Rajkot : રાજકોટવાસીઓ માટે ખુશીના સમાચાર, ચોમાસા પહેલા જ આજી-2 ડેમ ઓવરફલો

|

Jun 07, 2021 | 10:08 AM

Rajkot :ગુજરાતમાં વરસાદી માહોલ જોવા મળી રહ્યો છે. તો હવામાન ખાતાએ પણ અલગ-અલગ વિસ્તારમાં વરસાદની આગાહી કરવામાં આવી છે. આ વચ્ચે રાજકોટનો આજી-2 ડેમ ( Aji-2 dam) ઓવરફ્લો થયો છે.

Rajkot :કેરળની સાથે-સાથે ગુજરાતમાં પણ ચોમાસાનું આગમન થઇ ગયું છે. ગુજરાતમાં વરસાદી માહોલ જોવા મળી રહ્યો છે. તો હવામાન ખાતાએ પણ અલગ-અલગ વિસ્તારમાં વરસાદની આગાહી કરવામાં આવી છે. તો ગુજરાતમાં એક સાથે 2 સિસ્ટમ સક્રિય થઇ છે. આ વચ્ચે રાજકોટનો આજી-2 ડેમ ( Aji-2 dam) ઓવરફ્લો થયો છે.

ઉપરવાસમાં વરસાદને પગલે આજી-2 ડેમ ઓવરફલો થયો છે. ડેમનો એક દરવાજો 0.50 ફૂટ ખોલવામાં આવ્યો હતો.અડબાલકા, બાધી, દહિંસરડા, ડુંગરકા, ગઢડા, હરિપર, ખંઢેરી, નારણકા ઉકરડા અને સખપર ગામના લોકોને નદીના પટમાં અવર જવર ન કરવા તંત્રએ સૂચન કર્યું હતું.

રવિવારે રાજકોટ જિલ્લાના વાતાવરણમાં પલટો આવ્યો હતો. રાત્રિના નવ વાગ્યા બાદ શહેરમાં પવન  ફૂંકાયો હતો. રવિવારે સાંજે અમુક વિસ્તારોમાં વીજળીના કડાકા ભડાકા સાથે વરસાદ વરસ્યો હતો.  જંકશન વિસ્તાર , યુનિવર્સિટી રોડ , કાલાવડ રોડ , 150 ફૂટ રિંગ રોડ સહિતના મોટા ભાગના વિસ્તરોમાં વરસાદ શરૂ થયો હતો.તો વરસાદ વરસતાની સાથે આગ-અલગ 5 ફીડર બંધ થઇ ગયા હતા. 2 કલાકથી વધુ સમયથી લાઈટ ના આવત લોકો અકળાઈ ગયા હતા.

પીજીવીસીએલ કચેરીએ પણ ફોન કરવા લાગ્યા હતા. આ બાદ પીજીવીસીએલની ટીમે વીજપુરવઠો કાર્યરત કર્યો હતો. વરસાદનું આગમન થતાની સાથે જ વાવણીલાયક વરસાદ પડતાં ખેડૂતો ખુશીથી ઝૂમી ઉઠ્યા હતા.

Next Video