PM Modiના હસ્તે ખુલ્લા મુકાનારા ડીફેન્સ એક્સ્પોમાં રાજકોટમાં બનેલી રીવોલ્વર, પિસ્તોલ, રાઈફલ, એન્ટી એરક્રાફ્ટ ગન પ્રદર્શિત કરાશે

|

Oct 18, 2022 | 5:07 PM

ગુજરાતના ગાંધીનગર(Gandhinagar)ખાતે યોજાનારા ડીફેન્સ એક્સ્પોમાં રાજકોટના(Rajkot) બનેલી રીવોલ્વર, પિસ્તોલ, રાઈફલ, એન્ટી એરક્રાફ્ટ ગન પ્રદર્શિત કરાશે.જે જે રાજકોટ વાસીઓ માટે ગૌરવની બાબત છે. ભારત સરકારના સંરક્ષણ મંત્રાલય દ્વારા એશિયાનું સૌથી મોટું અને ભારતનું મહત્વપૂર્ણ ડીફેન્સ એક્ઝિબિશન 'ડીફેન્સ એક્સ્પો 2022' પાથ ટુ પ્રાઈડ"ની થીમ(Defence Expo 2022)  ઉપર 18 થી 22 ઓક્ટોબર દરમ્યાન ગાંધીનગર ખાતે યોજાશે

PM Modiના હસ્તે ખુલ્લા મુકાનારા ડીફેન્સ એક્સ્પોમાં રાજકોટમાં બનેલી રીવોલ્વર, પિસ્તોલ, રાઈફલ, એન્ટી એરક્રાફ્ટ ગન પ્રદર્શિત કરાશે
Rajkot Raspian Enterprise

Follow us on

ગુજરાતના ગાંધીનગર(Gandhinagar)ખાતે યોજાનારા ડીફેન્સ એક્સ્પોમાં રાજકોટના(Rajkot) બનેલી રીવોલ્વર, પિસ્તોલ, રાઈફલ, એન્ટી એરક્રાફ્ટ ગન પ્રદર્શિત કરાશે.જે જે રાજકોટ વાસીઓ માટે ગૌરવની બાબત છે. ભારત સરકારના સંરક્ષણ મંત્રાલય દ્વારા એશિયાનું સૌથી મોટું અને ભારતનું મહત્વપૂર્ણ ડીફેન્સ એક્ઝિબિશન ‘ડીફેન્સ એક્સ્પો 2022’ પાથ ટુ પ્રાઈડ”ની થીમ(Defence Expo 2022)  ઉપર 18 થી 22 ઓક્ટોબર દરમ્યાન ગાંધીનગર ખાતે યોજાશે. જેનું વડાપ્રધાન નરેન્દ્ર મોદીના હસ્તે ઉદ્દઘાટન થવાનું છે. આ એક્સ્પોમાં 1300 થી વધુ પ્રદર્શનકર્તા, 31 વિદેશી સંરક્ષણ મંત્રીઓ સહીત 75 થી વધુ દેશોના 3000 થી વધુ ડેલીગેટ્સ તથા 12 લાખ કરતા પણ વધુ મુલાકાતીઓ ભાગ લેવાનો અંદાજ છે. સંરક્ષણના સાધનો ઉત્પાદન કરતી ભારતની અને રાજકોટની રેસ્પિયન એન્ટરપ્રાઈઝ દ્વારા ગુજરાત પેવેલિયનમાં પ્રદર્શનકર્તા તરીકે ભાગ લઈ રાજકોટનું ગૌરવ વધારશે. આત્મનિર્ભરતા સાથે દેશના સંરક્ષણમાં મહિલાઓને સામેલ કરવાના નવતર અભિગમ સાથે લિથલ અને નૉન-લિથલ સેગ્મેન્ટનાં નાનાં હથિયારો બનાવવાનો પ્રોજેક્ટ શરૂ કર્યો છે.આ હથિયારો આ એક્સ્પોમાં પ્રદર્શિત કરાશે.

કંપની માત્ર મહિલાઓ અને સ્થાનિક કર્મચારીઓને રોજગાર આપવા માટે પ્રતિબદ્ધ

રાજકોટના કુવાડવા રોડ પરના સાતડા ગામ પાસે આવેલી મહિલા સંચાલિત આ કંપનીની ખાસિયત એ છે કે, કંપનીમાં પ્રોડક્શનથી લઈને પેકિંગ સુધીની તમામ કામગીરી માત્ર મહિલાઓ જ કરશે. આ કંપની રીવોલ્વર, પિસ્તોલ, રાઈફલ, એન્ટી એરક્રાફ્ટ ગન પણ બનાવશે. જે પોલીસ, સી.આર.પી.એફ., એસ.આર.પી.એફ. સૈન્ય, સુરક્ષા એજન્સીઓ સહીત પરવાના ધરાવતા નાગરિકોને કોમર્શિયલ ધોરણે હથિયારો વેચશે. આ અંગે વધુ વિગતો આપતા “રેસ્પિયન એન્ટરપ્રાઈઝ પ્રા.લી.” કંપનીના ચેરમેન અને મેનેજીંગ ડાયરેક્ટર પ્રીતિ પટેલએ જણાવ્યું હતું કે, દેશ પ્રત્યેની જવાબદારી માટે મહિલાઓના વલણમાં પરિવર્તન લાવવા રાષ્ટ્રના સંરક્ષણના તમામ પાસાઓમાં મોટા પ્રમાણમાં મહિલાઓની ભાગીદારી તથા યોગદાન હોવું જોઈએ. આ વિચારથી તેમણે ડીફેન્સ કંપની શરૂ કરી. આ પ્રોજેક્ટ આત્મનિર્ભર ભારત અને મહિલા સશક્તિકરણ પર આધારિત છે. અમારી કંપની માત્ર મહિલાઓ અને સ્થાનિક કર્મચારીઓને રોજગાર આપવા માટે પ્રતિબદ્ધ છે.

સંરક્ષણના સાધનોથી દેશના નાગરિકોની રક્ષા થઇ શકશે

રાજકોટ ઘણા દાયકાઓથી મશીન-ટુલ્સ અને એન્જિનીયરીંગ ક્ષેત્રે દેશ-વિદેશ માટે હબ બન્યું છે ત્યારે હવે ડીફેન્સ ક્ષેત્રે પણ આગળ વધી યશકલગીમાં નવું પીંછુ ઉમેરશે. અત્યાર સુધી સર્વશ્રેષ્ઠ હથિયારો જર્મનીના જ ગણાતા, પરંતુ ઉચ્ચ ગુણવત્તા અને આધુનિક ટેકનોલોજીથી ઘરઆંગણે બનેલા સંરક્ષણના સાધનોથી દેશના નાગરિકોની રક્ષા થઇ શકશે. અને રાજકોટમાં જ બનેલા ઉચ્ચ ગુણવત્તાના હથિયારો ‘મેડ ઈન રાજકોટ’ની ઓળખથી વિશ્વભરમાં ખ્યાતિ પામશે. સાથે સાથે દેશ આત્મનિર્ભર અને વિશ્વમાં અગ્રેસર બનશે.

અર્ચના કપિલથી નારાજ ? ઉંમર પર ટોણો, અંગત જીવન પર મજાક ! ખુદ બોલી આ વાત
કિડની ફેલ થાય તે પહેલા શરીરમાં દેખાય છે આ લક્ષણો, જાણો અહીં
ઘરમાં તુલસી હોય તો, ગાંઠ બાંધી લો આ 5 વાત
આ ક્રિકેટરો જન્મ્યા અન્ય દેશમાં અને ક્રિકેટ અન્ય દેશ તરફથી રમ્યા
જુનવાણી ઘરોમાં કેમ રાખવામાં આવતા હતા બે બારણા, કારણ છે ઘણુ ઉંડુ
સુરતના ત્રણ સૌથી પોશ વિસ્તાર કયા છે?

હાલ ટ્રાયલ માટેના હથિયારોનું ઉત્પાદન

તેમણે વધુમાં ઉમેર્યું હતું કે, તેમની કંપનીએ વર્ષ 2019 માં વાઈબ્રન્ટ ગુજરાતમાં ગુજરાત સરકાર સાથે 50 કરોડ રૂપિયાના સમજૂતી કરાર (એમ.ઓ.યુ.) કર્યા હતા તથા એક આંતરરાષ્ટ્રીય ડીફેન્સ કંપની સાથે ટેક્નોલૉજી ટ્રાન્સફરના સમજૂતી કરાર પણ કર્યા છે.આ કંપની લખનૌ, એરો (AERO) ઇન્ડિયા 2021 બેંગ્લોર, ઈસ્ટ ટેક 2022  કોલકતા, ખાતે યોજાયેલા એક્ઝિબિશનમાં ભાગ લઈ ચુકી છે. ટૂંક સમયમાં રાજકોટ ખાતે ફેક્ટરી કાર્યરત થઈ જશે. કંપની હાલ ટ્રાયલ માટેના હથિયારોનું ઉત્પાદન કરી રહી છે.

ઉલ્લેખનીય છે કે, વડાપ્રધાન નરેન્દ્ર મોદીના ‘આત્મનિર્ભર ભારત’ ના સૂત્રને સાર્થક કરવા સંરક્ષણ ઉદ્યોગની સ્થાનિક શક્તિ પ્રદર્શિત કરીને ‘મેક ઈન ઈન્ડિયા’ ના સંકલ્પને બળ આપવાના ભાગરૂપે કેન્દ્ર સરકારે સંરક્ષણ માટે સ્થાનિક ઉદ્યોગોને પ્રોત્સાહિત કરવા માટે પાછલા સમયમાં કેટલાક નીતિવિષયક સુધારા પણ કર્યા છે, જેને પરિણામે પ્રીતિ પટેલ જેવી ઉદ્યોગ સાહસિક મહિલાઓ સંરક્ષણના સાધનોના ઉત્પાદન ક્ષેત્રે અગ્રેસર બની શકી છે.

Published On - 4:40 pm, Tue, 18 October 22

Next Article