Rajkot: રાજકોટ લોકમેળામાં શરમજનક ઘટના, માત્ર 2 વર્ષની બાળકી સાથે નરાધમે આચર્યું દુષ્કર્મ, જુઓ Video

|

Sep 10, 2023 | 5:47 PM

રાજકોટનો લોકમેળો રાજકોટની ઓળખ સમાન છે.છેલ્લા 42 વર્ષથી રાજકોટમાં સૌરાષ્ટ્રના સૌથી મોટા લોકમેળાનું સફળ આયોજન થઈ રહ્યું છે. દરવર્ષે સૌરાષ્ટ્રભરમાંથી અંદાજે 10 લાખ જેટલા લોકો આ મેળાનો આનંદ ઉઠાવે છે. ત્યારે આ વર્ષે રાજકોટના લોકમેળામાં બનેલી એક શરમજનક ઘટનાએ શહેરભરમાં અરેરાટી મચાવી દીધી છે. જેમાં માત્ર 2 વર્ષની માસૂમ બાળકી સાથે દુષ્કૃત્ય થયાની ઘટના સામે આવી છે અને આ નરાધમ બીજું કોઈ નહિ પરંતુ એ બાળકીનો નજીકનો જ સંબંધી હતો.

Rajkot: રાજકોટ લોકમેળામાં શરમજનક ઘટના, માત્ર 2 વર્ષની બાળકી સાથે નરાધમે આચર્યું દુષ્કર્મ, જુઓ Video

Follow us on

રાજકોટમાં નરાધમે એક માસૂમ બાળકીને પોતાની વિકૃતિનો શિકાર બનાવી છે. કોઠારીયા સોલ્વન્ટ ખાતે મજૂરી કામ કરતા મૂળ યુપીના હમીરપુર જિલ્લાનો પરિવાર તેમના સગા સંબંધીઓ સાથે રાજકોટના લોકમેળામાં ગત 8 તારીખે સાંજે ફરવા ગયા હતા. જેમાં ભોગ બનનાર બાળકીના માતા પિતા અને અન્ય લોકોને ચકડોળમાં બેસવું હોવાથી ફરિયાદી મહિલા તેમની દીકરી નાની હોવાથી તેમની સાથે આવેલા તેની દેરાણીના ભાઈને પોતાની 2 વર્ષની બાળકીને સાચવવા માટે સોંપીને ગયા હતા.

પરંતુ આ નરાધમે બાળકી સાથે પોતે એકલો હોય બાળકીને તે ચકડોળથી થોડે દૂર લઈ જઈને બાળકી સાથે વિકૃત ભરેલું કૃત્ય કર્યું હતું. બાળકીના માતા પિતા ચકડોળમાં બેસીને પરત આવ્યા ત્યારે આ નરાધમે જાણે કઈ બન્યું જ ન હોય તે રીતે બાળકીને પરત તેના માતા પિતાને સોંપી હતી. પરંતુ બાળકીને ગુપ્ત ભાગે ગંભીર ઇજા પહોંચી હોવાથી બાળકી રડતા તેના માતાપિતાને બાળકીના ગુપ્ત ભાગમાંથી લોહી નીકળતું હોવાનું ધ્યાને આવ્યું.

Trump in Diamond : સુરતના વેપારીએ ડોનાલ્ડ ટ્રમ્પના ચહેરાવાળો હીરો બનાવ્યો, જુઓ Video
ટીમ ઈન્ડિયાના બે સ્ટાર ક્રિકેટર ટીમની બહાર, નહીં રમે આ મેચ
ટ્રમ્પના કેન્ડલ લાઇટ ડિનરમાં Ivanka Trump નો ગ્લેમરસ લુક આવ્યો સામે, જુઓ ફોટા
Astrological advice : કયા દિવસે દારૂ પીવો સારો છે? જાણી લો
IPLનો સૌથી મોંઘો કેપ્ટન, એક મેચની કમાણી 1.92 કરોડ રૂપિયા
જો નાગા સાધુ તમારા ઘરે ભિક્ષા માંગવા આવે તો શું કરવું?

પોતાની માત્ર 2 વર્ષની બાળકીના ગુપ્ત ભાગે આ પ્રકારની ઇજની જાણ થતાં તેના માતા પિતાના પગ નીચેથી જમીન ખસી ગઈ હતી. બાળકીને તેઓએ તાત્કાલિક સારવાર માટે સીવીલ હોસ્પિટલ ખાતે ખસેડી હતી. જ્યાં બાળકી સાથે આ દુષ્કૃત્ય થયું હોવાનુ સામે આવ્યું હતું. બાળકીના ગુપ્ત ભાગે ગંભીર ઇજા થઇ હોવાથી બાળકી છેલ્લા 2 દિવસથી સિવિલ હોસ્પિટલમાં સારવાર હેઠળ છે.

આ પણ વાંચો : માછીમારોના વ્યાપક હિતમાં ગુજરાત સરકારે કર્યો મહત્વનો નિર્ણય, હવે માછીમારો પરનું આર્થિક ભારણ ઘટશે

બનાવની જાણ થતાં પ્રદ્યુમનનગર પોલીસ સિવિલ હોસ્પિટલ ખાતે પહોંચી હતી જ્યાં બાળકીના માતા પિતાએ પોલીસને સમગ્ર બનાવની જાણ કરી હતી અને બાળકીની માતાએ પોતાની દેરાણીના ભાઈએ કરેલા કૃત્યની જાણ કરી હતી. પોલીસે આ નરાધમ સામે દુષ્કર્મની કલમ 376 અને પોકસો કલમ 4, 6 મુજબ ગુનો નોંધી નરાધમની તાત્કાલિક ધરપકડ કરીને આગળની કાર્યવાહી હાથ ધરી છે. ત્યારે સવાલ એ થાય છે આ આરોપીને ખરેખર માણસ કહેવાને લાયક છે કે કેમ? કારણ કે તેણે કરેલું આ નિમ્ન કક્ષાનું દુષ્કૃત્ય કોઈ રાક્ષસ કે નરાધમ જ કરી શકે છે.

 રાજકોટ સહિત ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

Published On - 4:18 pm, Sun, 10 September 23

Next Article