Rajkot: ખેડૂતોના સુકાઈ રહેલા પાકને મળશે જીવતદાન, છાપરવાડી-2 ડેમમાંથી ખેતી માટે પાણી છોડાયું

|

Aug 29, 2021 | 8:16 AM

હાલ 20.33 MCFT પાણીનો જથ્થો હાલ ડેમમાં ઉપલબ્ધ છે. જે સંપૂર્ણ જથ્થો સિંચાઇ માટે છોડી દેવામાં આવ્યો છે

Rajkot: ચોમાસુ ખેંચાતા જગતનો તાત ચિંતામાં મુકાયો છે. વાવેલા પાક પર અમીવર્ષા નહીં થતાં રાજ્યભરના ખેડૂતો ચિંતામાં મુકાયા છે. આ બધાની વચ્ચે રાજકોટ જિલ્લાના જેતપુર પંથકના ખેડૂતો માટે સારા સમાચાર આવ્યા છે.

છાપરવાડી-2 ડેમમાંથી ખેતી માટે પાણી છોડવામાં આવ્યું છે, જેને લઈને રાજકોટ ગ્રામ્યના ખેડૂતોમાં જીવમાં જીવ આવ્યો છે. આપણે જણાવી દઈએ કે હાલ 20.33 MCFT પાણીનો જથ્થો હાલ ડેમમાં ઉપલબ્ધ છે. જે સંપૂર્ણ જથ્થો સિંચાઇ માટે છોડી દેવામાં આવ્યો છે.

આમ ખેડૂતોના પાકને જીવનદાન મળતા રાહતનો શ્વાસ લીધો હતો. મેવાસા જાંબુડી,પ્રેમગઢ,સહિતના 8 ગામના ખેડૂતોને સિંચાઇનો લાભ મળશે અને પોતાના પાકને બચાવી શકશે.

આ પણ વાંચો: Tokyo Paralympics:ગુજરાતની ભાવિના પટેલે ટોક્યો ઓલિમ્પિકમાં સિલ્વર મેડલ જીતી ઈતિહાસ રચ્યો,

આ પણ વાંચો: ગહના વશિષ્ઠ સાથે આ શું થયું? ફોટો શેર કરીને અભિનેત્રીએ પોલીસ પર લગાવ્યા આવા ગંભીર આરોપો

 

Next Video