Saurashtra : 5 જિલ્લાના 38 ડેમ ઓવરફલો થયા, જુઓ કયાં ડેમ થયા ઓવરફલો ?

|

Sep 14, 2021 | 10:24 AM

રાજકોટમાં રવિવારથી સોમવારે રાત્રી સુધીમાં એટલે કે 24 કલાકમાં 16 ઈંચ વરસાદ નોંધાયો હતો. જૂનાગઢ જિલ્લામાં વિસાવદરમાં 17 ઇંચ જેટલો વરસાદ ખાબક્યો હતો.

સૌરાષ્ટ્રના ત્રણ જિલ્લા રાજકોટ, જામનગર અને જૂનાગઢમાં 22 ઇંચ સુધીનો વરસાદ પડી ગયો છે. જેથી આ ત્રણેય જિલ્લામાં સર્વત્ર જળબંબાકારની સ્થિતિનું સર્જન થયું છે. જામનગરના કાલાવડમાં 22 ઇંચ વરસાદ નોંધાયો છે. ભારે વરસાદના પગલે સૌરાષ્ટ્રના 5 જિલ્લાના 38 ડેમ ઓવરફ્લો થયા છે. જેથી સૌરાષ્ટ્રમાં પાણીની સમસ્યાનો અંત આવ્યો છે.

રાજકોટમાં રવિવારથી સોમવારે રાત્રી સુધીમાં એટલે કે 24 કલાકમાં 16 ઈંચ વરસાદ નોંધાયો હતો. જૂનાગઢ જિલ્લામાં વિસાવદરમાં 17 ઇંચ જેટલો વરસાદ ખાબક્યો હતો. ભારે વરસાદને કારણે જામનગર અને રાજકોટ જિલ્લા પૂરના પાણીમાં ડૂબી ગયાં હોય તેવી સ્થિતિ થઈ હતી.

નોંધનીય થોડા દિવસો પહેલા સૌરાષ્ટ્રમાં વરસાદી ખેંચથી તમામ ડેમના તળિયાઝાટક હતા. ત્યારે ભાદરવા મહિનામાં ભારે વરસાદથી તમામ ડેમોની સ્થિતિમાં સુધારો જોવા મળ્યો છે. રાજકોટ સહિત સૌરાષ્ટ્રના 5 જિલ્લાના 38 ડેમ ઓવરફ્લો થયા છે. રાજકોટ માટે જીવાદોરી સમાન ભાદર ડેમ ઓવરફ્લો થવામાં 5 ફૂટ જ બાકી છે. જ્યારે આજી-1 ડેમ ઓવરફ્લો થવાની તૈયારીમાં છે.

રાજકોટ જિલ્લાના 17 ડેમ ઓવરફ્લો થયા છે. ભાદર-2, ન્યારી-1, ન્યારી-2, આજી-2, આજી-3, છાપરવાડી-1, છાપરવાડી-2, વેરી, ફોફળ મોતીસર, ડોંડી, ઈશ્વરિયા, ખોડાપીપર, લાલપરી, મોજ, વેણુ-2 તેમજ સોડવદર-2 ડેમ ઓવરફ્લો થયો છે. ભાદર ડેમમાં 5 ફૂટની આવક થતાં હાલ સપાટી 28 ફૂટને પાર થઈ છે. જેથી ડેમ છલકાવામાં માત્ર 5 ફૂટ જેટલો જ બાકી છે. આજી ડેમ પણ 90 ટકાથી વધુ ભરાયો છે, જેથી ગમે ત્યારે છલકાય તેમ હોવાથી નીચાણવાળા ગામોને એલર્ટ કરાયા છે.

Published On - 10:22 am, Tue, 14 September 21

Next Video