RAJKOT : સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં કથિત માટી કૌભાંડની તપાસ લગભગ પૂર્ણ, દોષનો ટોપલો કોના માથે ઢોળાશે ?

|

Jul 28, 2021 | 1:26 PM

પૂર્વ રજિસ્ટ્રાર જતીન સોનીએ પોતાની બેદરકારી હોવાની વાત તપાસ સમિતિ સમક્ષ કબૂલી લીધી છે.જ્યારે કોચ કેતન ત્રિવેદીએ ફેરામાં પોતાની સહી ન હોવાની વાત જણાવી છે.

સમાચાર સાંભળો

RAJKOT : સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં કથિત માટી કૌભાંડની તપાસ લગભગ પૂર્ણ થઈ ગઈ છે. હવે ટૂંક સમયમાં તપાસ સમિતિ પોતાનો રિપોર્ટ કુલપતિને સોંપશે.રિપોર્ટમાં મોટા માથાને બચાવવા દોષનો ટોપલો કોન્ટ્રાક્ટર પર ઢોળવાનો તખ્તો તૈયાર કરાયો હોવાનું જાણવા મળ્યું છે.પૂર્વ રજિસ્ટ્રાર જતીન સોનીએ પોતાની બેદરકારી હોવાની વાત તપાસ સમિતિ સમક્ષ કબૂલી લીધી છે.જ્યારે કોચ કેતન ત્રિવેદીએ ફેરામાં પોતાની સહી ન હોવાની વાત જણાવી છે.

મહત્વનું છે કે ગઈકાલે 27 જુલાઈએ સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના કથિત માટી કૌભાંડમાં તપાસ કમિટીની મહત્વની અને બીજી બેઠક મળી હતી. આ બેઠકમાં કોચ કેતન ત્રિવેદી અને જતીન સોનીનું નિવેદન લેવામાં આવ્યું.પ્રાથમિક નિવેદનમાં જતીન સોનીએ ફેરાની દેખરેખમાં બેદરકારી હોવાની વાત કબૂલી છે.હવે, એક બે દિવસમાં તપાસ કમિટી પોતાનો રિપોર્ટ રજૂ કરશે.ઉલ્લેખનીય છે કે, કમિટીની બેઠક પૂર્વે જ રજીસ્ટ્રાર પદેથી જતીન સોનીએ રાજીનામું ધરી દીધું છે..જ્યારે ડો.નિલેશ સોનીને હાલમાં ઈન્ચાર્જ રજીસ્ટ્રાર બનાવવામાં આવ્યા છે.

આ પણ વાંચો :  RAJKOT : ત્રીજી લહેરની સંભવનાને પગલે ધોરાજી સિવિલ હોસ્પિટલમાં 100 જેટલા બેડની વ્યવસ્થા કરાઈ

આ પણ વાંચો : AHMEDABAD : ભારતીય નૌસેના નેવલ ઇન્સ્ટોલેશન્સની આસપાસમાં ઉડતા ડ્રોનને તોડી પાડશે અને નિષ્ક્રિય કરશે

Next Video