Rajkot : પરિવાર ગુમ થવા મામલે વ્યાજખોરોનો ત્રાસ નહીં પણ આ છે કારણ, પોલીસે કર્યો ખુલાસો

|

Jun 15, 2021 | 8:43 AM

Rajkot : રવિવારેના રોજ રાજકોટના એક પરિવાર દ્વારા રાજકોટ પોલીસ કમિશનરને (Rajkot Police Commissioner) પત્ર લખી ઘરેથી ક્યાંક જતા રહ્યા હતા. રાજકોટ પોલીસે (Rajkot Police) પરિવારની શોધખોળ હાથ ધરી છે.

Rajkot : રવિવારેના રોજ રાજકોટના એક પરિવાર દ્વારા રાજકોટ પોલીસ કમિશનરને (Rajkot Police Commissioner) પત્ર લખી ઘરેથી ક્યાંક જતા રહ્યા હતા. આ મામલે પોલીસે સઘન તપાસ હાથ ધરી હતી. જેમાં આ પરિવાર વ્યાજખોરોના ત્રાસથી નહીં લોનના કારણે ઘરેથી ક્યાંક જતા રહ્યાનું સામે આવ્યું હતું. તો બીજી તરફ રાજકોટ પોલીસે (Rajkot Police) પરિવારની શોધખોળ હાથ ધરી છે.

10 જૂનના કાલાવાડ રોડ પર પ્રદ્યુમન વિલામાં રહેતા અને ટ્યુશન ક્લાસ ચલાવનાર 40 વર્ષીય વિજયભાઈ મકવાણા તેની પત્ની અને દીકરી સાથે ઘર છોડીને જતા રહ્યા હતા. આ સાથે જ કમિશનરને પત્ર પણ લખ્યો હતો. આ અંગે પોલીસ તપાસ જર્ત આ પરિવાર વ્યાજખોરોનું નહીં પરંતુ લોનનું પ્રકરણ સામે આવ્યું છે. પોલીસ તપાસમાં વિજયએ ટયુશનની બિલ્ડીંગ પર લોન લીધી હતી. અને જેમાં જે.પી.જાડેજા 30% ના ભાગીદાર હોવાનું સામે આવ્યું છે.

 

નોંધનીય છે કે,પત્રમાં વિજયભાઈએ જણાવ્યું હતું કે, પ્રદ્યુમન બિલ્ડર ગ્રુપના જે. પી જાડેજા પાસેથી રૂપિયા 2.5 કરોડ વ્યાજે લીધા હતા.  હવે તે પઠાણી ઉઘરાણી શરૂ કરે છે જેના કારણે તેનો પરિવાર ઘર છોડીને જતો રહ્યો હતો. સિક્યુરિટી પેટે બિલ્ડરને બિલ્ડીંગમાં 30 ટકા પાર્ટનરશીપ પણ આપી હતી. વિજય દર મહિને 7.5 લાખ રૂપિયા વ્યાજ પેટે બિલ્ડરને આ સાથે આપતો હતો. પરંતુ કોરોના જેવી મહામારીને કારણે આ હપ્તા ચૂકવાઈ શક્યા ના હતા. આ સાથે જ ઉલ્લેખ કર્યો હતો કે, વ્યાજે લીધેલા આ રૂપિયાના બદલામાં જે. પી. જાડેજાએ પ્રદ્યુમન વીલામાં પોતાના ફ્લેટનો કેટલોક હિસ્સો નામે કરી લીધો છે.

Published On - 8:42 am, Tue, 15 June 21

Next Video