RAJKOT : શહેરમાં આજથી સગર્ભા મહિલાઓનું રસીકરણ શરૂ, 11 તાલુકાની 20 હજાર સગાર્ભા બહેનોનું રસીકરણ કરવાનું લક્ષ્ય

|

Jul 22, 2021 | 12:58 PM

રાજકોટ જિલ્લાનાં 11 તાલુકામાં આશરે 20 હજાર જેટલી સગર્ભા છે, આ તમામ સગર્ભા બહેનોને તાલુકા પ્રમાણે પ્લાનિંગ કરી તેમને વેક્સિન આપવામાં આવશે.

RAJKOT : શહેરમાં આજથી સગર્ભા મહિલાઓનું રસીકરણ શરૂ કરવામાં આવ્યું છે. જેના માટે ખાસ સુવિધાઓ ઉભી કરવામાં આવી છે. સગર્ભા મહિલાઓએ લાઈનમાં ઉભા નથી ઉભા રહેવું પડતું. રસીકરણ કરાયા બાદ પણ સગર્ભા બહેનોનું ટ્રેસિંગ કરવામાં આવી રહ્યું છે. રસી લીધેલી સગર્ભા મહિલાઓની આશાવર્કરો દ્વારા બે દિવસ સુધી કાળજી રાખવામાં આવે છે.રાજકોટમાં દર વર્ષે સરેરાશ 28 હજાર સગર્ભા મહિલાઓ નોંધાય છે. રાજકોટ જિલ્લાનાં 11 તાલુકામાં આશરે 20 હજાર જેટલી સગર્ભા છે, આ તમામ સગર્ભા બહેનોને તાલુકા પ્રમાણે પ્લાનિંગ કરી તેમને વેક્સિન આપવામાં આવશે. રાજ્યમાં જાન્યુઆરી મહિનામાં કોરોના રસીકરણ અભિયાન શરૂ કરવામાં આવ્યું, ત્યારથી સગર્ભા બહેનો માટે કોરોના રસી આપવાની મનાઈ હતી. જો કે હવે કેન્દ્ર સરકાર તરફથી મજુરી મળતા રાજ્ય સાથે દેશભરમાં સગર્ભા બહેનોનું રસીકરણ શરૂ કરવામાં આવ્યું છે.

Next Video