બાગેશ્વર ધામના(Bageshwar Dham) ધીરેન્દ્ર કૃષ્ણ શાસ્ત્રીના પહેલી વખત ગુજરાતમાં(Gujarat) દરબાર થઈ રહ્યા છે.કોઈ બાબાનું સમર્થન કરી રહ્યા છે તો કોઈ બાબાનો વિરોધ કરી રહ્યા છે.ત્યારે ધીરેન્દ્ર શાસ્ત્રીને લઈને રાજકીય ઘમસાણ સર્જાયું છે.ભાજપ અને કોંગ્રેસ ધીરેન્દ્ર શાસ્ત્રીને લઈને સામસામે આવી ગયા છે.તો કોંગ્રેસમાં પણ ધીરેન્દ્ર શાસ્ત્રીને લઈને બે ફાંટા પડી ગયા છે.હાલમાં જ ગુજરાત કોંગ્રેસના પ્રવક્તા મનીષ દોશીએ પ્રેસ કોન્ફરન્સ યોજીને ધીરેન્દ્ર શાસ્ત્રીના દરબારને બીજેપીનુ માર્કેટીંગ ગણાવ્યું હતું.
તો બીજી તરફ રાજકોટમાં(Rajkot) બાગેશ્વર ધામ સમિતિના કાર્યાલયના ઉદ્ઘાટનમાં ગુજરાત કોંગ્રેસના ઉપાધ્યક્ષ ડૉ હેમાંગ વસાવડા,મહિલા પ્રદેશ કોંગ્રેસના પૂર્વ પ્રમુખ ગાયત્રી બા વાઘેલા ઉપસ્થિત રહ્યા હતા.
પ્રદેશ કોંગ્રેસ ઉપાધ્યક્ષ ડૉ હેમાંગ વસાવડા બાગેશ્વર ધામ સમિતિના કાર્યાલયના ઉદ્ઘાટનમાં ઉપસ્થિત રહ્યા હતા તે અંગે ટીવી9 સાથે વાતચીત કરતા તેમણે જણાવ્યું હતું કે તેઓ સનાતન ધર્મમાં માને છે,હનુમાન જીના ભક્ત છે તેથી તેઓ ઉદ્ઘાટનમાં હાજર રહ્યા હતા.ધીરેન્દ્ર શાસ્ત્રી ક્યાંય પણ પોતાના દરબારમાં બીજેપી કે પીએમ મોદીનું માર્કેટિંગ કરતા હોય તેવું મારા ધ્યાનમાં નથી આવ્યું.
હું પોતે પણ અંધશ્રધ્ધામાં નથી માનતો,ચમત્કારમાં નથી માનતો.સનાતન ધર્મની વાત છે એટલે હું હજાર રહ્યો હતો.બીજી તરફ ગુજરાત કોંગ્રેસના પ્રવક્તા મનીષ દોશીએ ધીરેન્દ્ર શાસ્ત્રીને બીજેપીનું માર્કેટિંગ ગણાવ્યું હતું.આમ કોંગ્રેસના જ બે મોટા નેતાઓના નિવેદનમાં વિરોધાભાસ જોવા મળ્યો હતો.
તો બીજી તરફ રાજકોટ શહેર કોંગ્રેસના સિનિયર આગેવાનનું ડૉ હેમાંગ વસાવડાથી અલગ જ નિવેદન સામે આવ્યું હતું. કોંગ્રેસના નેતાઓ બાગેશ્વર ધામ સમિતિના કાર્યાલયના ઉદ્ઘાટનમાં ઉપસ્થિત રહ્યા તે પ્રશ્નના જવાબમાં મહેશ રાજપૂતે જણાવ્યું હતું કે આ ત્રણેય નેતાઓ શા માટે ત્યાં ઉપસ્થિત રહ્યા હતા તે તેમનુ વ્યક્તિગત કારણ હોઇ શકે અથવા આ પ્રશ્નો જવાબ તેઓ જ આપી શકશે
પરંતુ તેમનું સ્પષ્ટ માનવું છે કે સંતના દરબાર ન હોય,સંત ચમત્કાર ન કરે પરંતુ સંતના આશીર્વાદથી જ બધું થઈ જતું હોય છે.પરંતુ વડોદરા અને સુરતમાં બાબાના જે રીતે પોસ્ટર લાગ્યા છે તે મહાદેવ અથવા હનુમાનજી સાથે નહિ પરંતુ ભાજપના નેતાઓ સાથે લાગ્યા છે તેનાથી સ્પષ્ટ થાય છે કે આ બીજેપીનું જ માર્કેટિંગ છે.2024ની ચૂંટણી આવે છે તેમાં 2014ની જેમ રામદેવ બાબા ચાલી શકે તેમ નથી એટલે નવા બાબાને લાવ્યા છે.
રાજકોટ સહિત ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો
Published On - 2:05 pm, Sat, 20 May 23