Rajkot : ફરી રીક્ષા ગેંગનો આતંક સામે આવ્યો ,રિક્ષામાં બેસાડીને લોકોને લુંટી લે છે આ ગેંગ

|

Apr 09, 2023 | 11:50 PM

રિક્ષામાં બેસાડીને લુંટી લેતી ગેંગ ફરી સક્રિય થઈ છે ત્યારે થોડા દિવસ પહેલા જ રાજકોટ ક્રાઇમ બ્રાન્ચે ટેકસીમાં બેસાડી મુસાફરોના ખિસ્સામાંથી રૂપિયા સેરવી લેતી ગેંગ ઝડપી હતી.મોરબી રોડ પર આ ગેંગ મુસાફરોને ટેકસીમાં બેસાડી મુસાફરનું ધ્યાન ભટકાવી લોકોના પાકીટ અને રૂપિયા સેરવી લેતી હતી.

Rajkot : ફરી રીક્ષા ગેંગનો આતંક સામે આવ્યો ,રિક્ષામાં બેસાડીને લોકોને લુંટી લે છે આ ગેંગ
Rajkot Rixa Gang

Follow us on

રાજકોટમાં રિક્ષામાં બેસાડીને બેસાડીને લોકોને લુંટી લેનારી ગેંગનો આતંક ફરી એક વાર સામે આવ્યો છે.થોડા સમય પહેલા પણ આ પ્રકારની ગેંગ એકલા હોય તેવા લોકોને પહેલા રિક્ષામાં બેસાડે છે અને થોડા આગળ જતાં તે વ્યક્તિને રિક્ષામાં બેસાડીને લુંટી લે છે.રાજકોટના આજી ડેમ પોલીસ સ્ટેશન વિસ્તારમાં જ આવી ઉપરા ઉપર ઘટના સામે આવી છે.જેમાં એક બનાવમાં રિક્ષામાં બેસાડીને મુસાફરને લુંટી લીધા છે તો બીજા બનાવમાં મુસાફરની નજર ચૂકવી રૂપિયા સેરવી લીધાનો બનાવ સામે આવ્યો છે.

રિક્ષામાં બેસાડી છરી બતાવી આચરી લુંટ

પહેલા બનાવની વાત કરીએ તો મળતી માહિતી મુજબ ગોંડલમાં ખાણીપીણીની લારી ચલાવતા શંકરલાલ નામના વ્યક્તિ રીબડા ગામથી સરધાર ગામ તેમના સગાના ઘરે જવા માટે રિક્ષામાં બેઠા હતા.સરધાર જવા માટે આજીડેમથી રીક્ષા બદલાવી પડતી હોવાથી તેઓ આજીડેમ ચોકડીએ ઉતર્યા હતા અને અન્ય રિક્ષાની શોધમાં હતા ત્યારે એક રીક્ષા ચાલકે સરધાર જવાનું કહીને ભોગ બનનારને બેસાડ્યાં હતા.રિક્ષામાં ચાલક અને અન્ય 2 લોકો પણ સવાર હતા.રીક્ષા થોડી આગળ રાજકોટની બહાર પહોંચી ત્યારે ભોગ બનનારની સાથે બેસેલા અન્ય 2 શખ્સોએ છરી બતાવી શંકરલાલ પાસેના 3 હજારથી વધુ રોકડ રૂપિયા લુંટી લીધા હતા. આજીડેમ પોલીસે આ ગુનાની તપાસ હાથ ધરી હતી.

રિક્ષામાં બેસાડી નજર ચૂકવી સેરવી લીધા રૂપિયા

આજીડેમ પોલીસ સ્ટેશન વિસ્તારમાં જ અન્ય બનાવ સામે આવ્યો જેમાં સુનીલ નામના યુવકને રિક્ષામાં બેસાડ્યો હતો.પહેલા બનાવની જેમ જ આ બનાવમાં પણ રીક્ષા ચાલક સિવાય તેની ગેંગના અન્ય 2 લોકો રિક્ષામાં પેસેન્જર તરીકે બેઠા હતા.આ બંને શખ્સોએ જગડો કર્યો હતો અને ભોગ બનનાર યુવકનું ધ્યાન ભટકાવી તેમના પેન્ટના ખિસ્સામાં રહેલું પાકીટ સેરવી લીધું હતું.આ પાકીટમાં 9 હજાર જેટલી રોકડ હતી.આ બનાવની તપાસ પણ આજીડેમ પોલીસ કરી રહી છે.ત્યારે આજીડેમ ચોકડી પર પોલીસ સ્ટેશનની નજીક રીક્ષા ચાલકો ઉભા રહે છે અને તેમાંના જ રીક્ષા ચાલકોએ આ પ્રકારના ગુના આચરતા આજી ડેમ પોલીસને પડકાર ફેક્યો છે.

અદાણી લાંચ કેસમાં માત્ર કાકા-ભત્રીજા જ નહીં, આ 7 લોકો પણ ફસાયા
'કાચા બદામ ગર્લ' અંજલિ અરોરા માટે દિવાળી હતી પીડાદાયક, ખુદ જણાવી ઘટના
IPL Mega Auction : આ ટીમ રૂપિયા ખર્ચવામાં નંબર-1
IPL 2025 Auction : જાણો ક્યાં મફતમાં ઓક્શન લાઈવ જોઈ શકાશે
કાજોલે આ કારણથી શાહરૂખ ખાનની ફિલ્મ કરી હતી રિજેક્ટ, બાદમાં એશ્વર્યાને મળ્યો રોલ
સૌથી સસ્તી Tata Car ની કાર કેટલાની આવે ? જાણો તેની કિંમત

થોડા દિવસ પહેલા જ ઝડપાઈ હતી ટેકસીમાં બેસાડીને લુંટી લેતી ગેંગ

રિક્ષામાં બેસાડીને લુંટી લેતી ગેંગ ફરી સક્રિય થઈ છે ત્યારે થોડા દિવસ પહેલા જ રાજકોટ ક્રાઇમ બ્રાન્ચે ટેકસીમાં બેસાડી મુસાફરોના ખિસ્સામાંથી રૂપિયા સેરવી લેતી ગેંગ ઝડપી હતી.મોરબી રોડ પર આ ગેંગ મુસાફરોને ટેકસીમાં બેસાડી મુસાફરનું ધ્યાન ભટકાવી લોકોના પાકીટ અને રૂપિયા સેરવી લેતી હતી.ક્રાઈમ બ્રાન્ચે 3 શખ્સોને ઝડપી પાડયા હતા અને આ પ્રકારની 6 જેટલી ચોરીનો ભેદ ઉકેલ્યો હતો.

ગુજરાતના તમામ સમાચાર અને બ્રેકિંગ ન્યૂઝ ગુજરાતીમાં વાંચો tv9gujarati.com પર

ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે જોડાયેલા રહો…

 

Next Article