RAJKOT : રાજવી પરિવાર મિલકત વિવાદ, બહેન બાદ હવે ભત્રીજાએ વારસાઈ મિલકતમાં હક માગ્યો

|

Sep 01, 2021 | 5:51 PM

રાજવી પરિવારના બહેને વડીલોપાર્જિત સંપત્તિમાં કરેલા દાવાનો વિવાદ હજી શમ્યો નથી, ત્યાં હવે રાજવી પરિવારની વડીલોપાર્જિત કરોડોની મિલકતમાં ભાગ માટે વધુ એક દાવો કરવામાં આવ્યો છે.

RAJKOT :રાજકોટના રાજવી પરિવારની વડીલોપાર્જિત કરોડોની મિલકતનો વિવાદ વધુ ચર્ચાસ્પદ બન્યો છે. રાજવી માંધાતાસિંહ જાડેજાના બહેને વડીલોપાર્જિત સંપત્તિમાં કરેલા દાવાનો વિવાદ હજી શમ્યો નથી, ત્યાં હવે રાજવી પરિવારની વડીલોપાર્જિત કરોડોની મિલકતમાં ભાગ માટે વધુ એક દાવો કરવામાં આવ્યો છે.

રાજકોટના રાજવી માંધાતાસિંહ પાસે રાજવી પરિવારના પ્રદ્યુમનસિંહ જાડેજાના પૌત્ર રણસુરવીરસિંહ જાડેજાએ વારસાઈ મિલકતમાં હક માગ્યો છે. રણસુરવીરસિંહ જાડેજાએ પિતાએ ૧૦૦ રૂપિયાના સ્ટેમ્પ પર જતો કરેલો હક માન્ય ન હોવાનો દાવો કર્યો અને માધાપરની કરોડોની જમીનમાં પોતાનો હિસ્સો માંગ્યો છે. ભત્રીજા પૂર્વે બહેને પણ રાજવી પરિવારની વારસાઈ જમીનમાં હક માગ્યો હતો.

રાજકોટના રાજવી પરિવાર પાસે 20 હજાર કરોડ રૂપિયાની મિલકતો છે.જેમાં 500 કરોડનો રણજીત વિલાસ પેલેસ અને 400 કરોડની લાખાજીરાજ જિનિંગ એન્ડ પ્રેસિંગ ફેક્ટરી છે.આ ઉપરાંત જ્યુબિલી ચોકનું દેના બેંક હાઉસ, સરધારનો દરબારગઢ, બગીચો, જૂનો દરબારગઢ, રાંદરડા લેક ફાર્મ છે.તો પિંજારાવાડીની 6 એકર જમીન, કુવાડવા રોડ પરની 1214 ચોરસ મીટર જમીન અને 3 હજાર કરોડની માધાપર વીડીની 658 એકર જમીન સામેલ છે.

મુંબઈમાં નરેન્દ્ર ભુવનમાં 11 ફ્લેટ અને જામનગર રોડ પરનું રેલવે ગોડાઉન સામેલ છે..તો ભોમેશ્વર મહાદેવ મંદિર અને આસપાસની 12 એકર જમીન, શ્રી આશાપુરા મંદિર અને ટ્રસ્ટ અને જમીન સામેલ છે..આ ઉપરાંત શ્રી લાખાજીરાજ ડેરી ફાર્મની 9.26 ગુંઠા જમીન, વડીલોપાર્જિત હીરા, ઝવેરાત અને આભૂષણો, ચાંદીની બગીઓ, 10 વિન્ટેજ કાર, એન્ટિક ફર્નિચર અને હથિયારો સામેલ છે.

આ પણ વાંચો : Rajkot : રાજવી પરિવારમાં વારસાઇ મિલકતનો વિવાદ, રાજવી પરિવારની મિલકત જાણીને તમે ચોંકી જશો

Published On - 5:49 pm, Wed, 1 September 21

Next Video