RAJKOT : ઉપરવાસમાં ભારે વરસાદ પડતા મોતીસર ડેમ ઓવરફ્લો થયો

|

Jul 26, 2021 | 10:41 AM

Motisar Dam overflows : મોતીસર ડેમમાં 17 દરવાજા ઉપરથી પાણી વહી રહ્યું છે. મોતીસર ડેમ ઓવરફ્લો થતા ડેમના નીચાણવાળા વિસ્તારોને એલર્ટ કરવામાં આવ્યાં છે.

RAJKOT : 25 જુલાઈના દિવસે ભારે વરસાદ પડતા રાજકોટ જિલ્લાનો મોતીસર ડેમ ઓવરફ્લો (Motisar Dam overflows) થયો છે. મોતીસર ડેમમાં 17 દરવાજા ઉપરથી પાણી વહી રહ્યું છે. મોતીસર ડેમ ઓવરફ્લો (Motisar Dam overflows) થતા ડેમના નીચાણવાળા વિસ્તારોને એલર્ટ કરવામાં આવ્યાં છે. અટીયાળી, વેંગણી સહીતના ગામડાઓમાં 6 થી 7 ઇંચ જેટલો વરસાદ પડતા મોતીસર ડેમમાં નવા નીર આવ્યાં છે અને છલકાયો છે. તો બીજી બાજુ રાજકોટના ઉપલેટા(Upleta)ના ગધેથડ ગામે આવેલો વેણુડેમ ઓવરફલો (Venudem overflow) થયો છે. વેણુડેમ ઓવરફ્લો થવાના કારણે ડેમના ચાર દરવાજા ચાર ફૂટ ખોલવામાં આવ્યાં છે.

Next Video