Rajkot: ભારતીય મહિલા હોકી ટીમના કેપ્ટન સવિતા પુન્યા સહીત 9 ખેલાડીની હરિયાણા ટીમનું રાજકોટમાં આગમન

36 મી નેશનલ ગેમ્સ (National Games 2022) અંતર્ગત રાજકોટ (Rajkot)ખાતે હોકી ટીમો(Hocky Team)આવી રહી છે. જેમાં ભારતીય મહિલા હોકી ટીમની સર્વાધિક ખેલાડીઓની હરિયાણા ટીમ પણ રાજકોટ ખાતે આવી પહોંચી છે.

Rajkot: ભારતીય મહિલા હોકી ટીમના કેપ્ટન સવિતા પુન્યા સહીત 9 ખેલાડીની હરિયાણા ટીમનું રાજકોટમાં આગમન
Rajkot Haryana Hockey Team
| Edited By: | Updated on: Sep 30, 2022 | 9:50 PM

36 મી નેશનલ ગેમ્સ (National Games 2022) અંતર્ગત રાજકોટ (Rajkot)ખાતે હોકી ટીમો(Hocky Team)આવી રહી છે. જેમાં ભારતીય મહિલા હોકી ટીમની સર્વાધિક ખેલાડીઓની હરિયાણા ટીમ પણ રાજકોટ ખાતે આવી પહોંચી છે. જેમણે આજે રેસકોર્સ ગ્રાઉન્ડ ખાતે નેટ પ્રેક્ટિસ કરી હતી. હરિયાણા ટીમના સવિતા પુન્યા કે જેઓ ભારતીય ટીમના કેપ્ટન અને ગોલ કીપર છે, તેમની સાથે ભૂતપૂર્વ કેપ્ટન રાણી રામપાલ, મોનીકા મલિક સહિતની ટીમ સાથે કોચ ગુરુબાજ સિંઘ, વીરેન્દ્ર તેમજ આનંદ આવેલા છે. ભારતીય હોકી ટીમે હાલમાં જ કોમનવેલ્થ ગેમ્સમાં સારું પ્રદર્શન કર્યું હતું. સવિતા પુન્યા, મોનીકા મલિક અર્જુન એવોર્ડથી સન્માનિત થયેલા છે. જયારે રાની રામપાલ રાજીવ ગાંધી ખેલ રત્ન પુરસ્કારથી સન્માનિત થયેલા છે.

ભારત શ્રેષ્ઠ પ્રદર્શન કરી ટોપ પોઝિશન મેળવશે

ભારતીય મહિલા હોકી ટીમ અંગે કેપ્ટને જણાવ્યું હતું કે , હાલ ભારત ટીમ ખુબ સારું પ્રદર્શન કરી રહી છે. ભારતીય ટીમનું ફ્યુચર બ્રાઇટ છે. આગમી એશિયન ગેમ્સમાં ગોલ્ડ મેળવી ઓલમ્પિક માટે ક્વોલિફાય થવાનું સ્વપ્ન સાથે આવનારા દિવસોમાં ભારત શ્રેષ્ઠ પ્રદર્શન કરી ટોપ પોઝિશન મેળવશે તેઓ આશાવાદ તેમણે દર્શાવ્યો હતો.

ખેલાડી તેમજ ટીમને શ્રેષ્ઠ પ્રદર્શન માટે ક્યાં ગુણો હોવા જોઈએ તે અંગે પ્રતિભાવ આપતા હરિયાણાના સિર્સા જિલ્લાના જોધકા એવા નાના ગામમાંથી આવેલી સવિતા જણાવે છે કે, ખાસ તો ડેડિકેશન અને રાઈટ માઈન્ડ સેટ સાથે ખેલાડીએ મેદાનમાં ઉતરવું જોઈએ. સાથે તેમના પરિવારનો સપોર્ટ ખુબ જ હોવો જરૂરી છે. બાળકો પર પરફોર્મન્સ માટે દબાણ ન કરવા તેમણે જણાવ્યું હતું.

નેશનલ ગેમ્સમાં અન્ય યુવા પ્રતિભાઓને પ્રોત્સાહન અને પ્રેરણા મળતી હોય અમારા માટે નેશનલ ગેમ્સ પણ એટલી જ મહત્વની હોવાનું જણાવ્યું હતું. હાલના સમયમાં દરેક ખેલાડી તેમનું શ્રેષ્ઠ પ્રદર્શન કરવા કટિબદ્ધ હોય નેશનલ ગેમ્સમાં સિલ્વર પ્રાપ્ત કરેલ હરિયાણા ટીમ દરેક ટીમને સમાન પ્રતિસ્પર્ધી તરીકે જુએ છે.