Rajkot : ધોરાજીમાં એસટી બસના અનેક રૂટ બંધ થતા મુસાફરો હેરાન-પરેશાન

|

May 29, 2021 | 12:33 PM

કોરોનાના વધતા જતા સંક્ર્મણને કારણે ચાર મહાનગરમાં રાત્રી કર્ફ્યુ લાગુ કરવામાં આવ્યું છે. જેને લઈને એસટી (ST) વિભાગ દ્વારા અનેક રૂટ બંધ કરવામાં આવ્યા છે.

Rajkot : કોરોનાની બીજી લહેરના કારણે ઘણા લોકો સંક્રમિત થયા છે. કોરોનાના વધતા જતા સંક્ર્મણને કારણે ચાર મહાનગરમાં રાત્રી કર્ફ્યુ લાગુ કરવામાં આવ્યું છે. જેને લઈને એસટી (ST) વિભાગ દ્વારા અનેક રૂટ બંધ કરવામાં આવ્યા છે.

રાજકોટના ધોરાજીમાં કોરોનાના વધતા કેસને લઈ એસટી બસના અનેક રૂટ હજુ બંધ થયા છે. અનેક રૂટ બંધ થવાને કારણે મુસાફરો હેરાન-પરેશાન થયા છે. એસટીના અનેક રૂટ બંધ હોવાને કારણે એસટી ડેપોની આવકમાં ઘટાડો થયો છે. એસટીના રૂટ બંધ થતા ગ્રામ્ય પંથકના મુસાફરોને મુસાફરી કરવામાં તકલીફ પડી રહી છે. હાલ રાજકોટના ગ્રામ્ય વિસ્તારના 18 રૂટમાંથી 3 રૂટ ચાલુ અને એક્ષ્સપ્રેસ બસના 11 રૂટ ચાલુ છે.

કોરોના કેસ ઘટતા એસટીના રૂટ ફરી શરૂ કરવામાં આવ્યા છે. માસ્ક, સેનેટાઇઝર ફરજીયાત, 50 ટકા કેપેસિટીથી મુસાફરોને બેસાડવામાં આવે છે.

Published On - 12:31 pm, Sat, 29 May 21

Next Video