Rajkot : મ્યુકોરમાઇકોસિસની સર્જરીમાં સિવિલ હોસ્પિટલ દેશમાં સૌથી મોખરે, 400 થી વધુ સર્જરી કરી

|

Jun 06, 2021 | 12:51 PM

Rajkot : ગુજરાતમાં કોરોનાનો કહેર ઓછો થયો તો મ્યુકોરમાઈકોસીસએ (Mucormycosis) ભરડો લીધો છે. ગુજરાતમાં પણ દરરોજ મ્યુકોરમાઇકોસિસના કેસમાં વધારો થયો છે. રાજકોટમાં છેલ્લા 24 કલાકમાં મ્યુકોરમાઇકોસિસના 15 કેસ નોંધાયા છે.

Rajkot : ગુજરાતમાં કોરોનાનો કહેર ઓછો થયો તો મ્યુકોરમાઈકોસીસએ (Mucormycosis ) ભરડો લીધો છે. ગુજરાતમાં પણ દરરોજ મ્યુકોરમાઇકોસિસના કેસમાં વધારો થયો છે. રાજકોટમાં છેલ્લા 24 કલાકમાં મ્યુકોરમાઇકોસિસના 15 કેસ નોંધાયા છે.

રાજકોટની સિવિલ હોસ્પિટલમાં (Rajkot Civil Hospital) મ્યુકોરમાઇકોસિસને સારવાર કરવામાં આવે છે. તો ગુજરાતમાં સૌથી વધુ મ્યુકોરમાઇકોસિસના કેસ રાજકોટમાં નોંધાયા છે. રાજકોટ સિવિલ હોસ્પિટલમાં ફક્ત 17 દિવસમાં જ 400 દર્દીના ઓપરેશન કરવામાં આવ્યા છે. જે દેશમાં સૌથી વધારે છે. રાજકોટ સિવિલ હોસ્પિટલના ડોકટરો રાત-દિવસ દર્દીઓને બચાવવા માટે તનતોડ મહેનત કરી રહ્યા છે. 6 ઓપરેશન થિએટરમાં ડોકટરો 24 કલાક ઓપરેશન કરી રહ્યા છે.

નોંધનીય છે કે, રાજકોટ સિવિલ હોસ્પિટલમાં 24 કલાકમાં દરરોજના 18 થી 20 ઓપરેશન કરવામાં આવી રહ્યા છે. તો આ સાથે જ 500 થી વધુ દર્દીઓ ઓપરેશન માટે વેઇટિંગમાં છે. રાજકોટ સિવિલ હોસ્પિટલમાં 40 ટકા શહેરી વિસ્તારના કેસ હોય છે જયારે 60 ટકા ગ્રામ્ય વિસ્તાર અને અન્ય જિલ્લાના કેસ છે.

રાજકોટમાં રાજ્યના સૌથી વધુ મ્યુકોરમાઈકોસિસના 687 દર્દી નોંધાયા છે. જેમાં સિવિલ હોસ્પિટલમાં 494 અને સમરસમાં 193 દર્દી સારવાર લઈ રહ્યા છે.

Next Video