RAJKOT : ભારે વરસાદને કારણે સૌરાષ્ટ્રનો બીજા નંબરનો ભાદર-2 ડેમ ઓવરફ્લો થયો

|

Sep 13, 2021 | 7:36 PM

Rain in Rajkot : ભાદર-2 ડેમ સૌરાષ્ટ્રનો બીજા નંબરનો ડેમ ગણવામાં આવે છે. ભાદર-2 ડેમ ધોરાજી, ઉપલેટા, માણાવદર, કુતિયાણાના 68 ગામોને પીવાનું અને સિંચાઈનું પાણી પૂરું પાડે છે.

RAJKOT :રાજકોટમાં ભારે વરસાદને પગલે ધોરાજી તાલુકાના ભુખી ગામ નજીક આવેલા ભાદર-2 ડેમમાં પાણીની મોટા પ્રમાણમાં આવક થતા ભાદર-2 ડેમ ઓવરફળો થયો છે. ભાદર-2 ડેમ સૌરાષ્ટ્રનો બીજા નંબરનો ડેમ ગણવામાં આવે છે. ભાદર-2 ડેમ ધોરાજી, ઉપલેટા, માણાવદર, કુતિયાણાના 68 ગામોને પીવાનું અને સિંચાઈનું પાણી પૂરું પાડે છે. ભાદર-2 ડેમના 8 દરવાજા સાડા નવ ફૂટ ખોલવામાં આવ્યાં છે. ભાદર-2 ડેમમાં હાલ 92,000 કયુસેક પાણીની આવક અને જાવક થઇ રહી છે. ડેમમાંથી પાણી છોડવામાં આવતા ભાદર નદીમાં ઘોડાપુરની સ્થિતિ સર્જાઈ છે.

તંત્રએ ભાદર-2 ડેમના નીચાણવાળા વિસ્તારના ગામોને એલર્ટ કરવામાં આવ્યાં છે, જેમાં ભૂખી, ડુંમીયાણી, કુંડેલ, ઢાંક, લાટ, ભીમોરા સહીતના ગામોનો સમાવેશ થાય છે. તંત્રએ ધોરાજી, ઉપલેટા, માણાવદર, કુતિયાણા અને પોરબંદરના કાંઠાના ગામોને પણ ભાદર નદીના પટ નજીક અવર-જવર ન કરવા સૂચના આપી છે. ભાદર-2 ડેમ ધોરાજી, ઉપલેટા, માણાવદર, કુતિયાણાનાને પીવાનું પાણી પૂરું પાડે છે.

રાજકોટ ગ્રામ્યમાંસારા વરસાદને કારણે ભાદર-2 ડેમ ઉપરાંત ન્યારી અને આજી-2 ડેમ પણ ઓવરફલો થયા છે. રાજકોટ ગ્રામ્યની સાથે રાજકોટ શહેરમાં પણ મેઘરાજા મનમૂકીને વરસી રહ્યા છે. શહેરના રસ્તાઓ પર 4થી 5 ફૂટ સુધી પાણી ભરાઇ ગયા છે. શહેરના અલગ-અલગ વિસ્તારો જેવા કે પોપટપરા, રૈયા રોડ, તમામ જગ્યાઓ પર જળબંબાકારની સ્થિતિ જોવા મળી રહી છે. રાજકોટ શહેરમાં મેઘતાંડવના કારણે સામાન્ય જનજીવન પ્રભાવિત થયું છે.

આ પણ વાંચો : JAMNAGARના કાલાવાડમાં ભારે વરસાદને પગલે NDRFનું દિલધડક રેસ્ક્યુ, જુઓ વિડીયો

Published On - 7:34 pm, Mon, 13 September 21

Next Video