RAJKOT : વરસાદની ઘટના કારણે વીંછીયાના ખેડૂતોની માઠી દશા, કપાસનો પાક સુકાતા ખેડૂતોને નુકસાનની ભીતિ

|

Sep 22, 2021 | 2:42 PM

રાજકોટના વીંછીયા તાલુકામાં આ વર્ષે સિઝનનો કુલ વરસાદ માત્ર 5 ઇંચ જેટલો જ પડ્યો છે. તેને કારણે દુકાળની પરિસ્થિતિ ઉદભવી છે. ત્યારે મોઢુકા ગામે અમારી ટીમે ખેડૂતોની પરિસ્થિતિનો તાગ મેળવવા માટે પહોંચી હતી.

મેઘરાજાએ ક્યાંક ખેડૂતોને લીલાલહેર કરાવી છે. તો ક્યાંક ખેડૂતોને રોવાનો વારો આવ્યો છે. ક્યાંક અતિવૃષ્ટિ થઈ છે તો ક્યાંક વરસાદની ઘટના કારણે ખેડૂતોનો પાક સૂકાઈ ગયો છે. આ વર્ષે વરસાદની ઘટ પણ છે. ત્યારે વરસાદી ઘટને કારણે ખેડૂતો ઉભા પાકો સુકાઈ રહ્યા છે. રાજકોટ પંથકમાં ખેડૂતોના કપાસના ઉભા પાક સુકાઈ જવાને કારણે ખેડૂતોને ભારે નુકશાનીનો સામનો કરવો પડ્યો છે.

વરસાદની ઘટ, કપાસનો પાક સુકાયો

રાજકોટના વીંછીયા તાલુકામાં આ વર્ષે સિઝનનો કુલ વરસાદ માત્ર 5 ઇંચ જેટલો જ પડ્યો છે. તેને કારણે દુકાળની પરિસ્થિતિ ઉદભવી છે. ત્યારે મોઢુકા ગામે અમારી ટીમે ખેડૂતોની પરિસ્થિતિનો તાગ મેળવવા માટે પહોંચી હતી. મોઢુકા ગામે ખેડૂતો કપાસની ખેતી કરે છે. પરંતુ વરસાદ ઓછો હોવાને કારણે કપાસનો પાક સુકાઈ રહ્યો છે. પાક સુકાવાને કારણે ખેડૂતોને મોટું નુકસાન વેઠવાનો વારો આવ્યો છે.

ખેડૂતોએ સરકાર પાસે સહાયની માગ કરી

કપાસની ખેતીમાં ખેડૂતોને પાક સારો મળે એ માટે ખેડૂતો બિયારણ અને દવામાં મોટા ખર્ચ કરતા હોય છે. ત્યારે આ વર્ષે પાક નિષ્ફળ જવાને કારણે ખેડૂતોને કોઈપણ પ્રકારનું વળતર મળે એવું લાગતું નથી. આ પરિસ્થિતિ માં ખેડૂતો સરકાર પાસે સહાયની માંગ કરી રહ્યા છે.વરસાદ ન પડવાને કારણે ખેતીની સાથે સાથે પશુઓ માટે ઘાસચારાની તકલીફ પણ ઉભી થઇ શકે છે. ખેડૂતો ખેતીના પાકની નુકશાની માટે જલ્દીથી સર્વે કરી સહાય મળે તે માટે સરકારને વિનંતી કરી રહ્યા છે.

Next Video