RAJKOT : મહેસુલ ખાતામાં ભ્રષ્ટાચાર અંગે નવા મહેસુલ પ્રધાન રાજેન્દ્ર ત્રિવેદીનું નિવેદન, જાણો શું કહ્યું

|

Sep 17, 2021 | 4:16 PM

રાજ્યના નવા મહેસુલ પ્રધાન રાજેન્દ્ર ત્રિવેદીએ દાવો કર્યો છે કે મહેસૂલ વિભાગના અનેક પ્રશ્નો ટેક્નોલોજીની મદદથી ઉકેલવામાં આવશે.

RAJKOT : મહેસુલ ખાતામાં ભ્રષ્ટાચાર અંગે નવા મહેસુલ પ્રધાન રાજેન્દ્ર ત્રિવેદી (Rajendra Trivedi)એ નિવેદન આપ્યું છે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી (PM MODI)ના 71માં જન્મદિવસે રાજ્યભરમાં-ગરીબોના બેલી- કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું છે. જેમાં રાજકોટના જિલ્લા કક્ષાનો કાર્યક્રમ કેબિનેટ મંત્રી રાજેન્દ્ર ત્રિવેદીના અધ્યક્ષસ્થાને પ્રમુખસ્વામી સભાગૃહ ખાતે યોજવામાં આવ્યો હતો. જેમાં પૂર્વ મુખ્યમંત્રી વિજય રૂપાણી પણ ઉપસ્થિત રહ્યા હતા.આ કાર્યક્રમના અધ્યક્ષ તરીકે રાજેન્દ્ર ત્રિવેદી હતા.

કાર્યક્રમ બાદ નવા મહેસુલ પ્રધાન રાજેન્દ્ર ત્રિવેદીએ TV9 સાથે વાત કરતા રાજ્યની ભૂપેન્દ્ર પટેલ (Bhupendra Patel)ની સરકારમાં ભ્રષ્ટાચારને નેસ્તનાબૂદ કરવા પૂરતી કાળજી લેવાશે તેવો દાવો કર્યો હતો. કેબિનેટ પ્રધાન રાજેન્દ્ર ત્રિવેદીએ દાવો કર્યો કે મહેસૂલ વિભાગમાં કર્મચારી કે અધિકારી કક્ષાએ ભ્રષ્ટાચાર થતો અટકે તે માટે પૂરતી કાળજી લેવામાં આવશે.તેઓ રાજકોટના BAPS મંદિરમાં આયોજિત પીએમ મોદીના જન્મદિનના કાર્યક્રમમાં ઉપસ્થિત રહ્યા હતા.આ કાર્યક્રમમાં પૂર્વ મુખ્યપ્રધાન વિજય રૂપાણી પણ હાજર રહ્યા હતા.

રાજેન્દ્ર ત્રિવેદીએ કહ્યું કે- વકીલો અને અદાલતોના પ્રશ્નો ઉકેલવાના પ્રયાસો કરવામાં આવશે, સાથે જ મહેસૂલ વિભાગના અનેક પ્રશ્નોનો ઉકેલ ટેક્નોલોજીની મદદથી લાવવાનો રાજેન્દ્ર ત્રિવેદીએ દાવો કર્યો. તેમણે કહ્યું કે- મહેસૂલ વિભાગમાં કર્મચારી કે અધિકારી કક્ષાએ ભ્રષ્ટાચાર ન થાય તેની પૂરતી કાળજી લેવામાં આવશે.

આ પણ વાંચો : Gujarat : 21 સપ્ટેમ્બર સુધી ભારે વરસાદની હવામાન વિભાગની આગાહી, હજુ પણ 20 ટકા વરસાદની ઘટ

આ પણ વાંચો : પીએમ મોદીના જન્મદિવસે રસીકરણનો રેકોર્ડ, 2.30 વાગ્યા સુધી, રસીકરણનો આંકડો 1.25 કરોડને પાર

Next Video