RAJKOT : જળસંકટના ભય વચ્ચે રાજકોટ માટે સારા સમાચાર, સૌની યોજનામાંથી અપાશે નર્મદાનું પાણી

|

Aug 23, 2021 | 5:56 PM

રાજકોટ મહાનગરપાલિકાના શાસકો અને અધિકારીઓ દ્વારા સૌની યોજના થકી પાણી પુરૂ પાડવાની માંગ કરવામાં આવી હતી.રાજ્ય સરકારને સૌની યોજના થકી પાણી પુરૂ પાડવાની માંગ કરવામાં આવી હતી.

RAJKOT : રાજકોટવાસીઓ માટે રાહતના સમાચાર છે. વરસાદ ખેંચાતા હવે રાજ્ય સરકારે રાજકોટને નર્મદાનું પાણી આપવાનો નિર્ણય કર્યો છે. રાજકોટને સૌની યોજના મારફતે 335 MCFT પાણીનો જથ્થા આપવામાં આવશે અને બે દિવસમાં નર્મદા કેનાલ મારફતે પાણીનો જથ્થો આજી અને ન્યારી ખાતે પહોંચશે.મહત્વનું છે કે ગત મહિને રાજકોટને 300 MCFT પાણીના જથ્થાની ફાળવણી કરવામાં આવી હતી.જોકે વરસાદ ખેંચાતા અને પાણીનો અપૂરતો જથ્થો હોવાથી વધુ પાણીની માગ કરવામાં આવી હતી.જે સરકારે પૂર્ણ કરવાનો નિર્ણય કર્યો છે.

રાજકોટ સહિત સૌરાષ્ટ્રમાં વરસાદ ખેંચાયો છે. વરસાદ ખેંચાતા જગતનો તાત દુ:ખી છે. તેની સાથે સાથે પીવાના પાણીની સમસ્યા પણ ઉભી થઇ રહી છે. રાજકોટને પાણી પુરૂ પાડતા ડેમો તળિયા ઝાટક જોવા મળ્યા છે. રાજકોટના આજી 1 ડેમમાં 27 ટકા પાણીનો જથ્થો રહ્યો છે. જ્યારે ન્યારી 1 ડેમમાં 50 ટકા પાણીનો જથ્થો રહેલો છે. જો વરસાદ ખેંચાયો તો જળસંકટ ઉભું થઇ શકે છે.રાજકોટના આજી 1 ડેમની કુલ સપાટી 29 ફૂટ છે જે હાલમાં 15 ફૂટ પહોંચી છે. ડેડ સ્ટોકને બાદ કરતા 27 ટકા પાણીનો જથ્થો રહેલો છે. જ્યારે ન્યારી 1 ડેમમાં 50 ટકા પાણીનો જથ્થો રહેલો છે.

રાજકોટમાં વરસાદ ખેંચાતા હવે નર્મદા નીર પર આધાર છે. જેના કારણે રાજકોટ મહાનગરપાલિકાના શાસકો અને અધિકારીઓ દ્વારા સૌની યોજના થકી પાણી પુરૂ પાડવાની માંગ કરવામાં આવી હતી.રાજ્ય સરકારને સૌની યોજના થકી પાણી પુરૂ પાડવાની માંગ કરવામાં આવી હતી.રાજ્ય સરકાર દ્વારા આ અંગે જન્માષ્ટમી સુધી સૌની યોજનાનું પાણી આપવાની બાહેંધરી આપી હતી, જેના અનુસંધાને રાજકોટને સૌની યોજના મારફતે 335 MCFT પાણીનો જથ્થા આપવામાં આવશે.

 

Next Video