Rajkot: રાજકોટમાં દારૂબંધીના કડક કાયદાના લીરેલીરા, કાલાવડ રોડ પર સરકારી હસ્તકની જમીન પર દારૂની હાટડીઓ

|

Jun 14, 2021 | 6:05 PM

Rajkot: મહાત્મા ગાંધીજીના ગુજરાતમાં દારૂબંધી માત્ર નામ પૂરતી જ છે. રાજકોટમાંથી દારૂબંધીના કડક કાયદાના લીરેલીરા ઉડાવતી તસવીરો સામે આવી. રાજકોટમાં કાલાવડ રોડ પર કલેક્ટર હસ્તકની સરકારી જમીન પર બુટલેગરો દારૂની હાટડીઓ ચલાવી રહ્યાં છે.

Rajkot: મહાત્મા ગાંધીજીના ગુજરાતમાં દારૂબંધી (Prohibition) માત્ર નામ પૂરતી જ છે. રાજકોટમાંથી દારૂબંધીના કડક કાયદાના લીરેલીરા ઉડાવતી તસવીરો સામે આવી. રાજકોટમાં કાલાવડ રોડ પર કલેક્ટર હસ્તકની સરકારી જમીન પર બુટલેગરો(Butlegors) દારૂની હાટડીઓ ચલાવી રહ્યાં છે. અહીં ખુલ્લેઆમ દારૂ બનાવવામાં આવે છે.

દેશી દારૂ અને નોનવેજના વેચાણથી આસપાસ રહેતા સ્થાનિકો પરેશાન થઈ ગયા છે. એવરેસ્ટ પાર્કના રહીશોએ કલેક્ટર અને પોલીસ અધિકારીઓને રજૂઆત કરતા પોલીસે કાર્યવાહી કરી પરંતુ થોડા સમય બાદ ફરી બુટલેગરોએ દારૂની હાટડીઓ માંડી દીધી છે. આ દેશી દારૂની ભઠ્ઠીઓ કાયમી દૂર થાય તેવી સ્થાનિકો માગણી રહ્યાં છે જો આગામી સમયમાં પોલીસ કાર્યવાહી નહીં કરે તો મુખ્યપ્રધાન સુધી રજૂઆત કરવાની સ્થાનિકોએ ચીમકી ઉચ્ચારી છે.

 

Next Video