RAJKOT : ઉપલેટા તાલુકાનો વેણુડેમ ઓવરફલો, વેણુડેમના ચાર દરવાજા ચાર ફૂટ ખોલવામાં આવ્યાં

|

Jul 26, 2021 | 6:11 AM

Venudem overflow : ડેમના ચાર દરવાજા ખોલવામાં આવતા નીચાણવાળા વિસ્તારોમાં આવતા ગધેથડ, વરજાંગ જાળીયા, મેખાટીંબી, નિલાખા અને નાગવદર ગામના લોકોએ નદીના પટમાં અવર જવર ન કરવા અને સાવચેત રહેવા સૂચના આપવામાં આવી છે.

RAJKOT : ઉપલેટા તાલુકાનો વેણુડેમ ઓવરફલો, વેણુડેમના ચાર દરવાજા ચાર ફૂટ ખોલવામાં આવ્યાં
RAJKOT : Venudem overflow of Upleta taluka

Follow us on

RAJKOT : રાજ્યમાં 25 જુલાઈના રોજ સાર્વત્રિક વરસાદ પડ્યો છે. રાજકોટના ઉપલેટા તાલુકા માટે સારા સમાચાર સામે આવ્યાં છે. ઉપલેટા(Upleta)ના ગધેથડ ગામે આવેલો વેણુડેમ ઓવરફલો (Venudem overflow) થયો છે. વેણુડેમ ઓવરફ્લો થવાના કારણે ડેમના ચાર દરવાજા ચાર ફૂટ ખોલવામાં આવ્યાં છે. ડેમના ચાર દરવાજા ખોલવામાં આવતા નીચાણવાળા વિસ્તારોમાં આવતા ગધેથડ, વરજાંગ જાળીયા, મેખાટીંબી, નિલાખા અને નાગવદર ગામના લોકોએ નદીના પટમાં અવર જવર ન કરવા અને સાવચેત રહેવા સૂચના આપવામાં આવી છે. રાજકોટ શહેર અને જિલ્લામાં સતત બીજા દિવસે જોરદાર વરસાદ વરસ્યો હતો. શહેરના જામનગર રોડ,150 ફૂટ રિંગરોડ,રૈયા રોડ,કાલાવડ રોડ સહિતના વિસ્તારોમાં ધોધમાર વરસાદ વરસ્યો છે. તો સતત બીજા દિવસે જિલ્લામાં પણ સારો વરસાદ વરસતા ખેડૂતોમાં પણ ખુશીનો માહોલ છવાયો છે.

Next Article