Rajkot : સિંગતેલ અને કપાસિયા તેલના ભાવ વધ્યા, ડબ્બે રૂપિયા 40નો વધારો

|

Jul 04, 2021 | 5:16 PM

ગુજરાતમાં દર વર્ષે 12 લાખ ટન ખાદ્યતેલની માંગ રહે છે. દેશમાં સિંગતેલની સૌથી વધુ માંગ રહે છે. ત્યારે સિંગતેલમા ભાવમાં વધારો થયો છે.

Rajkot : છેલ્લા કેટલાય સમયથી સિંગતેલ સહિતનાં તેલનાં ભાવમાં સતત વધઘટ જોવા મળી રહી છે. જ્યારે આજે સિંગતેલ અને કપાસિયા તેલમાં ભાવ વધારો નોંધાયો છે. એકધારા વધતાં જતાં પેટ્રોલ ડીઝલના ભાવ અને વૈશ્વિક બજારના ઉતાર-ચઢાવ ખાદ્ય ચીજ વસ્તુઓના ભાવને પણ અસર કરે તે સ્વભાવિક છે. ત્યારે રાજકોટમાં ડબ્બે રૂપિયા 40નો ભાવ વધારો નોંધાયો છે.

સિંગતેલ અને કપાસિયા તેલના ભાવ, ડબ્બે રૂપિયા 40 વધ્યા છે. ત્યારે જો કપાસિયા તેલના ડબ્બાના નવા ભાવની વાત કરવામાં આવે તો 40 રૂપિયાના વધારા સાથે હાલનો ભાવ 2300 થયો છે. જ્યારે સિંગતેલના ડબ્બાના નવા ભાવની વાત કરવામાં આવે તો, 40 રૂપિયાના વધારા સાથે નવો ભાવ 2440 રૂપિયા થયો છે.

નોંધનીય છે કે, ગુજરાતમાં દર વર્ષે 12 લાખ ટન ખાદ્યતેલની માંગ રહે છે. દેશમાં સિંગતેલની સૌથી વધુ માંગ રહે છે. રાજ્યમાં અંદાજે 4.5 થી 54 ટન લાખ સિંગતેલનું ઉત્પાદન થાય છે. વેપારીઓનું માનવું છે કે, વૈશ્વિક બજારના કારણે ભાવમાં ઉતાર-ચડાવ જોવા મળે છે. પરંતુ વાસ્તવિકતા તો એ છે કે રાજ્યમાં મગફળીનું સરેરાશ 25થી 30 લાખ ટનનું ઉત્પાદન થાય છે. છતાં ગરીબો તેલથી વંચિત રહે છે. વચેટિયાની નફાખોરીમાં ખેડૂતો અને ગ્રાહક બંને લૂંટાઇ રહ્યાં છે.

Published On - 5:12 pm, Sun, 4 July 21

Next Video