Rajkot : 27 માર્ચ સુધી કમોસમી વરસાદની આગાહી, ખેડૂતોને સાવચેતી રાખવા સૂચના

|

Mar 23, 2023 | 11:43 PM

ગુજરાતમાં હવામાન ખાતાની આગાહીને અનુલક્ષીને 27 માર્ચ સુધી રાજકોટ જિલ્લામાં પવન અને ગાજવીજ સાથે હળવાથી મધ્યમ વરસાદની સંભાવના છે. આ સમયે વાદળ છાયા વાતાવરણ તથા કમોસમી વરસાદથી કૃષિ પાકોને બચાવવા માટે ખેતરમાં કાપણી કરેલ પાક ખુલ્લા હોય તો તેને તાત્કાલિક સલામત સ્થળે ખસેડવાની કાર્યવાહી કરવી, અથવા પ્લાસ્ટિક/તાડપત્રીથી પાકને યોગ્ય રીતે ઢાકી દેવા

Rajkot : 27 માર્ચ સુધી કમોસમી વરસાદની આગાહી, ખેડૂતોને સાવચેતી રાખવા સૂચના
Rajkot Rain Forecast

Follow us on

ગુજરાતમાં હવામાન ખાતાની આગાહીને અનુલક્ષીને 27 માર્ચ સુધી રાજકોટ જિલ્લામાં પવન અને ગાજવીજ સાથે હળવાથી મધ્યમ વરસાદની સંભાવના છે. આ સમયે વાદળ છાયા વાતાવરણ તથા કમોસમી વરસાદથી કૃષિ પાકોને બચાવવા માટે ખેતરમાં કાપણી કરેલ પાક ખુલ્લા હોય તો તેને તાત્કાલિક સલામત સ્થળે ખસેડવાની કાર્યવાહી કરવી, અથવા પ્લાસ્ટિક/તાડપત્રીથી પાકને યોગ્ય રીતે ઢાકી દેવા અને ઢગલાની ફરતે માટીનો પાળો બનાવી વરસાદનું પાણી ઢગલાની નીચે જતું અટકાવવું, જંતુનાશક દવા અને ખાતરનો ઉપયોગ આ સમયગાળા પુરતો ટાળવો અને ખાતર-બિયારણના વિક્રેતાઓએ જથ્થો પલળે નહી તે મુજબ ગોડાઉનમાં સુરક્ષિત રાખવા, APMC મા વેપારી અને ખેડુત મિત્રોએ કાળજી રાખી આગોતરા સાવચેતીના પગલા લેવા તેમજ APMC મા અનાજ અને ખેતપેદાશો સુરક્ષિત રાખવા, APMC મા વેચાણ અર્થે આવતી પેદાશો આ દિવસો દરમિયાન ટાળવી અથવા સુરક્ષિત રાખવી

આ અંગે વધુ જાણકારી માટે ખેડૂતો પોતાના વિસ્તારના ગ્રામસેવક/ વિસ્તરણ અધિકારી / તાલુકા અમલીકરણ અધિકારી/મદદનીશ ખેતી નિયામક(તા.મુ.), જિલ્લા ખેતીવાડી અધિકારી, નાયબ ખેતી નિયામક(તાલીમ), KVK અથવા કિસાન કોલ સેન્ટર ટોલ ફ્રી નંબર –  1800 1801551 નો સંપર્ક કરી શક્શે તેમ જિલ્લા ખેતીવાડી અધિકારીએ જણાવ્યું છે.

રાજકોટ જિલ્લામાં સતત 2 દિવસથી કમોસમી વરસાદ

રાજકોટ જિલ્લાના જેતપુર, ગોંડલ, લોધિકા, ધોરાજી અને રાજકોટ શહેરમાં કમોસમી વરસાદ પડ્યો હતો.સતત બે દિવસ કમોસમી વરસાદને કારણે યાર્ડમાં ખુલ્લામાં રહેલા ખેડૂતોના પાક જેવા કે ઘઉં, ધાણા અને મરચાંને મોટા પાયે નુકસાન પહોંચ્યું હતું. જેમાં ખેડૂતો અને વેપારીઓ બંનેને નુકસાન પહોંચ્યું હતું.. ગોંડલ અને જેતપુર માર્કેટિંગ યાર્ડમાં મોટા પ્રમાણમાં મરચા પલળી ગયા હતા તો રાજકોટના બેડી માર્કેટિંગ યાર્ડમાં ઘઉં અને ધાણા પલળી ગયા હતા.

કેરીના પાનનું પાણી પીવાના ફાયદા જાણી ચોંકી જશો
ઉનાળા વેકેશનમાં બાળકોને રમાડો આ રમત, શારીરિક અને માનસિક સ્થિતિ થશે મજબૂત
ગરમીની ઋતુમાં મધ ખાવું જોઈએ કે નહીં? જાણો શું છે સત્ય
બ્લેક આઉટફિટમાં ભાભી 2 નો બોલ્ડ લુક વાયરલ, જુઓ તસવીર
અક્ષય તૃતીયા પર જો સોના-ચાંદીનું બજેટ ન હોય તો શુભ સમયે ખરીદો આ 5 સસ્તી વસ્તુઓ
કથાકાર જયા કિશોરીએ જણાવ્યું પરિવારનું 'ટોપ સિક્રેટ'

જેને લઈને બેડી માર્કેટિંગ યાર્ડ દ્વારા નવી જાહેરાત કરવામાં આવે ત્યાં સુધી આ જણસીઓની આવક બંધ કરવામાં આવી છે.બીજી તરફ ખેડૂતોનો મોંમાં આવેલો કોડીયો છીનવાઈ ગયો છે તૈયાર પાક અને લણવાનો પાક બંને બગડી ગયા છે. ત્યારે હવે માવઠું ન પડે તેવી જ ખેડૂતો આશા સેવી રહ્યા છે.

આ પણ વાંચો : Breaking News : ગુજરાતમાં કોરોનાના કેસમાં સતત વધારો, નવા 262 કેસ નોંધાયા, એકનું મૃત્યુ

Published On - 11:40 pm, Thu, 23 March 23

Next Article