંજસતા જોવા મળી છે.

હાલ NPK ખાતરની બોરી 1450 રૂપિયામાં વેચાઈ રહી છે, આ જ બોરીના જુના ભાવ 1185 હતા.. તેમાં 265 રૂપિયાનો વધારો યથાવત રહ્યો છે, એક બાજૂ ભારે વરસાદને લઈ ખેડૂતોના પાકની હાલત પણ ખુબજ દયનિય થઈ હતી.ત્યારે રવી સીઝનની શરૂઆતમાં ખાતર છાંટવું અને પાકને ખાતર આપવું તે ખેડૂતો માટે ખુબજ જરૂરી બન્યું છે.ત્યારે ખાતરમાં ભાવ ઘટાડાની જાહેરાત પોકળ સાબિત થતા ખેડૂતોમા રોષ જોવા મળી રહ્યો છે.

જયારે આ બાબતે ખાતર વેંચતા સરકારી ડેપો અને સહકારી મંડળીઓ સરકારના પરિપત્રોને આધારે જ ભાવ લે છે અને જો સરકાર ભાવ ઘટાડાની સુચના આપે તો વેચાણના નવા ભાવ ઘટાડશે તેવું જણાવી રહ્યા છે.

આ પણ વાંચો : Diwali 2021 : PM મોદીએ ડયુટી દરમિયાન જીવ ગુમાવનારા જવાનોને આપી શ્રદ્ધાંજલિ, કહ્યું- નૌશેરાના સિંહોએ હંમેશા આપ્યો છે જડબાતોડ જવાબ

આ પણ વાંચો : Surat: કોરોનાની લહેરમાંથી બહાર નિકળ્યા બાદ સુરતીઓ ફુલ વેકેશનનાં મુડમાં, પહેલી પસંદ ગોવા, કાશ્મીર, દમણ-દીવ, ગીર અને કચ્છ

Next Video