Rajkot : રાજકોટના લોધિકાની રાવકી નદીમાં કાર તણાઈ, નિવૃત બેન્ક કર્મચારીનું મોત

|

Jun 23, 2021 | 12:27 PM

Rajkot : નેઋત્ય ચોામાસાના આગમન સાથે જ સૌરાષ્ટ્રમાં સારો વરસાદ વરસ્યો છે. રાજકોટ (rajkot) સહિત સૌરાષ્ટ્રમાં પડેલા નોંધપાત્ર વરસાદથી ખેડૂતોએ વાવણી શરુ કરી છે.રાજકોટ લોધિકાની રાવકી નદી (river)માં ઘસમસતુ પુર આવતા કાર તણાઈ હતી જેમાં 2 લોકોના મૃત્યું થયા હતા.

Rajkot : સૌરાષ્ટ્રમાં નેઋત્ય ચોામાસાનું આગમન થઈ ચૂક્યું છે. રાજકોટ (rajkot) સહિત સૌરાષ્ટ્રમાં પડેલા વરસાદના કારણે ખેડૂતોએ વાવણી શરુ કરી છે.રાજકોટ લોધિકાની રાવકી નદી (river)માં કાર તણાઈ હતી જેમાં 2 લોકોના મોત થયા હતા.

રાજકોટ (rajkot) અને સૌરાષ્ટ્રમાં છેલ્લા કેટલાક દિવસથી વરસાદ પડી રહ્યો છે. વરસાદ (rain)ના કારણે અનેક નદી (river)ઓમાં પુર આવ્યા હતા. જેમાં રાજકોટના લોધિકાની રાવકી નદી (river)માં એક કાર તણાઈ હોવાની ઘટના સામે આવી હતી, આ ઘટનામાં નિવૃત બેન્ક કર્મચારી (Retire bank employee)લાલજીભાઈ ધેલાણીનું મોત થયું છે, તેમજ કાર (Car)માં સવાર 2 મહિલાને બચાવી લેવામાં આવી છે.

 

રાજકોટ (Rajkot) પંથકમા ભારે વરસાદ (rain)ને કારણે નદીઓ  ગાંડી તુર બનતા નદીઓમાં પુર આવ્યા હતા. રાજકોટ, શાપર, વેરાવળ સહિત આસપાસના ગ્રામ્ય વિસ્તારોમાં વરસાદ વરસ્યો હતો.ગામના સરપંચ સહિત યુવાનોએ જીવના જોખમે રેસ્ક્યું કર્યું હતુ, ત્યારે  ગામના લોકના ઓપરેશનથી 2 મહિલાઓને બચાવી લેવામાં આવી છે.

ગુજરાત તેમજ આસપાસના વિસ્તારોમાં હજુ કોઈ મજબુત વરસાદી સિસ્ટમ સર્જાઈ નથી, જેથી આગામી 5 દિવસ સુધી રાજ્યમાં સાર્વત્રિક વરસાદ પડવાની સંભાવના ઓછી છે ગુજરાતમાં છુટ છવાયો વરસાદ વરસી રહ્યો છે. હવામાન વિભાગે (Meteorological Department) રાજ્યમાં આગમી 5 દિવસ સુધીમાં વરસાદ પડવાની આગાહી કરી છે.

Published On - 11:18 am, Wed, 23 June 21

Next Video