Rajkot : ગૃહમંત્રી હર્ષ સંઘવીના હસ્તે પાકિસ્તાનથી સ્થળાંતરિત 13 લોકોને ભારતીય નાગરિકતા પત્ર એનાયત કરાયા

|

May 19, 2023 | 6:45 AM

પાકિસ્તાનના કરાંચીમાંથી આવેલા અને છેલ્લા 10  વર્ષથી રાજકોટમાં રહેતા ભવાન વાપીએ ગૃહ રાજયમંત્રી હર્ષ સંઘવી સાથે વાત કરી હતી અને આભાર માનતા કહ્યું હતું કે, આજે અમે કોઈ પણ પ્રકારના ડર વિના જીવન જીવી રહ્યા છીએ. પાકિસ્તાનમાંથી જ્યારે ભારત આવ્યા ત્યારે જે શાંતિનો અનુભવ થયો હતો

પાકિસ્તાનથી(Pakistan)  સ્થળાંતરિત થઇ રાજકોટમા(Rajkot)  નિવાસ કરતા 13 વ્યક્તિઓને ગૃહ રાજયમંત્રી હર્ષ સંઘવીના હસ્તે કલેકટર કચેરી ખાતે ભારતીય નાગરિકતા (Citizenship) પ્રમાણપત્ર એનાયત કરાયા હતા. ગૃહ રાજયમંત્રી હર્ષ સંઘવીએ નાગરિકતા મેળવનાર લોકોને આવકાર્યા હતા અને જણાવ્યું હતું કે, ભારત સરકાર અને ગુજરાત સરકાર સ્થળાંતરિત થયેલ નાગરિકોને સમાજના મુખ્ય પ્રવાહમાં સામેલ કરવા માટે હરહંમેશ પ્રતિબધ્ધ છે. સ્થળાંતરિત થયેલ લોકોના રોજિંદા જીવનમાં આવતા પ્રશ્નોનું નિરાકરણ લાવવા માટે સરકાર નક્કર પ્રયાસો કરે જ છે, જેના ભાગરૂપે આજે 13 નાગરિકોને નાગરિકતાપત્ર અપાઇ રહયા છે. આ પ્રસંગે હર્ષ સંઘવીએ મંત્રીએ મોઢું મીઠું કરાવીને ભારતીય નાગરિકતા પ્રાપ્ત કરતા 13  નાગરિકોને શુભકામનાઓ પાઠવી હતી.

શરણાર્થીઓએ રાજ્ય અને કેન્દ્ર સરકારનો માન્યો આભાર

પાકિસ્તાનના કરાંચીમાંથી આવેલા અને છેલ્લા 10  વર્ષથી રાજકોટમાં રહેતા ભવાન વાપીએ ગૃહ રાજયમંત્રી હર્ષ સંઘવી સાથે વાત કરી હતી અને આભાર માનતા કહ્યું હતું કે, આજે અમે કોઈ પણ પ્રકારના ડર વિના જીવન જીવી રહ્યા છીએ. પાકિસ્તાનમાંથી જ્યારે ભારત આવ્યા ત્યારે જે શાંતિનો અનુભવ થયો હતો તે શાંતિ ભારતીય નાગરિકત્વ પ્રાપ્ત કરીને આજે ફરી અનુભવી છે. જે બદલ રાજ્ય અને કેન્દ્ર સરકારનો ખૂબ ખૂબ આભાર માનું છું.

ગૃહપ્રધાન સાથે સાંસદ અને ધારાસભ્યો રહ્યા હાજર

આ કાર્યક્રમમાં મેયર પ્રદીપ ડવ, સાંસદ મોહનભાઈ કુંડારિયા, ધારાસભ્ય દર્શિતાબેન શાહ, ઉદયભાઈ કાનગડ, રમેશભાઈ ટીલાળા, કલેકટર પ્રભવ જોશી, પોલીસ કમિશ્નર રાજુ ભાર્ગવ, પોલીસ અધિક્ષક જયપાલસિંહ રાઠોર, નિવાસી અધિક કલેકટર એસ.જે.ખાચર, ક્રાઇમ બ્રાન્ચના ડી.સી.પી. પાર્થરાજસિંહ ગોહિલ, ડી.સી.પી. પૂજા યાદવ, પ્રાંત અધિકારી કે.જી.ચૌધરી અને ભાજપ શહેર પ્રમુખ કમલેશ મીરાણી સહિતના અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.

રાજકોટનાં ગોંડલ અક્ષરમંદિર ખાતે દિવાળીનાં પર્વની ઉજવણી કરાઈ
અમિત શાહે સાળંગપુર BAPS સંસ્થાનાં મંદિરની મુલાકાત લીધી
ઇલાયચી ખિસ્સામાં રાખવાથી શું ફાયદા થાય ? જાણી લો
સતત વજન ઘટતું રહેવું હોઈ શકે છે આ ગંભીર બીમારીઓનો સંકેત
Blood Deficiency and Anemia : કયું વિટામિન લેવાથી શરીરમાં એનિમિયા થતો નથી?
અંકિતા લોખંડે અને વિકી જૈન કેમેરા સામે રોમેન્ટિક થયા, કિલર પોઝ આપ્યા

રાજકોટ સહિત ગુજરાત જિલ્લાના તમામ સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

Published On - 6:37 am, Fri, 19 May 23

Next Article