Rajkot: મેયર શરૂ કરશે ડેસ્કબોર્ડ સિસ્ટમ, પોર્ટલ પર રાજકોટવાસીઓ 100 વિભાગની ફરિયાદ કરી શકશે

|

Jun 17, 2021 | 6:16 PM

રાજકોટના મેયર પ્રદિપ ડવ મેયર ડેસ્કબોર્ડ સિસ્ટમ શરૂ કરવા જઈ રહ્યાં છે. જેમાં ગંદકી, પાણી ભરાવવા, વૃક્ષો પડવા, ટેક્સ, આવકના દાખલા સહિત 100 વિભાગની ફરિયાદ એક પોર્ટલ પર થઈ શકશે.

રાજકોટના મેયર (Mayor) પ્રદિપ ડવ મેયર ડેસ્કબોર્ડ (Deskboard) સિસ્ટમ શરૂ કરવા જઈ રહ્યાં છે. જેમાં ગંદકી, પાણી ભરાવવા, વૃક્ષો પડવા, ટેક્સ, આવકના દાખલા સહિત 100 વિભાગની ફરિયાદ એક પોર્ટલ પર થઈ શકશે. જેના પર મેયર પ્રદિપ ડવ સીધી નજર રાખશે.

રાજકોટના લોકોની ફરિયાદનો કેટલા સમયમાં નિકાલ થાય છે. અધિકારીઓ કેવું વર્તન કરે છે, આ ઉપરાંત ફરિયાદ કરનાર વ્યક્તિ સાથે ફોન પર મેયર સીધી વાતચીત પણ કરી શકશે. આ પોર્ટલ માટે એક વો્ટસઅપ નંબર આપવામાં આવશે, જેના પર રાજકોટવાસીઓ પોતાની તકલીફો અંગે સીધી રજૂઆત કરી શકશે.

આ પહેલા મુખ્યપ્રધાન વિજય રૂપાણીએ ગાંધીનગરમાં સી.એમ. ડેસ્કનું લોન્ચિંગ કર્યું હતું. રાજ્યના તમામ જિલ્લા કલેક્ટર અને જિલ્લા વિકાસ અધિકારી સાથે સીએમ ડેસ્ક સંપર્કમાં રહેશે. કલેક્ટર તથા જિલ્લા વિકાસ અધિકારીઓ સીધી જ પોતાની રજુઆત સીએમને કરી શકે છે. મુખ્યપ્રધાન પણ પોતાના હુકમ સીધા જ જે તે કલેક્ટર-ડીડીઓને કરી શકે છે.

સીએમ ડેસ્ક પર અલગ અલગ 18 ડિપાર્ટમેન્ટ અને તેની નીચે જિલ્લા તાલુકા સુધીની કામગીરીનો દરરોજ રિપોર્ટ પ્રાપ્ત થશે. તે રિપોર્ટ દ્વારા જે તે વિસ્તારના અધિકારી અને કલેક્ટરો સાથે સીધા સંપર્કમાં રહી શકશે. મૂલ્યાંકન અને કામગીરીની પૃચ્છા કરી શકશે અને સીધી સૂચનાઓ કલેક્ટરને જશે.

Next Video